By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    17 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    18 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    17 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    18 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    3 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    3 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટ મુખ્યમંત્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટ મુખ્યમંત્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું.
રાજકોટ

વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટ મુખ્યમંત્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું.

Khaskhabar Editor
Last updated: 2021/08/03 at 5:17 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

સિમેન્ટ કોન્ક્રીટના જંગલોની વચ્ચે વૃક્ષોના પણ જંગલો બને તે આજના સમયની માંગ છે.

માન.મુખ્યમંત્રીના ૬૫માં જન્મદિને ૨૩૭૨૫ વૃક્ષોનું વાવતેર કરાયું છે.

તા.૦૨/૦૮/૨૦૨૧ના રોજ બાલાજી વેફર્સ સામે, વાગુદડ રોડ ખાતે રાજ્યના સંવેદનશીલ માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટ માન.મુખ્યમંત્રી ના વરદ હસ્તે અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

Contents
સિમેન્ટ કોન્ક્રીટના જંગલોની વચ્ચે વૃક્ષોના પણ જંગલો બને તે આજના સમયની માંગ છે.માન.મુખ્યમંત્રીના ૬૫માં જન્મદિને ૨૩૭૨૫ વૃક્ષોનું વાવતેર કરાયું છે.

આ પ્રસંગે, રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બક્ષીપંચ મોરચના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર ઓ, અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાન ઓ તેમજ નાગરિક ભાઈ-બહેનો ઉપસ્થિત રહેલ.

- Advertisement -

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌ પ્રથમ પોતાના જન્મદિવસની શુભેચ્છા આપવા બદલ ઉપસ્થિત તમામનો આભાર માનેલ અને ઋણ સ્વીકાર કરેલ. તેમજ ન્યારી ડેમ ડાઉનસ્ટ્રીમમાં મિયાવાંકી ફોરેસ્ટ બનાવવા બદલ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવેલ. તેમજ આજે જે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થયું તે માટે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટને અભિનંદન પાઠવેલ. તેઓ એ જણાવેલ કે, સિમેન્ટ કોન્ક્રીટના જંગલની વચ્ચે વૃક્ષના જંગલો બનાવવા એ આજના સમયની માંગ છે, કોરોના કાળમાં ઓક્સિજનનું મહત્વ લોકોને સમજાયું છે. ત્યારે કુદરતી ઓક્સિજન મળે તે જીવન માટે અતિ આવશ્યક છે. રાજકોટમાં પાણીનો અભાવ, વૃક્ષોનો અભાવ જેવા પ્રશ્નો વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા આ દિશામાં કામ કરી, આ મેણું ભાંગી નાખશે. રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષોને વાવી, તેને ઉછેરવાની જવાબદારી લીધી છે. રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ૪ દાયકા કરતા વધુ સમયમાં ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મહાનુભાવોએ સ્વ. અરવિંદભાઈ મણીઆરથી આજ સુધીના સુકાનીઓએ રાજકોટના વિકાસને વેગ આપ્યો છે. તેમજ પ્રાથમિક સુવિધાઓ રસ્તા, ગટર, લાઈટ, પાણી સફાઈ ઉપર ધ્યાન આપીને રહેવાલાયક રાજકોટ, માણવાલાયક રાજકોટ, રંગીલું રાજકોટ એ વાસ્તવમાં રાજકોટ મહાનગરપાલિકાએ લોકોના સહયોગથી બનાવેલ છે. રાજકોટની હદ પણ વધતી જાય છે અને વિકાસ પણ થતો જાય છે. તેમજ રાજકોટ રહેવાલાયક શહેર બની રહ્યું છે તે માટે રાજકોટ મહાનગરપાલિકા ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. તેમજ હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થાય તેમજ રાજકોટ ગ્રીન અને ક્લીન બને તે દિશામાં કામગીરી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા સંકલ્પ કરે તે આજના સમયની જરૂરિયાત છે. જો આપણે પ્રદુષણ નિવારવાના સમયસર પગલા ન લઈએ તો ભવિષ્યની પેઢી આપણને કદી માફ નહિ કરે. વૃક્ષો આજે કોરોના મહામારી વચ્ચે પણ ઓક્સિજન આપી, તમામ જીવોને રક્ષણ આપે છે. તેમજ છોડમાં રણછોડના દર્શન થાય છે.

મેયર ડૉ.પ્રદિપ ડવએ રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ઈશ્વરભાઈ પરમારનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવ્યું. તેઓ એ માન.મુખ્યમંત્રી ને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે, ગુજરાત સરકારે પાંચ વર્ષમાં ઘણા વિકાસના કામો કર્યા છે. ભૌતિક વિકાસની સાથે પર્યાવરણીય વિકાસ થયેલ છે. જેમકે, નાકરાવાડી ખાતે ઉત્પાદિત ૧૮૦ ટન ખાતરનો ઉપયોગ મિયાવાંકી ફોરેસ્ટમાં કરવામાં આવેલ છે. આ અગાઉ પણ માન.મુખ્યમંત્રી દ્વારા “રામવન” અર્બન ફોરેસ્ટની ભેટ રાજકોટને મળી ચુકી છે.

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારી ઓ દ્વારા માન.મુખ્યમંત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી પુષ્પગુચ્છ તથા સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું. તેમજ શહેર ભાજપના તથા પ્રદેશના હોદેદારો દ્વારા માન.મુખ્યમંત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. ઉપરાંત, રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિગેરે દ્વ્રારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલ.

તેમજ સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા, કેતનભાઈ પટેલ તથા ચુનીભાઈ વરસાણી દ્વારા માન.મુખ્યમંત્રી ને મોમેન્ટો આપી, સ્વાગત સન્માન કર્યું હતું.

બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામી દ્વારા મહેમાનોને પુસ્તકો આપી સ્વાગત કરેલ. આ કાર્યક્રમની આભારવિધિ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ કરેલ.

મેયર ડૉ.પ્રદિપ ડવ સહિતના પદાધિકારી ઓ દ્વારા માન.મુખ્યમંત્રી ને જન્મદિવસનો શુભેચ્છા સંદેશ

આધુનિક રાજકોટના શિલ્પી અને ગુજરાત રાજ્યના સંવેદનશીલ માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિવસ નિમિતે હાર્દિક શુભેચ્છા…
આપ ના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિના વધુ ને વધુ સોપાનો સર કરે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરે તેવી શુભકામના.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે મિયાવાંકી ફોરેસ્ટમાં ૮૩૫૮ ચો.મી. જગ્યામાં જુદા જુદા ૬ બ્લોકમાં કુલ ૨૩૭૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આ મિયાવાંકી ફોરેસ્ટમાં પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.

“મિયાવાકી ફોરેસ્ટ”

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના નાગરિકો વિગેરે માટે શહેરના વિકાસ અને સ્થળ સ્થિતી ધ્યાને રાખી પોત પોતાના વિસ્તારોમાં હરવા ફરવા માટે નાના મોટા ૧૫૮ બગીચાઓ, વયશ્ક લોકોને ગોષ્ઠી માટેના “સિનિયર સિટીઝન પાર્ક” “ઓપન એર-જીમ” વોકિંગ ટ્રેક, બાળકોના બાલક્રિડાંગણ,ફિઝીકલ ફિટનેશના સાધનો વિગેરેની સુવિધાઓ આપવામાં આવે છે. અને શહેરના સમાંતરીત વિકાસની સાથોસાથ આ સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

શહેરનું પર્યાવરણ સુધરે, શહેર રહેવા લાયક બને તે માટે સ્થાનિકે ઉછેર પામતા બહુ વર્ષાયુ અને ઓછા નિભાવ ખર્ચ વાળા વૃક્ષોનું જે તે જગ્યાઓને અનુરૂપ વાવેતર કરવામાં આવે છે. વૃક્ષારોપણ કરી અને તેની નિયમિત જાળવણી નિભાવણી કરવામાં આવે છે. આ કામગીરીમાં બહોળા પ્રમાણમાં જનસહયોગ પણ પ્રાપ્ત થાય છે.

શહેરમાં તેમજ ભાગોળેના વિસ્તારમાં હરિયાળીનો મહતમ વ્યાપ વધે તેમજ શહેર પ્રાકૃતિક બને તેવા આશયથી શહેરના પશ્વિમ વિસ્તારના ન્યારીડેમ-૧,ના નિચાણ વાળા ભાગે રાજ્ય સરકાર તરફ્થી ફાળવવામાં આવેલ અંદાજીત ૧૯-હેકટર જમીન કે જે તદ્દન પથરાળ અને શુષ્ક પ્રકારની હોય, આ જમીનના વિસ્તારમાં વર્ષ ૨૦૦૬માં પ્રારંભિક તબ્બકે ઘનિષ્ઠ વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રારંભિક તબ્બકે આ જમીનને આરક્ષિત કરવાના હેતુસર કામગીરીઓ કરી તેમા બહુ વર્ષાયુ સદાહરિત વૃક્ષોનુ વાવેતર કરવામાં આવેલ છે.

આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે “ન્યુનત જગ્યાના મહતમ ઉપયોગ” કરી સ્થાનિકેના “ફ્લોરા & ફોન્ના” ના આરક્ષણ અને સવર્ધન-વિસ્તરણ માટે ન્યારી ડેમની આ શુષ્ક અને પથરાળ જગ્યામાં “જન સહયોગ થકી“ જાપાનીઝ ટેકનોલોજી મુજબથી “મિયાવાકી- થીમ” આધારીત ફોરેસ્ટ ઉભુ કરવાની પ્રાંરભિક તબ્બકે વર્ષ ૨૦૨૦માં અંદાજીત ૧ એકરની આ કામગીરીમાં જુદીજુદી જાતના વૃક્ષ,શ્રબ ક્ષુપ,લતાઓ વિગેરેની (૧૧૧) જાતના અંદાજીત ૯૫૦૦ પ્લાન્ટ્સના વાવેતર કરી અને કાયમી રૂપમાં જતન કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરીમાં લોક સહકારના રૂપમાં “સદ-ભાવના વૃધ્ધાશ્રમ- ટ્રસ્ટ” તરફ્થી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત આ વિસ્તારના અંદાજ ૨ એકર જેટલી ખાલી જગ્યાના પથરાળ ભાગોએ જુદી જુદી જાતના અંદાજીત ૨૬૦૦૦ વૃક્ષ,શ્રબ,ક્ષુપ,લત્તાઓ વિગેરે પ્રકારના પ્લાન્ટ્સ “મિયાવાકી થીમ“ આધારીત આ ફોરેસ્ટના ભાગે વાવેતર કરવામાં આવશે. જેના કારણે ભવિષ્યમાં પ્રાકૃતિક સંપદામાં વધારો થશે.

આ ઉપરાંત રાજકોટ અમદાવાદ- નેશનલ હાઇ -વે 8-B ને લાગુ આજી નદીના પશ્વિમકાંઠે, “ગ્રિન બેલ્ટ” હેતુની અંદાજીત ૧૫૩ એકર જમીન રાજ્ય સરકાર તરફ્થી રાજકોટ મહાનગરપાલિકાને ફાળવણી કરાયેલ આ જગ્યા પૈકીની ૪૭ એકર જમીનમાં “રામવન” વિકસીત કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરીનો શુભારંભ તા.૦૨/૦૮/૨૦૧૯ના રોજ ગુજરાત રાજ્યના મા.મુખ્ય મત્રી , વિજયભાઇ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવેલ છે.

આ જ્ગ્યાના ભુતલ ખુબજ પથરાળ અને સખત બંધારણના હોય, મહતમ પ્રમાણમાં માટી વિગેરે ઉમેરી ટોપોગ્રાફીને વિક્ષેપિત કર્યા વિના સ્થાનિકે વિકાસ પામતા અને યાયાવર પક્ષીઓની વિશેષ અનુકુલનતા ધરાવતા જુદી જુદી ૨૮ થી ૩૬ વિવિધ જાતના અંદાજીત ૬૦૦૦૦ થી વધુ સંખ્યામાં ઓછા નિભાવ ખર્ચ વાળા બહુ-વર્ષાયુ ટ્ર્રીઝ, શ્રબ્સ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ મેડિસિનલ -પ્લાન્ટ્સ વિગેરેનું જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવી રહ્યુ છે.

આ જગ્યાને વિકાસકિય તબ્બકે “રામવન” નામકરણ આપવાનું નક્કી થતા આ વિસ્તારમાં ભગવાન રામના વનવાસ દરમ્યાનના અંદાજીત્ ૧૪ જેટલા પ્રસંગોને પ્રતિકૃત કરવામાં આવશે. જે માટેની કામગીરી ચાલુ કરાયેલ છે.

આ “અર્બન ફોરેસ્ટ” “રામવન”ના વિસ્તારમાં વોટર –હાર્વેસ્ટીંગની કામગીરી કરવા માટે સ્થાનિકેના જમીનના ઉંડા ભાગો આવરીત કરી બોટીંગની સુવિધા પણ ઉભી કરવાનું આયોજન છે.

આ વિસ્તારને કાયમી જાળવણી અને વિકાસ કરવા માટે સ્થાનિકેના કાયમી રીતે વહી જતા “બિન પિવાલાયક પાણી”ના જથ્થાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ વિકસીત કરાતા “રામવન” ટૂક સમયમાં પ્રજાજોગ ઉપયોગમાં મુકવામાં આવે તે રીતે કામગીરીઓ ગતિમાં છે.

You Might Also Like

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જે.એમ. ફાઇનાન્સનો સેવાકીય નિર્ણય: ગુજરાત સરકાર અને જે.એમ.ફાઇનાન્સ વચ્ચે એમ.ઓ.યુ. થયા
Next Article વર્ષગાંઠના દિને મુખ્યમંત્રી દ્વારા રાજ્યવ્યાપી “સેવા સેતુ કાર્યક્રમ”ની છઠ્ઠી શ્રેણીનો રાજકોટ ખાતેથી શુભારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?