ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
પ્રોપર્ટી ખરીદતા ગ્રાહકોને છેતરપીંડીથી બચાવવા રચાયેલા ‘રેરા’ દ્વારા વડોદરાના એક કેસમાં દાખલારૂપ ચૂકાદો આપવામાં આવ્યો છે. બિલ્ડર દ્વારા બ્રોશરમાં દર્શાવાયેલી તમામ સુવિધાઓ ગ્રાહકોને આપવી પડે તેવો સ્પષ્ટ આદેશ કર્યો છે.
- Advertisement -
જાણવા મળ્યા મુજબ ડભોઈ રોડ પર આવેલી એક નવી સ્કીમમાં ઘર ખરીદનાર એક ફલેટધારકે ગુજરેરામાં ફરિયાદ કરી હતી કે તેના ડેવલપરે સ્કીમમાં વોલીબોલ કોર્ટ, જિમ્નેશિયમ, લાર્જ લેન્ડસ્કેપ ગાર્ડન, કાફે ક્ધવીનિયન્સ લેન્ડસ્કેપ ગાર્ડન, કાફે ક્ધવીનિયન્સ સ્ટોર ગાઝેબો અને સિનિયર સીટીઝન ડેસ્ક જેવી સુવિધાઓ પહોંચાડવામાં નિષ્ફળતા દાખવી છે.
આ તમામ એમિનિટીઝનો સ્કીમ પ્રોજેકટના બ્રોશરમાં ઉલ્લેખ પણ કરાયો છે. આમ છતાં આપવામા આવી નથી. ફરિયાદના સંદર્ભમાં ગુજરેરાએ ફલેટધારકોની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો કે ગ્રાહકો બ્રોશર અને જાહેરાતોમાં આપેલા વચનોના આધારે પ્રોપર્ટી ખરીદે છે અને તે વચનો પૂરા કરવા માટે ડેવલોપર બંધાયેલા છે. ડેવલપરને બ્રોશરમાં જણાવ્યા મુજબ તમામ સુવિધાઓ પૂરી પાડવા રેરાએ આદેશ જારી કર્યા હતા.