By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 hours ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
    2 hours ago
    મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
    2 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું
    2 hours ago
    આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા
    3 hours ago
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    5 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વર્ષગાંઠના દિને મુખ્યમંત્રી દ્વારા રાજ્યવ્યાપી “સેવા સેતુ કાર્યક્રમ”ની છઠ્ઠી શ્રેણીનો રાજકોટ ખાતેથી શુભારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વર્ષગાંઠના દિને મુખ્યમંત્રી દ્વારા રાજ્યવ્યાપી “સેવા સેતુ કાર્યક્રમ”ની છઠ્ઠી શ્રેણીનો રાજકોટ ખાતેથી શુભારંભ
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

વર્ષગાંઠના દિને મુખ્યમંત્રી દ્વારા રાજ્યવ્યાપી “સેવા સેતુ કાર્યક્રમ”ની છઠ્ઠી શ્રેણીનો રાજકોટ ખાતેથી શુભારંભ

Khaskhabar Editor
Last updated: 2021/08/03 at 5:22 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

પાંચ વર્ષની ઉજવણી નથી, સેવાયજ્ઞ છે.

Ø  જનભાગીદારીનો આધાર અને ઈમાનદારીના કર્તુત્વના પદચિન્હો પર રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
Ø  પારદર્શકતાના આધાર પર ભ્રષ્ટાચારને દૂર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ
Ø  રાજ્યની પ્રગતિના કેન્દ્રમાં સદાય નાના માણસો રહ્યા છે.
Ø  બ્રોડબેન્ડ કનેકટીવિટી અને ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવીને રાજ્ય સરકારે ગામડાઓને વિકાસ સાથે જોડ્યા છે.
Ø  તંત્રને સંવેદનશીલ બનાવીને લોકોનો વિશ્વાસ વધારવાની રાજ્ય સરકારની નેમ

મુખ્યમંત્રીના હસ્તે ” એક વાલી યોજના” અને ” ગંગાસ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના”નો શુભારંભ : કોરોનામા અનાથ બનેલા બાળકોને વાર્ષિક રૂપિયા ૫૦ હજારની સહાય કરનાર જે. એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન સાથે સમાજ સુરક્ષા વિભાગના એમ.ઓ.યુ. કરાયા

Contents
પાંચ વર્ષની ઉજવણી નથી, સેવાયજ્ઞ છે.Ø  જનભાગીદારીનો આધાર અને ઈમાનદારીના કર્તુત્વના પદચિન્હો પર રાજ્ય સરકાર આગળ વધી રહી છે.Ø  પારદર્શકતાના આધાર પર ભ્રષ્ટાચારને દૂર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધØ  રાજ્યની પ્રગતિના કેન્દ્રમાં સદાય નાના માણસો રહ્યા છે.Ø  બ્રોડબેન્ડ કનેકટીવિટી અને ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવીને રાજ્ય સરકારે ગામડાઓને વિકાસ સાથે જોડ્યા છે.Ø  તંત્રને સંવેદનશીલ બનાવીને લોકોનો વિશ્વાસ વધારવાની રાજ્ય સરકારની નેમ

મુખ્યમંત્રીના હસ્તે મહાનગરપાલિકાના સીટીઝન પોર્ટલનો શુભારંભ : “સેવા સેતુ  કાર્યક્રમ”ના વિવિધ લાભાર્થીઓને રૂપિયા ૪.૭૫ કરોડની સાધન સહાયનું વિતરણ

- Advertisement -

રાજકોટ, તા. ૨, ઓગસ્ટ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષની પૂર્ણતાના પ્રસંગે યોજાનાર રાજ્યવ્યાપી “સેવા સેતુ કાર્યક્રમ”ની છઠ્ઠી શ્રેણીનો મુખ્યમંત્રી એ પોતાની વર્ષગાંઠના દિવસે રાજકોટ ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણીએ કૃતજ્ઞ ભાવે જણાવ્યું હતું કે, નવ દિવસ સુધી યોજાનારા કાર્યક્રમો એ પાંચ વર્ષની ઉજવણી નથી. પરંતુ રાજ્ય સરકારે આદરેલો સેવાયજ્ઞ છે, જેમાં સરકારે શિક્ષણ, વહીવટી સુવિધા, અનાજ વિતરણ, ખેડૂતો, સખીમંડળો, આદિવાસીઓ વગેરેને સામેલ કર્યા છે. કોરોનાના કપરા કાળમાં પણ રાજ્ય સરકારે ૧૬,૦૦૦ કરોડના વિકાસકામો પ્રજાને અર્પણ કર્યા છે, તેમ મુખ્યમંત્રી એ સગૌરવ ઉમેર્યું હતું.

રાજ્યની પાંચ વર્ષની પ્રગતિનું આલેખન કરતા મુખ્યમંત્રી એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જનભાગીદારીનો આધાર અને ઈમાનદારીના કતૃત્વના પદચિન્હો પર રાજ્ય સરકાર મક્કમ ગતિએ આગળ વધી રહી છે, અને નિર્ણાયકતા-સંવેદનશીલતા-પ્રગતિશીલતા-પારદર્શિતાના પાયા પર સરકાર પોતાની ભૂમિકા સહૃદયતાથી નિભાવશે જ, તેવી હું ખાતરી આપું છું.

- Advertisement -

ભ્રષ્ટાચારને દૂર કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું કે, પારદર્શકતાના આધાર પર ભ્રષ્ટાચારને દુર કરવા રાજ્ય સરકાર સંખ્યાબંધ નિર્ણયો લઈ રહી છે. જેને પ્રચંડ જનસમર્થન સાંપડી રહ્યું છે. રાજ્યને વિકાસનું રોલ મોડેલ બનાવવાની સાથે સમૃધ્ધિ તથા પ્રગતિના પથ પર અગ્રેસર બનાવવા માટે રાજ્યના નાગરિકોની ચેતનાને જગાડવા માટે રાજ્ય સરકાર સદા પ્રયત્નશીલ રહી છે.

રાજ્યના નાના માણસો પ્રત્યે પોતાની સંવેદના દર્શાવતા મુખ્યમંત્રી એ કહ્યું હતું કે રાજ્યની પ્રગતિના કેન્દ્રમાં સદાય નાના માણસો જ રહ્યા છે, તથા તેમને અનુલક્ષીને જ વિવિધ યોજનાઓનું અમલીકરણ કરાઇ રહ્યું છે. ગ્રામ્ય તથા છેવાડાના વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકારે બ્રોડબેન્ડ કનેકટીવિટી તથા ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવીને ગામડાઓને મુખ્ય પ્રવાહ તથા તેના વિકાસ સાથે જોડ્યા છે, એમ પણ મુખ્યમંત્રી એ આંકડાકીય વિગતો સાથે જણાવ્યું હતું.

રાજ્યના સમગ્ર વહીવટી તંત્ર પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધે તે માટે રાજ્ય સરકારે વહીવટીતંત્રને સંવેદનશીલ તથા લોકાભિમુખ બનાવવાના પ્રયત્નોની પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છણાવટ કરી હતી અને નાગરિકોના સહકારની અપેક્ષા ઉચ્ચારી હતી.

વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવનાર તમામ પ્રત્યે મુખ્યમંત્રી એ આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.

મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં સમાજ સુરક્ષા વિભાગ અને જે. એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેંન્ડીંગ કરાયા હતા. આ એમ.ઓ.યુ. અંતર્ગત કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર પ્રત્યેક બાળકને જે. એમ. ફાઉન્ડેશન વાર્ષિક રૂપિયા ૫૦ હજાર સુધીની શિક્ષણ ફી બાળકની શાળામાં સીધી જમા કરાવશે. જે.એમ. ફાઉન્ડેશનના આ સ્તુત્ય અભિગમને મુખ્યમંત્રી એ બિરદાવ્યો હતો.

મુખ્યમંત્રી એ રિમોટ કન્ટ્રોલથી મુખ્યમંત્રી બાલ સેવા અંતર્ગત ‘‘એક વાલી યોજના’’ તથા “ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના”, રાજકોટ મહાનગરપાલિકાના સીટીઝન પોર્ટલ” અને પરિવહન સરળતા એપનો શુભારંભ કરાવ્યા હતો.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે કોરોના કાળમાં  માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકારે અમલી બનાવેલી “મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના” ની ટૂંકી વિગતો આપી હતી અને ઉમેર્યું હતું કે આ યોજના આવતી કાલના નાગરિક સમા બાળકોના ભવિષ્ય માટે રાજ્ય સરકારે સેવેલી ચિંતાનું પ્રતિબિંબ છે.

૧ થી ૯ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો થકી નાગરિકોને  રાજ્ય સરકારની સંવેદના, સાંસ્કૃતિક મૂલ્ય અને સ્વર્ણિમ ભવિષ્યની પ્રતીતિ થઈ છે. કોરોનાને લીધે વાલીનું છત્ર ગુમાવનાર બાળકોના શિક્ષણની ફી સ્કૂલમાં જમા કરાવવાનો પ્રારંભ કરનાર જે.એમ. ફાઈનાન્સિયલ ફાઉન્ડેશનના સંચાલકોનો મંત્રી ઈશ્વરભાઈ પરમારે અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. અને કોરોના અસરગ્રસ્તો પ્રત્યે તેમણે દાખવેલી સંવેદના રાજ્યના વિકાસમાં આમૂલ પરિવર્તન આણનારી બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” , “એક વાલી યોજના” અને “ગંગાસ્વરૂપ મહિલા પુન:લગ્ન આર્થિક સહાય યોજના” ની વિગતો રજૂ કરતી ડોક્યુમેન્ટ્રીનું પ્રસારણ કરાયું હતું. મુખ્યમંત્રી સહિતના આમંત્રીતોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ મુખ્યમંત્રી રૂપાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી, અને પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટને પ્રદાન કરેલા વિકાસલક્ષી પ્રકલ્પો બદલ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં મેયર ડોક્ટર પ્રદીપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મુખ્ય  સચિવ અનિલ મુકીમ,  અગ્રસચિવ કે. કૈલાશનાથન, સચિવ સુનયના તોમર અને કે.કે.નીરાલા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી,  મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. પટેલ, અધિક કલેક્ટર એન.આર. ધાધલ, અને એન. એફ. ચૌધરી,  પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ,  સિદ્ધાર્થ ગઢવી અને વીરેન્દ્ર દેસાઈ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મીત્સુબેન વ્યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, અગ્રણી મતિ અંજલીબેન રૂપાણી,  કમલેશ મિરાણી અને નીતિન ભારદ્વાજ, સેવા સેતુ કાર્યક્રમની વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ

129 વર્ષ જૂની ‘ગરુડની ગરબી’માં બાળાઓના પ્રાચીન રાસ સાથે પરંપરાગત ગરબાની રમઝટ

ગુજરાતના નવનિયુક્ત સહસંગઠન મંત્રી અરુણજી બિનાડીએ વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાની મુલાકાત લીધી

જગદંબા સ્વરૂપ દીકરીઓના કુમકુમ પગલાં સાથે સહિયર કલબના રાસોત્સવનો ભવ્ય પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટ મુખ્યમંત્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું.
Next Article ‘‘ગ્રીન રાજકોટ’’ના સ્વપ્નને સાકાર કરવા પોતાના જન્મ દિવસે વૃક્ષારોપણ દ્વારા “મિયાવાંકી ફોરેસ્ટ” રાજકોટ શહેરીજનોને અર્પણ કરતા મુખ્યમંત્રી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
મણિપુર ફરી ભડકે બળ્યું
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ
કલાક-બે કલાક રૂમ ભાડે આપતી હોટલો પર તવાઈનો આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

129 વર્ષ જૂની ‘ગરુડની ગરબી’માં બાળાઓના પ્રાચીન રાસ સાથે પરંપરાગત ગરબાની રમઝટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?