By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    1 day ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    1 day ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    3 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    3 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    8 hours ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    3 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    3 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    4 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 day ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    4 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    5 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    6 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    4 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    3 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    4 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    5 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    6 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક નવી પર્યાવરણિય સમસ્યા – ઈન્ટરનેટ પ્રદુષણ વિશે જાણો…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > એક નવી પર્યાવરણિય સમસ્યા – ઈન્ટરનેટ પ્રદુષણ વિશે જાણો…
Hemadri Acharya Dave

એક નવી પર્યાવરણિય સમસ્યા – ઈન્ટરનેટ પ્રદુષણ વિશે જાણો…

Khaskhabar Editor
Last updated: 2024/07/29 at 10:43 AM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

ઇન્ટરનેટના વધતા ઉપયોગને કારણે પર્યાવરણમાં હાનિકારક ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન વાર્ષિક 4%ના દરે વધી રહ્યું છે

ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ આપણે અજાણતા ગ્લોબલ વોર્મિંગના પડકારને થોડો વધુ ગંભીર બનાવી દઈએ છીએ

- Advertisement -

જ્યારે ઇન્ટરનેટ નહોતું ત્યારે પણ દુનિયા ચાલતી જ હતી એટલે વાતે વાતે google સર્ચ કરવાની ટેવને મર્યાદિત કરો, જ્યાં જ્યાં બિનજરૂરી લાગે ત્યાં ત્યાં ઇન્ટરનેટના ઉપયોગને ટાળવો

કાર્બન ઉત્સર્જન ઘટાડવું એ આજના સમયની અનિવાર્ય માંગ છે. આજે વિશ્વની મહાસત્તાઓ સમક્ષ સમગ્ર વિશ્વમાં વધી રહેલા જળ, હવા, ભૂમિ વગેરે પ્રદૂષણ, એ સળગતો પ્રશ્ન છે. ઉપરોક્ત પ્રદુષણ ઉપરાંત ઇન્ટરનેટના ઉપયોગથી ફેલાતું પ્રદૂષણ પણ ખૂબ મોટો પ્રશ્ર્ન છે.

આજે પર્યાવરણને માત્ર વાહનો અને કારખાનાઓ દ્વારા જ નહીં, પણ ઈન્ટરનેટના વધતા ઉપયોગથી પણ નુકસાન થઈ રહ્યું છે. ઈન્ટરનેટના વધુ પડતા ઉપયોગ અને મોબાઈલ ઉપકરણોની સંખ્યામાં વધારો થવાને કારણે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ (ઈઘ2) ભયજનક દરે વધી રહ્યો છે. તાજેતરના એક સંશોધનમાં સામે આવ્યું છે કે ઇન્ટરનેટના વધતા ઉપયોગને કારણે પર્યાવરણમાં હાનિકારક ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન વાર્ષિક 4 ટકાના દરે વધી રહ્યું છે.

- Advertisement -

ઈન્ટરનેટ પ્રદૂષણ શું છે અને તે કેવી રીતે થાય છે તે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. મોટાભાગના લોકો ઇન્ટરનેટની પર્યાવરણીય અસરને અવગણે છે અથવા એ વિશે અજાણ હોય છે. પરંતુ હકીકત એ છે કે જ્યારે આપણે થોડા સમય માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ આપણે અજાણતા ગ્લોબલ વોર્મિંગના પડકારને થોડો વધુ ગંભીર બનાવી દઈએ છીએ.બહુ ઓછા લોકો જાણે છે કે ઇન્ટરનેટ ખરેખર કેવી રીતે કામ કરે છે અથવા આબોહવા પરિવર્તન પર તેની શું અસર પડે છે.

ડેટા સેન્ટર અને પ્રદૂષણ
ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે, ડિવાઇસ અને વેબસાઈટ અથવા સોફ્ટવેરને હોસ્ટ કરતા સર્વર વચ્ચે ડેટા સ્થાનાંતરિત થાય છે. સર્વર એટલે કે કમ્પ્યુટર ડિસ્ક, આવી હજારો ડિસ્ક ડેટા સેન્ટર તરીકે ઓળખાતી જગ્યાએ રાખવામાં આવે છે જે 24 કલાક અવિરત ચાલુ રહે છે. આ ડેટા સેન્ટર્સમાં વિશ્વભરનો ડેટા સંગ્રહિત થાય છે. ગુગલ, યુટ્યુબ અને ઘણા વિડિયો અને મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તેમની સામગ્રીને સંગ્રહિત કરવા માટે ડેટા સર્વર્સનો ઉપયોગ કરે છે. આ ડેટા સર્વર એટલા મોટા છે કે તેઓ એકલા હાથે એક દિવસમાં હજારો ઘરોની વીજળી વાપરે છે.

ગૂગલના સર્વર એક નાના શહેરની વીજળી એક દિવસમાં વાપરે છે. વર્ષ 2020માં ગૂગલે 15,439 ગીગાવોટ વીજળીનો વપરાશ કર્યો હતો.હવે એ તો સ્વાભાવિક છે કે ડેટા સેન્ટરને ચાલુ રાખવા માટે મોટા પ્રમાણમાં વીજળીની જરૂર પડે છે. આ વીજળીના ઉત્પાદનમાં કાર્બન ઉત્સર્જિત થાય છે. તો સાથોસાથ એર ક્ધડીશનીંગ દ્વારા મોટા પ્રમાણમાં ગ્રીન હાઉસ વાયુઓ પણ વાતાવરણમાં ઉત્સર્જિત થાય છે. કારણકે આ ડિસ્કને ઠંડી રાખવા અથવા તો ગરમ થતી અટકાવવા માટે એર ક્ધડીશનીંગની જરૂર પડે છે. ડેટા જેટલો વધુ મોકલવામાં કે સંગ્રહ કરવામાં આવે તેટલા પ્રમાણમાં અહીં વીજ ઉર્જાની ખપત વધુ થાય છે. વ્યક્તિગત સ્તરે આ પ્રમાણે કદાચ ઓછું લાગે પણ દુનિયાભરના લોકોના ઇન્ટરનેટના વપરાશનો આંકડો અને તેમાંથી તેના કારણે કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ વિચારીએ તો તે બહુ મોટું છે
10 સૌથી વધુ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે ટિકટોક સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન પ્રતિ મિનિટ 2.63 ગ્રામ ધરાવે છે, ત્યારબાદ રેડિટ (2.45 ગ્રામ ઈઘ2) અને પીનરેસ્ટ (1.3 ગ્રામ ઈઘ2) આવે છે. બીજી તરફ, યુટ્યુબનો ઉપયોગ કરીને, પ્રતિ મિનિટ માત્ર 0.46 ગ્રામ ઈઘ2 ઉત્સર્જન કરે છે, પરંતુ યુટ્યુબમાં લાંબા વિડિયોનો સમાવેશ થતો હોવાથી, તેનું સંચિત ઉત્સર્જન એકંદરે વધુ હોઈ શકે છે.

ફેસબુકની વાત કરીએ તો, વર્ષ 2020માં, સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ફેસબુકે તેના ઉત્સર્જન ડેટાને સાર્વજનિક કર્યો. ફેસબુકે સ્વીકાર્યું હતું કે તે વર્ષે કંપનીનું કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન 38,000 મેટ્રિક ટન ઈઘ2 જેટલું હતું. કંપનીએ 2030 સુધીમાં તેની કામગીરીમાં ચોખ્ખું શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું જેમાં તેને આંશિક સફળતા મળી છે. ઇન્ટરનેટ વાપરવાથી ફેલાતું પ્રદૂષણ ડેટા સેંટર્સ, ઉપરોક્ત કંપની દ્વારા થતાં પ્રદુષણ ઉપરાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ આબોહવા સંકટમાં યોગદાન આપે છે. દર વખતે જ્યારે તમે તમારા એકાઉન્ટ્સ તપાસો છો, ત્યારે તે મુખ્યત્વે અશ્મિભૂત ઇંધણ દ્વારા બનાવવામાં આવેલી ઊર્જાનો ઉપયોગ કરે છે, અને વર્ષ દરમિયાન, ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં પરિણમીને વાતાવરણને ગરમ કરે છે.

જો કોઈ વ્યક્તિ એક વર્ષ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, તો તે 400 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. એક સાધારણ ઈમેલ 4 ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ (ઈઘ2) ઉત્સર્જન કરે છે અને જો ઈમેલ સાથે ફોટો અથવા વિડિયો જોડાયેલ હોય, તો તે 50 ગ્રામ સુધી ઉત્સર્જન કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે બિઝનેસ ઈમેલ યુઝર દર વર્ષે 135 કિલો ઈઘ2 ઉત્સર્જન કરે છે, જે લગભગ 300 કિલોમીટર સુધી કાર ચલાવવાથી થતા ઉત્સર્જનની સમકક્ષ છે

આપણે નાની નાની સમસ્યાઓના ઉકેલ માટે ઇન્ટરનેટ પર સર્ચ કરીએ છીએ. આશ્ચર્યજનક રીતે, ઇન્ટરનેટ અથવા ગૂગલ સર્ચ પણ ઈઘ2 ઉત્સર્જનમાં વધારો કરે છે. જો દિવસમાં એકવાર ઇન્ટરનેટ પર સર્ચ કરો છો, તો 7 ગ્રામ કાર્બન ઉત્સર્જિત થાય છે. જો એક શોધમાં 5 પરિણામો તપાસવામાં આવે તો આ ઉત્સર્જન 10 ગ્રામ સુધી પહોંચે છે. સમગ્ર વર્ષ દરમિયાન ૠજ્ઞજ્ઞલહયનો ઉપયોગ કરવાથી આશરે 10-15 કિગ્રા ઈઘ2 ઉત્સર્જન થાય છે.

ઈન્ટરનેટ પ્રદૂષણ ઘટાડવામાં આપણે શું વ્યક્તિગત યોગદાન આપી શકીએ?
એ યાદ રાખો કે જ્યારે ઇન્ટરનેટ નહોતું ત્યારે પણ દુનિયા ચાલતી જ હતી એટલે વાતે વાતે લજ્ઞજ્ઞલહય સર્ચ કરવાની ટેવને મર્યાદિત કરો.ઇન્ટરનેટનો ઉપયોગ વખતે તેની અનિવાર્યતાને ચકાસવી. વળી જ્યાં જ્યાં બિનજરૂરી લાગે ત્યાં ત્યાં ઇન્ટરનેટના ઉપયોગને ટાળવો. બીજું, ઈમેલ ઇનબોક્સ સાફ રાખો.સ્પામ મેઈલ, વણજોઈતા મેઈલ વગેરે કાઢી નાખો. આવા મેઈલ તમારા માટે કોઈ કામના નથી, પરંતુ તેમના સ્ટોરેજમાં મેઈલ સર્વર દ્વારા મોટી માત્રામાં ઊર્જાનો ઉપયોગ થાય છે.
વિશ્વનું ધ્યાન પહેલેથી જ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા તરફ છે. કદાચ આ જ કારણે ઈન્ટરનેટ પ્રદૂષણને હળવાશથી લેવામાં આવી રહ્યું નથી.મોટી કંપનીઓ ડેટાસેન્ટરને વધુને વધુ ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જ્યાં ઊર્જાનો વપરાશ વર્તમાન કરતાં ઘણો ઓછો છે.

આ સાથે જ ‘ગ્રીન ડેટા સેન્ટર’નો કોન્સેપ્ટ પણ વિકસાવવામાં આવી રહ્યો છે જો તે સફળ થાય તો આબોહવાને બિલકુલ નુકસાન નહીં થાય તેવું નિષ્ણાંતોનુ માનવું છે. ચિંતાની બાબત એ છે કે આપણે હજી પણ અશ્મિભૂત ઇંધણ પર આધાર રાખીએ છીએ. વિશ્વના દેશોએ તેનો તંદુરસ્ત વિકલ્પ વિચારવાની અને વિશ્વના નેતાઓએ નવીનીકરણીય ઊર્જામાં રોકાણ કરવાની જરૂરિયાત છે, જેના વિશે સક્રિય સંશોધન ચાલી રહ્યા છે.

કોઈ વ્યક્તિ એક વર્ષ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે, તો તે 400ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે

 

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

TAGGED: environmental, internet, Internet pollution
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતના ઑડિટોરિયમ ક્યાં.. કેવી હાલતમાં..એક અવલોકન…
Next Article દરેક મુલાકાતને અંતે એક જુદાઈ છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય
બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા
અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો, માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો
જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?