નગરજનોનો વર્ચ્યુઅલ લોકદરબારમાં જોડાવા બદલ આભાર માનતા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી
રાજકોટ મહાનગરપાલિકા પાલિકાના વિરોધપક્ષના નેતા મતી ભાનુબેન સોરાણી દ્વારા રાજકોટ શહેરના નાગરિકોના લોકપ્રશ્નો અને ફરિયાદો જુલાઈ માસના દર ગુરુવારે વર્ચ્યુઅલ લોકદરબાર યોજી રાજકોટ શહેરની પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે કાર્ય કરી રહ્યા છે જેમાં આજરોજ તા.૨૯/૦૭/૨૦૨૧ના ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પાંચમો વર્ચ્યુઅલ લોકદરબાર યોજાયો હતો આ લોકદરબારને રાજકોટ શહેરના નાગરિકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને રાજકોટ શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ફક્ત ૩૦ મિનીટમાં જ અલગ અલગ પ્રકારની ૩૬ ફરિયાદો નોંધાવી હતી.
આ ફરિયાદોમાં મુખ્યત્વે રોડ રસ્તામાં ખાડા બુરવા, ચરેડા બુરવા, રોડ નવો બનાવવા, વેક્સીનનો સ્ટોક નથી મળતો, પીવાનું પાણી ગંદુ આવતું હોવાની, સાફ સફાઈની ફરિયાદો વધુ પ્રમાણમાં નોંધાઈ છે તેમજ વરસાદી પાણી ભરાવા, ગાર્ડન બનાવવા , ટ્રાફિક સમસ્યા સહિતની અલગ અલગ પ્રકારની કુલ ૩૬ ફરિયાદો રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા મતી ભાનુબેન સોરાણીના વર્ચ્યુઅલ લોકદરબારમાં નોંધાઈ છે.
- Advertisement -
તેમજ તા.૦૧/૦૭/૨૦૨૧ થી ૨૯/૦૭/૨૦૨૧ સુધીના પાંચ લોકદરબારમાં આજ સુધી કુલ ૧૩૫ ફરિયાદો મળી છે અને જે ફરિયાદોનો સત્વરે ઉકેલ લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નરને રજુઅતો કરેલ છે જેમાં તા.૨૨/૦૭/૨૦૨૧ સુધીના લોકદરબારો યોજાયા છે તેમાંથી ૮૦% ફરિયાદોનો સફળતાપૂર્વક લોકપ્રશ્નો હલ કરવામાં આવ્યા છે તેવું મતી ભાનુબેન સોરાણી એ જણાવ્યું છે.
વધુમાં ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે રાજકોટ શહેરના નગરજનો અમોને http://bit.ly/CLP_RMC ઓનલાઈન ડેસ્ક ઉપર ફરિયાદો-લોકપ્રશ્નો નોંધાવે તેવી જાહેરજનતાને અપીલ કરી છે, તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.