રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયો પૈકી આજી -૧ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૨૭૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૬.૭૦ ફૂટ અને વધારો ૦.૪૩ ફુટ, આજી – ૩ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૧૩૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૨૬.૭૦ ફૂટ તથા ૦.૨૬ ફુટનો વધારો, ન્યારી -૧ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૧૦૭ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૮.૪૦ ફૂટ તથા ૦.૧૬ ફુટનો વધારો તથા છાપરવાડી -૨માં મોસમનો કુલ વરસાદ ૧૪૮ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૫.૭૦ ફૂટ જયારે ૦૩૩ ફુટનો વધારો નોંધાયો છે. રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાસ ૩૪.૧૨ % પાણી પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.
સાર્વત્રીક વરસાદના પગલે રાજકોટ જિલ્લાના જળાશયોમાં થયેલી નવાનીરની આવક
You Might Also Like
Follow US
Find US on Social Medias


