બળજબરીનો વિડીયો ઉતારી પતિને મોકલવાનું કહી હોટલમાં લઈ જઈ કુકર્મ કર્યું
સંબંધની જાણ થઈ જતાં પતિએ છૂટાછેડાનું કહ્યું, દુષ્કર્મીએ લગ્નની ના પાડી દેતા નોંધાવી ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના મવડી વિસ્તારમાં બેકરીનો વ્યવસાય કરતા શખ્સે મહિલાને પ્રેમજાળમાં ફસાવી મહિલાનો પતિ ન હોય ત્યારે ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો ઉતારી લઇ બ્લેકમેઇલ કરી અનેક વખત શારીરિક બળજબરી આચરી હતી.
રાજકોટમાં રહેતી 39 વર્ષીય મહિલાએ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વીરહનુમંત ટાઉનશિપમાં રહેતા અને સ્વામિનારાયણ ચોકમાં બેકરી ચલાવતા કરણ વિમલેશ પટેલ સામે મહિલા પોલીસમાં દુષ્કર્મ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા વર્ષ 2020માં તેના પતિનો જન્મદિવસ હતો ત્યારે સ્વામિનારાયણ ચોકમાં પતિના ધંધા સ્થળે જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યારે આસપાસના વિસ્તારના કેટલાક ધંધાર્થી આવ્યા હતા અને કરણ પટેલ પણ આવ્યો હોય તેની સાથે પરિચય થયો હતો કરણ પટેલે ધંધાના કામનું બહાનું આપી મહિલાનો મોબાઇલ નંબર લઇ લીધો હતો અને બાદમાં વાંરવાર ધંધાના કામે મહિલાને પોતાની બેકરીએ બોલાવતો હતો, એક દિવસ મહિલાનો પતિ બહારગામ ગયો હતો અને ઘરનો દરવાજો ખુલ્લો હોય કરણ પટેલ ઘરમાં ઘૂસી ગયો હતો અને મહિલાને ધક્કો મારી સેટી પર પછાડી દઇ બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યા હતા અને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો, આ વીડિયો તારા પતિને બતાવી દઇશ તેમ કહી મહિલા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો અને એમ પણ કહેતો કે, જો તારા પતિને જાણ થઇ જશે તો તારી સાથે લગ્ન કરી લઇશ, આવી લાલચ આપ્યા બાદ શહેરની અલગ અલગ બે હોટેલમાં પણ લઇ ગયો હતો તાજેતરમાં મહિલાનો પતિ પરિક્રમા કરવા ગયો હતો ત્યારે કરણ પટેલે મહિલાને ફોન કરી તેની દુકાને બોલાવી દુષ્કર્મ આચર્યું હતું, પરિક્રમા પૂરી કરીને આવેલા પતિને પત્નીના કરણ પટેલ સાથેના સંબંધની જાણ થતાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી અને પતિએ છૂટાછેડા આપી દેવાનું કહેતા મહિલાએ કરણ પટેલને ફોન કરીને જાણ કરી પોતાની સાથે લગ્ન કરી લેવાનું કહેતા કરણે લગ્ન કરવાની ના કહી દીધી હતી. જોકે મૈત્રી કરાર કરી રહેવાનો પ્રસ્તાવ મુક્યો હતો જે મહિલાએ ઠુકરાવી દીધો હતો.
- Advertisement -
પોલીસે મહિલાની ફરિયાદ પરથી કરણ પટેલ સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.



