13 ધંધાર્થીઓને લાયસન્સ બાતે સૂચના, 5 સ્થળેથી ફૂડના નમૂના લેવાયા
‘નજરાના બેકરી’માંથી પફ બનાવવા માટેનો 55 કિ.ગ્રા. બટાકાનો અખાદ્ય માવો મળ્યો, નાશ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નેપલ્સ ફૂડઝ, બ્લોક નં.188, પૃથ્વી એસ્ટેટ, 2-ચંદ્ર પાર્ક, બિગ બજારની બાજુમાં, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “”JALAPENO CHEESE (LOOSE)””નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટની હાજરી વધુ આવતા તેમજ તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ’ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જંગલેશ્વર મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ “નજરાના બેકરી” પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ પફ બનાવવા માટેનો બટાકાનો માવો વાસી અખાદ્ય માલૂમ પડતા તેનો અંદાજિત -55 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ફૂડ રજીસ્ટ્રેશનને બદલે લાઇસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શાસ્ત્રી મેદાન સામે હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 13 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
(01)ક્રિષ્ના ઘૂઘરા (02)વિશાલ ઘૂઘરા (03) પપ્પુ ઘૂઘરા (04)સિતારામ છોલે કુલચે (05)ક્રિષ્નાભાઈ છોલે કુલચે -(06)જાની મદ્રાસ કાફે (07)ભૂરાભાઈ ભૂંગળા બટેટાવાળા (08)ભૂરાભાઈ રગડાવાળા (09)જય માતાજી છોલે ભટુરે -(10)બોમ્બે વડાપાઉં (11)શિવ કોન (12)શિવશક્તિ મદ્રાસ કાફે (13)રોયલ હોટડોગને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જયારે (14)સંતોષ નાસ્તા હાઉસ (15)લલિતભાઈ ચાટ ભંડાર (16)મોમાઈ છોલે ભટુરે (17)શક્તિ કૃપા દાળપકવાન (18)અક્ષર આલુપૂરી (19)જય શંકર દાળપકવાન (20)રામભાઈ રગડાવાળાની ચકાસણી કરવામાં આવી છે. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 5 સ્થળેથી ફૂડના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં (1) પનીર (લુઝ): સ્થળ- સમૃદ્ધ ડેરી ફાર્મ, પંચવટી મેઇન રોડ, લક્ષ્મીનગર ચોક, રાજકોટ (2) થાબડી (લુઝ): સ્થળ- શ્યામ ડેરી ફાર્મ, બાલાજી હોલ પાસે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ (3) કેસર પેંડા (લુઝ): સ્થળ- જી.જી.એમ. સ્વીટ્સ નમકીન, મંગલમ પાર્ક મેઇન રોડ, મવડી, રાજકોટ (4) પનીર (લુઝ): સ્થળ- રાધેક્રિષ્ના ડેરી ફાર્મ, સોરઠિયા પરિવાર વાડી પાસે, મવડી, રાજકોટ (5) કોપરા-બરફી ના લાડુ (લુઝ): સ્થળ- ગોકુલ ડેરી ફાર્મ, નંદનવન 2, કૈલાશ પાર્ક-1, મવડી, રાજકોટનો સમાવેશ થાય છે.