સરકારી ખરાબામાંથી 1000 લિટર આથો કિંમત રૂ.25000નો જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
- Advertisement -
થાનગઢ પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે નળખંભાથી ખાખરાથળ ગામ તરફ જવાના માર્ગે કાચા રસ્તાની બાજુમાં સરકારી ખરાબાની જગ્યા પર દેશી દારૂ બનાવવા માટેનો આથો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરી એક હજાર લિટર દેશી દારૂ બનાવવાનો આથી કિંમત 25000/- રૂપિયાનો મળી આવતા પોલીસે પ્રાથમિક તપાસમાં આથો મહેશ બેચરભાઈ સરલાનો હોવાનું માલૂમ પાડતાં હાહર નહિ મળી આવેલ મહેશ સરલા વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



