By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    10 hours ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    1 day ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    10 hours ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    10 hours ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    10 hours ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    1 day ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્પર્શથી પરે કરતી ટચ ટેકનોલોજી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સ્પર્શથી પરે કરતી ટચ ટેકનોલોજી
Author

સ્પર્શથી પરે કરતી ટચ ટેકનોલોજી

Khaskhabar Editor
Last updated: 2024/11/23 at 4:49 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

મનના ભાવ પ્રદર્શિત કરવા માટે ઈમોજી, સ્ટીકર તથા આર્ટિફિશિયલ ફોટોગ્રાફનો સહારો લેવામાં આવે છે, પોતાની સ્ટોરી પર રડતો ઈમોજી મૂકનાર વ્યક્તિ ખરેખર વાસ્તવિકતામાં ઉદાસ છે ?

- Advertisement -

આજ નો માનવી માનવીય ક્ષમતા કરતા મશીનની ટેકનોલોજી ઉપર વધારે વિશ્વાસ દાખવતો થયો છે. આપણે બધા વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવીએ છીએ. બધી સુવિધા સ્પર્શ જેટલા જ અંતરથી ! કશું શોધવું છે, ક્યાં જવું છે, કંઈક શીખવું છે, કોઈને મળવું છે ? બસ બધું જ એક ‘ટચ’થી ઉપલબ્ધ થઈ જાય છે. ખરા અર્થમાં જોઈએ તો મોબાઈલ એ ખરેખર દુનિયાને મુઠ્ઠીમાં કરી દીધી છે. બસ એક સંવેદના ને છોડીને! આપણે ટચની ટેકનોલોજીને તો શીખી ગયા, પરંતુ સ્પર્શની સંવેદનાને ભૂલતા થઈ ગયા હોય તેવી બનાવટી દુનિયામાં જીવીએ છીએ. આજે લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ પર ના સોશિયલ મીડિયા સાથે સંપર્ક ધરાવતી હશે. એન્ડ્રોઇડ ફોન આવ્યા પહેલા સોશિયલ મીડિયા કે વર્ચ્યુઅલ વર્લ્ડનું અસ્તિત્વ ન હતું. પરંતુ થોડાક જ વર્ષોનાં આ સમયગાળામાં સમાજના માળખામાં જે પરિવર્તનો આવ્યા છે. તેમાંથી ઘણા ખરાં સબંધોનાં પરિવર્તનો આ સોશિયલ મીડિયાને આભારી કહી શકાય. મનુષ્ય જીવનનું મૂળ તત્વ એટલે લાગણી, સંબંધો અને સમાજ વ્યવસ્થા… માનવી એકલો રહી ને લાંબો સમય જીવન જીવી શકતો નથી. તેને જીવન જીવવા માટે સમૂહની, સમાજની, અને મિત્રોની જરૂર પડે છે. આપણા તહેવારો, આપણા સામાજિક રીત-રિવાજો, તેનાં જ ઉદાહરણ સમાન છે. પરંતું હાલની પરિસ્થિતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે વ્યક્તિ જાહેરમાં હોવા છતાં પણ એકલો પડતો જાય છે, સમૂહમાં હોવા છતાં પણ તેની સંવેદનાઓ શૂન્યાવકાશ માં ગરકાવ થયેલી જોવા મળે છે. આપણે સોશિયલ મીડિયાને આપણું વ્યસન બનાવી દીધું છે એમ કહું તો અતિશયોકતી નહિ થાય ..! ખરા અર્થમાં સોશિયલ મીડિયાએ એક દેખાવ ની દુનિયા છે. અહીંયા લોકો પોતાના ઘર-કુટુંબ અને અંગત મિત્રો ને છોડી દૂર વસતા અજાણ્યા વ્યક્તિની વાહ વાહીમા રહેતા હોય છે. લાઈક અને કોમેન્ટ ઉપર વ્યક્તિની મનોદશા આધારિત બની ગઈ છે.

મનના ભાવ પ્રદર્શિત કરવા માટે ઈમોજી, સ્ટીકર તથા આર્ટિફિશિયલ ફોટોગ્રાફનો સહારો લેવામાં આવે છે. પોતાની સ્ટોરી પર રડતો ઈમોજી મૂકનાર વ્યક્તિ ખરેખર વાસ્તવિકતામાં ઉદાસ છે ? અથવા રેસ્ટોરેન્ટમાં કુટુંબ સાથે જમવા ગયાનો ફોટોગ્રાફ મૂકનાર વ્યક્તિ વાસ્તવિક જીવનમાં શું પોતાના કુટુંબીજનોની એટલો નજીક છે ? એ આ દેખાવ ની દુનીયાથી જાણી શકાતું નથી.સમજવામાં સ્માર્ટ દેખાતી આ એક ભ્રમણાની દુનિયા છે. જેમાં કેટલાંક લોકો પોતાની સંવેદનાઓનો વેપાર કરે છે તો કેટલાક લોકો એ સંવેદનાઓથી પોતાના જીવનમાં રહેલો ખાલીપો દુર કરે છે. ઋફભયબજ્ઞજ્ઞસ શક્ષતફિંલફિળ કે ૂવફતિંફાામાં હજારો કોન્ટેક લાઈવ હોવા છતાં વ્યક્તિ અંગત જીવનમાં એકલો પડતો જાય છે. એક સમય સુધી આ સંબંધો મનને આકર્ષે છે અને તેમાંથી સમય પસાર કરવા અથવા પોતાની લાગણીને અભિવ્યકત કરવા તેનો ઉપયોગ પણ કરાય છે. પરંતુ એકાંતે એ જ્યારે વ્યક્તિ રડે છે ત્યારે પ્રત્યક્ષ ખંભાની જરૂર પડે છે, કે જીવનમાં આવેલી ખુશીને વેચવા વાસ્તવિક જીવનમાં વાઇ-ફાઇ આપી શકે એવા એક મિત્રની જરૂર પડે છે. ત્યારે તે સ્થાન ખાલી જણાય છે અને વ્યક્તિ હતાશામાં ડુબી થઈ જાય છે, મનોરોગી બની જાય છે. ખાસ કરીને આ સમસ્યા બાળકો અને યુવાનોમાં વધારે પડતી જોવા મળે છે. ઉંમરની અપરિપક્વતા અને અનુભવ ની ઉણપ…વ્યક્તિની સાચી ઓળખ મેળવવામાં અસમર્થ બને છે. ઘણી વખત લાગણીના આવેશમાં પસંદ કરેલી વ્યક્તિ દ્વારા અસ્વીકાર, અનાદર, કે જાકારો દેવામાં આવે ત્યારે ખૂબ જ ‘નજીક ’માની લીધેલા એ દૂરનો સબંધએ વ્યક્તિના જીવનમાંથી જીવંતતાને દૂર કરી દેતો હોય છે.ઓનલાઇન મીડિયા એક એવું માધ્યમ છે કે જ્યાં બહુ જ સરળતાથી અને બહુ જ રૂપકડી રીતે દરેક બાબતની પ્રસ્તુતિ કરવામાં આવે છે. લોકો બીજાના ફોટોગ્રાફ અથવા બીજા ની પોસ્ટ જોઈ પોતાના જીવનમાં રહેલી નકારાત્મકતાને દોષ આપે છે. ક્યારેક કોઈ પણ કારણસર કોઈ આત્મીય સ્વજનને મોકલેલા મેસેજનો જવાબ લેટ અપાય અથવા ન અપાય ત્યારે એવી અનુભૂતિ થાય છે કે, જાણે સંબંધોનું જીવંત તત્વ ખૂટી રહ્યું છે. જ્યારે હકીકત કંઇક જુદી જ હોય છે. વાસ્તવિક જીવનમાં સંબંધોમાં સમજણ ભર્યો સાથ દરેક સંબંધની જવાબદારી બનતી હોય છે.

એ સંબંધને સાચવવો તેની ગરિમા જાળવવી એ પ્રત્યક્ષ સ્વજનો જે રીતે પુર્ણ સમર્પણથી નીભાવી શકે એવું સોશિયલ મીડિયાના સંપર્કમાં બનતું નથી. ક્યારેક કોઈ બે વ્યક્તિ વચ્ચે બનેલો અણબનાવ કે થયેલું બ્રેકઅપ મીડિયાના મેસેજ દ્વારા વહેતું કરવામાં આવે છે, અને લોકો પોતાની ખરી ઓળખ કે સાચા સંબંધમાં મળેલો દગો પચાવી ન શકતા નિરાશાનો ભોગ બને છે અને કોઈ તો આત્મ હત્યા કરી મૃત્યુને પણ વ્હાલું કરતું હોય તેવા કિસ્સાઓ અહીં છાશવારે જોવા મળે છે.અહીંયા કહેવાનો અર્થ એવો નથી કે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરતી દરેક વ્યક્તિ વાસ્તવિક જીવનમાં અયોગ્ય અથવા ચાલબાજ જ હોય..! પરંતુ આ વિશાળ સોશિયલ મીડિયા માંથી સત્યતાની શોધ અને સાચો માનવીય સંબંધનું મળવું એટલે “કોલસાની ખાણમાંથી હીરો શોધવા”જેટલું અઘરું કામ કહી શકાય. અહીંયાં લોકો “રોબોટિક રિલેશનશિપ” જીવતા હોય છે રોબોટિક રિલેશનશિપ એટલે કે સામેની વ્યક્તિને જે રીતે ગમે તે રીતનું વર્તન કરવાનું ! આ માનવીય સંવેદનાની ખૂબ જ હિણપત ભરેલી રમત ગણી શકાય..! દરેક વ્યક્તિ પોતાની લાગણીનો સ્વીકાર ઈચ્છે છે. દરેક માનવ મન સંવેદનાના પડઘાને આવકારે છે…

- Advertisement -

પણ એ લાગણી એ સંવેદના સત્ય હોવી જોઇએ બનાવટી નહિ.મીડિયા પર દેખાતા દરેક ચહેરા” માસ્ક ધારી” છે. એટલે કે વાસ્તવિક જીવનથી જોજનો દૂર. આ માસ્ક આ મુખવટા પાછળ વ્યક્તિની સાચી ઓળખ હંમેશા છુપાયેલી રહે છે. કારણ માસ્કમાં કરચલીઓ નથી પડતી, માસ્ક ચહેરાના હાવ ભાવ ને કે હાસ્ય માં છુપાયેલા કપટને પ્રગટ કરતું નથી, વ્યક્તિના ગમા-અણગમા કે મન ના ભાવને જાહેર થવા નથી દેતું. તેના સુખ-દુ:ખ, આંસુ- હાસ્ય, સામાજિક, આંતરિક, અને માનસિક પરિસ્થિતિ ઘણી બધી બાબતો અહીં સ્પષ્ટ થઈ શકતી નથી. ઠવફતિંફાાના માલિક ષફક્ષ સજ્ઞીક્ષ ફક્ષમ ઇશિફક્ષ અભજ્ઞિંક્ષ તથા રફભયબજ્ઞજ્ઞસ ના પ્રણેતા ખફસિ ણીભસયબિયલિ પણ એ સત્યને સ્વીકારે છે કે સોશિયલ મીડિયા પર મળતા લોકો વાસ્તવિક જીવનના સંબંધોની બરાબરી નથી કરી શકતા. ઇમેઇલ કે મિડિયા દ્વારા થતી ચર્ચા વિચારણા કે યુક્તિ પ્રયુક્તિઓની આપ- લે જેટલી વાસ્તવિક જીવનમાં બે વ્યકિત ટેબલ પર સામસામે બેસીને કરી શકે કેટલી અર્થપુર્ણ અહીં શક્ય બનતી નથી. ખરા અર્થમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ તો આ માધ્યમ વિચારોના આદાન-પ્રદાન માટેનું તથા મનોરંજન માટેનું ઉત્તમ માધ્યમ ગણી શકાય! પરંતુ શરત બસ એટલી જ છે કે અહીં મુકવામાં આવતા દરેક વ્યક્તિના વિચારોને તે વ્યકિતનું સત્ય ન માનવું. અહીંયા પીરસવામાં આવતા લાગણીસભર સંબંધો અને શબ્દોના અલંકાર ને હકીકત ન માનવા. આપણે જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ ત્યારે મેનુમાં બતાવેલી દરેક વાનગીઓનો ટેસ્ટ નથી કરતા કે બધી જ વાનગીઓનો ઓર્ડર નથી કરતા. બસ એવી જ રીતે મીડિયા પર મુકેલો દરેેકે દરેક વિચાર, મંતવ્ય કે ભાવાનુભૂતી માત્ર વાંચન માટે છે, અનુભૂતી માટે નહિ … એ યાદ રાખવું.

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

TAGGED: touch technology
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિદ્યાર્થીઓના વિઝા વિશે વધુ
Next Article રાજકોટમાં બેકરીના ધંધાર્થીએ પાડોશી વેપારીની પત્નીને ફસાવી આચર્યું દુષ્કર્મ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?