ભવનાથની હોટલ ખાતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ ખાતેની આસોપાલવ હોટલ ખાતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ અને નિવાસી અધિક કલેકટર એન.એફ.ચૌધરીની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ શાબ્દિક સ્વાગત કરતા વિકાસ સપ્તાહની ઉજવણીની પૂર્વભૂમિકા આપી હતી
- Advertisement -
આ સંસ્કૃતિ કાર્યક્રમમાં ગણેશ વંદના સાથેનું શાસ્ત્રીય નૃત્ય, પ્રાચીન ગરબા, પ્રસિદ્ધ મણીયારો રાસ સહિતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમના અંતે પ્રાંત યુવા વિકાસ અધિકારી હિતેશ ડાંગરે આભાર વિધિ કરી હતી આ પ્રસંગે પ્રાંત યુવા વિકાસ અધિકારી ઉપેન્દ્ર રાઠોડ સહિતના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે સંભાળ્યું હતું.