By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    10 hours ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 day ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    3 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    5 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે
    7 hours ago
    SRHએ MIને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ
    7 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવૅ પર ચાલતી કારમાં આગ, 5 જીવતા સળગી ગયા
    8 hours ago
    ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો, યુદ્ધ વચ્ચે ડોલરનો દબદબો ખતમ થશે!
    8 hours ago
    ક્રૂડ ઓઈલ ચાર વર્ષમાં સૌથી મોંઘું $126
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    1 day ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    3 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    3 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    6 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    9 hours ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગમખ્વાર બુધવાર, 4 અકસ્માત-7નાં મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગમખ્વાર બુધવાર, 4 અકસ્માત-7નાં મોત
ગુજરાત

ગમખ્વાર બુધવાર, 4 અકસ્માત-7નાં મોત

Khaskhabar Editor
Last updated: 2024/12/04 at 4:58 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

નડિયાદના એક્સ.હાઇવે પર કારનું ટાયર ફાટતાં ટ્રકમાં ઘૂસી, તારાપુર પાસે પણ લક્ઝરી-ટ્રકની ટક્કર, દાહોદમાં ત્રણ પિતરાઈ ભાઈનાં મોત

ખાસ-ખબર ન્યૂઝ નડિયાદ

- Advertisement -

આજે ચાર અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે, જેમાં કુલ સાત લોકોનાં મોત થયાં છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ જતી કારનું ટાયર ફાટી જતાં તે ટ્રક સાથે ભટકાતા ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઇવે પર અંદાજીત 15 કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થયો હતો. અકસ્માતની બીજી ઘટના દાહોદમાંથી સામે આવી છે. તોયણી ગામે મોડી રાતે બે બાઈક વચ્ચે ધડાકાભેર ટક્કર થતા સર્જાયેલા અકસ્માતમા 3 યુવકોના મોત થયા છે. ત્રીજો અકસ્માત બગોદરા-વટામણ હાઇવે પર થયો છે. તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લકઝરી બસ અને ટ્રક ભટકાયા છે. અકસ્માતની ચોથી ઘટના સુરતથી સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.

અમદાવાદ-વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક મંગળવારની મોડી રાત્રે બિલોદરા બ્રિજ નજીક એક ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં પસાર પૂરપાટ જતી કારનું એકાએક ટાયર ફાટતા આ કાર ડિવાઈડર કૂદી રોગ સાઈડે ઘૂસી હતી અને સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક મહિલા સાથે બે પુરુષોના મોત થયા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાંની સાથે જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે મૃતકોની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિઓનાં નિવેદન લેવાની કાર્યવાહી આરંભી છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

બીજો અકસ્માત દાહોદમાંથી સામે આવી છે. દેવગઢ બારીયા તાલુકાના તોયણી ગામનો બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાઈક પર સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ જ્યારે અન્ય બે યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા, જ્યારે બીજી બાઈક પર સવાર ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ દેવગઢ બારીઆ તાલુકાના તોયણી ગામે પીપલોદ-રણધીકપુર રોડ પર ગત મોડી રાત્રે બે મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ અકસ્માત અંગેની જાણ કરતા ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા, અકસ્માત દરમિયાન બંન્ને બાઇક પર ત્રણ ત્રણ લોકો સવાર હતા, જેમા એક બાઇક સવાર ત્રણ પિતરાઈ ભાઈઓને ગંભીર જીવલેણ ઈજાઓ થતા એક યુવકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ જ્યારે અન્ય 2 યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક બાઇક સવાર ત્રણ ઈસમો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા છે, વડેલા ગામના ત્રણ પિતરાઈ ભાઈઓના મોત નિપજતા પરિવારમા શોકનુ મોજુ ફરી વળ્યુ છે.અકસ્માતની જાણ થતા પીપલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજો અકસ્માત બગોદરા-વટામણ હાઇવે પર થયો છે. તારાપુર ચોકડી નજીક ખાનગી કંપનીની લક્ઝરી બસ અને ટ્રક ભટકાતા 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ સુરતથી જૂનાગઢ જતી એક ખાનગી લક્ઝરી બસના ચાલકને ઝોકું આવતાં બસ આગળ જતી ટ્રકની પાછળ ધડાકાભેર ટકરાઈ હતી. જેમાં 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.

અકસ્માતની ચોથી ઘટના સુરતથી સામે આવી છે. સુરતના કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં પસાર થતા નેશનલ હાઇવે પર કામરેજ સુગર નજીક એક શ્રમજીવી હાઇવે ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને આ રાહદારીને અડફેટમાં લીધો હતો. જેને લઇને રાહદારી હાઇવે પર ફંગોળાઈ ગયો હતો અને શરીરે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો હતો.
ઘટનાની જાણ સુરત જિલ્લા ગઇંઅઈં વિભાગને થતા ગઇંઅઈં વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં પૂરપાટ ઝડપે દોડી રહેલ વાહનો અવાર નવાર આ પ્રકારના અકસ્માતો સર્જી રહ્યા છે અને નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે.

You Might Also Like

3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે

રવિવારે સમસ્ત કોળી સમાજ દ્વારા 15 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન

રૂ.7000 અને મોબાઈલ માટે મિત્રએ જ મિત્રની છરીના ઘા મારી કરી હત્યા: લૂંટની વાર્તા બનાવનાર હત્યારો પકડાયો

ડિજિટલ ગુજરાત પોર્ટલ : હવે 20 સેવાઓ એક જ ક્લિકથી મળી જશે

રાજ્યના 3 શહેરમાં નવી બસ સેવા શરૂ: શહેરી બસ યોજના હેઠળ 17 રૂટને મંજૂરી

TAGGED: Nadiad, Nadiad X.Highway
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરાર ડૉ.સંજય પટોળિયાને ઝડપી પાડ્યો
Next Article શા માટે ખેડૂતો સાથે વાત કરાતી નથી? મોદી સરકારને ભીંસમાં મૂકતા ઉપરાષ્ટ્રપતિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે
રવિવારે સમસ્ત કોળી સમાજ દ્વારા 15 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન
રૂ.7000 અને મોબાઈલ માટે મિત્રએ જ મિત્રની છરીના ઘા મારી કરી હત્યા: લૂંટની વાર્તા બનાવનાર હત્યારો પકડાયો
ડિજિટલ ગુજરાત પોર્ટલ : હવે 20 સેવાઓ એક જ ક્લિકથી મળી જશે
રાજ્યના 3 શહેરમાં નવી બસ સેવા શરૂ: શહેરી બસ યોજના હેઠળ 17 રૂટને મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રવિવારે સમસ્ત કોળી સમાજ દ્વારા 15 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રૂ.7000 અને મોબાઈલ માટે મિત્રએ જ મિત્રની છરીના ઘા મારી કરી હત્યા: લૂંટની વાર્તા બનાવનાર હત્યારો પકડાયો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?