ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ મંત્રાલય દ્વારા દેશની આઝાદીના ૭૫ વર્ષ તા.૧૫.૮.૨૨ ના રોજ પૂર્ણ થતાં હોઇ, દરેક રાજયમાંથી ૭૫ મહિલાઓ આઈડેન્ટીફાઇ કરવા અર્થે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાત રાજય મહિલા આયોગ, ગાંધીનગર દ્વારા જે મહિલાઓએ કોઇપણ ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી કરેલી હોય તેવી મહિલાઓની સકસેસ સ્ટોરી પ્રસિધ્ધિ અર્થે મંગાવવામાં આવી છે. આવી મહિલાઓ જે તે ક્ષેત્રમાં કામ કરતી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. જેથી રાજકોટ જિલ્લામાં કોઇ પણ ક્ષેત્રે પ્રશંસનીય સિધ્ધિ / નામના મેળવેલ મહિલાઓએ પોતાની સહમતી સાથેની અરજી તેમજ તેમણે મેળવેલ સિધ્ધિ / નામના અંગેની વિગત (સકસેસ સ્ટોરી) જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૩, ૩જો માળ, બ્લોક નં.૧, સરકારી પ્રેસની બાજુમાં, ફોન નં.૦૨૮૧-૨૪૪૮૫૯૨ ઈ-મેઇલ : wco-wcd-raj@gujarat.gov.in ઉપર મોકલવાની રહેશે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
કોઇપણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓને અરજી કરવા અનુરોધ
You Might Also Like
Follow US
Find US on Social Medias


