NTAને બૅન કરવાની માંગ સાથે વિરોધ કરતાં ગજઞઈંના સભ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
NEETની પરીક્ષામાં આર.કે. યુનિ.માં ગેરરીતિ થઈ હોવાના શંકાના દાયરામાં હોય આ મુદ્દે ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ. દ્વારા એન.ટી.એ.નું પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
નીટની પરીક્ષામાં આર. કે. યુનિ.માં ગેરરીતિ થઈ હોવાની ચર્ચાઓ થતાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરી એન.ટી.એ.ના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વધુમાં આર. કે. યુનિ. સેન્ટરની સી.બી.આઈ. ઈન્કવાયરી કરવામાં આવે અને એનટીએને બૅન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ વિરોધના પગલે રવિભાઈ જીત્યા, બ્રીજરાજસિંહ રાણા, અંકિત સોંદરવા, હીરલબેન, ધ્રુમિલ રાઠોડ, આર્યન કનેરીયા, સમીર ચૌહાણ સહિત 10થી વધુ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.



