સંજય, નવઘણ, પેડો, વિશાલ સહિતના માથાભારે બુટલેગરોની ભઠ્ઠી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પાણીની માફક સામાન્ય રીતે દારૂ વેચાણ થતો નજરે પડે છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે પણ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીના લીધે અહીંનું યુવાધન બરબાદીના પંથે જઈ રહ્યું હોવાનું ગ્રામજનો જમાવી રહ્યા છે. ભરાડા ગામે માથાભારે બૂટલેગરો સામે ગ્રામજનો પણ ત્રસ્ત થયા છે જેના લીધે આ અસમાજિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવવો ખુબજ કઠીન બન્યો છે. બૂટલેગરો ઝનૂની સ્વભાવના અને માથાભારે હોવાથી એક ગ્રામજન દ્વારા પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે જણાવ્યું હતું કે ” ભરાડા ગામની સીમમાં ઠેર ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, દરરોજ 100 લિટરથી પણ વધુ દેશી દારૂ ધૃમઠ ગામે બાઈક પર પહોચાડે છે. આ દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા નવઘણ, સંજય, વિશાલ અને પેડો નામના બૂટલેગરો દારૂની ભઠ્ઠી સાથે ગામમાં દેશી દારૂનું વેચાણ પણ કરે છે જેના લીધે ગામનું યુવાધન બરબાદીના પંથે જોવા મળે છે ત્યારે માથાભારે બુટલેગરોના ડરને લીધે કોઈ ફરિયાદ કરવા પણ જતું નથી જેથી ખાનગી રીતે સ્થાનિક પોલીસ તપાસ કરી બૂટલેગરો વિરૂદ્ધ કાર્યવાહી કરે તેવી સ્થાનિક ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.



