By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    2 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    2 days ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    3 days ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    7 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    13 seconds ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    2 hours ago
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    2 days ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    2 days ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    4 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    6 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી માર્લેના કોણ છે, જાણો તેના વિશે વિગતવાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી માર્લેના કોણ છે, જાણો તેના વિશે વિગતવાર
ખાસ-ખબરરાષ્ટ્રીય

દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી માર્લેના કોણ છે, જાણો તેના વિશે વિગતવાર

Khaskhabar Editor
Last updated: 2024/09/17 at 3:07 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

હવે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. આજે આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે ચાલો જાણીએ કોણ છે દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી માર્લેના.

કોણ છે આતિશી માર્લેના

- Advertisement -

આતિશીનો જન્મ દિલ્હીમાં પ્રોફેસર માતા-પિતાના ઘરે થયો. તેમણે પ્રાથમિક શિક્ષાથી કૉલેજ સુધીનો અભ્યાસ દિલ્હીમાં જ કર્યો. ત્યારબાદ તેમણે ઉચ્ચ શિક્ષા માટે ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો.

2012માં પાર્ટીના ગઠનમાં નેતૃત્વ સંભાળ્યા બાદ આતિશીને સક્રિય રાજકારણમાં સૌથી પહેલો મોકો વર્ષ 2019માં મળ્યો. પાર્ટીએ તેમને પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરની વિરુદ્ધ લોકસભાની ચૂંટણી લડાવી. જોકે, આતિશીનો આ ચૂંટણીમાં ચાર લાખથી વધારે મતોથી પરાજય થયો હતો અને તેઓ ત્રીજા સ્થાને રહ્યાં હતાં.

પછી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ આતિશીને કાલકાજી વિધાનસભાથી ઉમેદવાર બનાવ્યાં અને તેમણે જીત મેળવી હતી. ત્યાર બાદ ત્રણ વર્ષ પછી મનીષ સિસોદિયાના રાજીનામા પછી આતિશી દિલ્હી સરકારમાં મંત્રી બન્યાં.

- Advertisement -
તેઓ 17 સપ્ટેમ્બર સુધીમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. ત્યારે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. દરમિયાન, હવે દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ સામે આવી ગયું છે. દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવા માટે આજે સવારે 11.30 વાગ્યે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીના નામ પર મહોર લગાવી દેવામાં આવી હતી. ત્યારે ચાલો જાણીએ કોણ છે આતિશી માર્લેના.

દિલ્હીના નવા મુખ્યમંત્રી પદની રેસમાં આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાનું નામ સૌથી હતું. હાલમાં તે કેજરીવાલ પછી સરકારમાં બીજા સૌથી શક્તિશાળી મંત્રી છે. આતિશી હાલમાં દિલ્હી કેબિનેટમાં પાંચ મુખ્ય પોર્ટફોલિયો ધરાવે છે. તે દિલ્હીમાં શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ, સંસ્કૃતિ, પર્યટન અને જાહેર બાંધકામ વિભાગના મંત્રી છે. આ સાથે તેમની પાસે પાણી અને PWDનો પોર્ટફોલિયો પણ છે. એટલું જ નહીં, આતિશી સીએમ કેજરીવાલના વિશ્વાસુ સહયોગી હોવાનું પણ કહેવાય છે. તેથી સીએમ પદ માટે તેમની પસંદગી થઈ હોવાનું માનવામાં આવે છે.

આતિશી માર્લેના

આતિશી માર્લેનાનો જન્મ દિલ્હીમાં 8 જૂન 1981ના રોજ દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વિજય સિંહ અને ત્રિપતા વાહીના ઘરે થયો હતો. તે પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. કેટલાક લોકો કહે છે કે તેમના પિતાએ તેમને આતિશી માર્લેના નામ આપ્યું હતું. ‘માર્ક્સ’ અને ‘લેનિન’માંથી લીધેલા કેટલાક અક્ષરોને જોડીને તેમણે આ નામ પસંદ કર્યું હતું. વર્ષ 2019 ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, આતિશીએ તેના નામમાંથી માર્લેના શબ્દ કાઢી નાખ્યો કારણ કે તેનાથી તેઓ ખ્રિસ્તી હોવાનો ભ્રમ થતો હતો. જો કે, પંજાબી રાજપૂત પરિવારમાં જન્મેલી આતિશી હવે સોશિયલ મીડિયા પર પોતાનું નામ આતિશી આપ લખે છે.

આતિશીના શિક્ષણ વિશે વાત કરીએ તો, તેનું સ્કૂલિંગ નવી દિલ્હીના પુસા રોડ પર આવેલી સ્પ્રિંગડેલ્સ સ્કૂલમાં થયું હતું. તેમણે વર્ષ 2001માં દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજથી સ્નાતક પૂર્ણ કર્યું અને પછી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી આગળનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો કરીને ભારત પરત ફર્યા બાદ, આતિશીએ આંધ્રપ્રદેશની ઋષિ વેલી સ્કૂલમાં થોડો સમય કામ કર્યું અને બિન-સરકારી સંસ્થા, સંભાવના ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક પોલિસી સાથે પણ જોડાયેલી હતી.

આ રીતે શરૂ થઈ રાજકીય સફર

આતિશી માર્લેનાએ જાન્યુઆરી 2013માં પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. આતિશી આમ આદમી પાર્ટીની સ્થાપના સમયે જ તેમાં જોડાઈ ગઈ હતી. સમય પસાર થવા સાથે, આતિશી પાર્ટીના સખત મહેનતી અને શક્તિશાળી ચહેરા તરીકે ઉભરી આવી. તે વિધાનસભા ચૂંટણી 2013 માટે પાર્ટીની મેનિફેસ્ટો ડ્રાફ્ટિંગ કમિટીની મુખ્ય સભ્ય હતી. આ ઉપરાંત, તેમણે ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ પણ નિભાવી છે.

સિસોદિયાના સલાહકાર તરીકે પણ કરી ચુકી છે કામ

આતિશીનું માનવું છે કે તેના નામ પર ધ્યાન આપવાને બદલે લોકો તેને તેના કામથી જજ કરે તો સારું રહેશે. કાલકાજીથી AAP ધારાસભ્ય, આતિશીએ પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના સભ્ય હોવા ઉપરાંત ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. તેમણે જુલાઈ 2015 થી એપ્રિલ 2018 સુધી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે કામ કર્યું અને દિલ્હીની સરકારી શાળાઓમાં શિક્ષણના ધોરણને સુધારવા માટે ઘણી યોજનાઓ પર કામ કર્યું. તેઓ AAP પ્રવક્તા તરીકે લોકોમાં ખૂબ પ્રખ્યાત છે.

2019ની લોકસભા ચૂંટણીમાં AAPએ તેમને પૂર્વ દિલ્હીથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ આતિશીને ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, આતિશી માર્લેના સિંહે 2020ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી કાલકાજી મતવિસ્તારથી લડી હતી અને ભાજપના ઉમેદવારને હરાવીને મોટી જીત મેળવી હતી. આ ચૂંટણી બાદ તેમને AAPના ગોવા યુનિટના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.

You Might Also Like

CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ

૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી

CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0

બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર

TAGGED: Atishi Marlena, delhi, New Chief Minister of Delhi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય કોન્સ્યુલેટે US સમક્ષ ઉઠાવ્યો મુદ્દો
Next Article ઐશ્વર્યા રાયને SIIMA 2024માં બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ એવોર્ડ જીત્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

Khaskhabar Editor Khaskhabar Editor 14 seconds ago
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ વધી: પાર્ટનર અને સંતાનો પર બાજ નજર
ખેડૂતોને પાક વેંચવા માટે પુષ્કરધામ પાસે મફત થડા ફાળવશે, મનપા હવે સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે
સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો
રાજકોટમાં ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ’નું ભવ્ય આયોજન
જાફરાબાદથી ચોટીલા સુધીના હાઈવે 4 લેનમાં અપગ્રેડ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

Khaskhabar Editor Khaskhabar Editor 14 seconds ago
રાષ્ટ્રીય

308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?