By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    5 hours ago
    ચૂંટણીનાં થોડાં કલાકો પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો
    1 day ago
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    4 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત
    4 days ago
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં પ્રદૂષણ બેફામઃ રાજસ્થાનના બીકાનેરમાં AQI 1357ને પાર
    5 hours ago
    મુંબઇમાં દેશની પ્રથમ દરિયાઈ બુલેટ ટ્રેન સુરંગનું નિર્માણ
    5 hours ago
    નીતા અંબાણીએ પહેર્યું ₹15 કરોડનું પતંગિયું!
    5 hours ago
    ‘મારાથી ભૂલ થઈ ગઈ’
    1 day ago
    કેદારનાથમાં માઈનસ 8 ડિગ્રી તાપમાન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 day ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    4 days ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    1 week ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    1 week ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    4 days ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દરેક મુલાકાતને અંતે એક જુદાઈ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > દરેક મુલાકાતને અંતે એક જુદાઈ છે
Author

દરેક મુલાકાતને અંતે એક જુદાઈ છે

Khaskhabar Editor
Last updated: 2024/07/20 at 5:20 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

બધો આધાર છે એના જતી વેળાનાં જોવા પર.. મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ

મિલન હંમેશા સુખકર હોય છે. નવસર્જનના નિર્માણ માટે નું સ્ત્રોત હોય છે. આઠ આઠ મહિનાની તરસ અને કાળઝાળ તપીશ અને ભીતરના ઉકળાટ ને વેઠ્યા પછી ધરતી આકાશ સામે આશા ની મીટ માંડી ને જુએ છે..એ ઝંખના,એ સાદ ને સાંભળી આકાશ પણ એ આંતરવેદના થી જાણે ગોરંભાય જાય અને વાદળનું બંધારણ થાય..જાણે કે,કોઈ વિરહી જણ ની પાંપણ નાં નેજે અટકી ને રહેલું કોઈ અશ્રુ બુંદ હોય..! અંતરના અવકાશને ખાલી કરવા આકાશ જાણે કડાકા ભડાકા અને વીજળીના ચમકારે આનરાધાર વર્ષેત્યારે થાય છે, ધરા અને આકાશનું મિલન..! એ મિલન એ આલિંગન એજ પ્રકૃતિના નવસર્જન નું નિર્માણ કરે છે.પાષણ બનેલી ગયેલ ધરતી મેઘવર્ષાનાં અમૃત પાનને મનભરી ને પીધાં પછી જાણે કાચી માટીની જાત બની જતી હોય છે..!
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

- Advertisement -

પ્રકૃતિ હોય કે માણસની જાત, પ્રણય તો બધે સરખો..!
એક રીતે જોઈએ તો મિલનના પણ કેટલાક પ્રકાર હોય છે શાબ્દિક, દૈહિક, અને આત્મિક મિલન! આપણી આસપાસ જીવતી વાર્તાઓ જેવા કેટલાય પાત્રો આવાં સંબંધો જીવતા હશે..! જે સંબંધોમાં મિલનનાં નામે માત્ર ભાવનાઓ,શબ્દો ,અને પ્રાર્થના હોય!આવી લાગણીઓ શાશ્વત હોય છે ચિર કલીન..! મળ્યા વગર પણ જીવંત રહેતો સબંધ અનંત હોય છે. છતાં પણ વિરહ તો ત્યાં પણ આવે જ છે.કારણ કે ,જીવનને કાળનું બંધન હોય છે.

સંજોગો પરિસ્થિતિ અને સમય અનુસાર લાગણીઓ પરિવર્તિત થતી રહે સંબંધોના રૂપ પણ બદલાતા જાય છે.આથી જ સંવેદનાઓ એટલી જ રાખવી જેટલી વેદના સહન કરી શકો..! કારણ કે,દરેક મિલન પછી જુદાઈ નિશ્ચિત હોય છે. હા બસ, સમય ગાળાનો તફાવત રહે છે. ક્યારેક કોઈનું મળવું જીવનભરનો સાથ હોય તો ક્યારેક માત્ર કેટલાક દિવસો અને કેટલાક કલાકો પણ હોય શકે. કોઈ વ્યક્તિને અચાનક મળવું એ આકસ્મિક બનાવ ક્યારેય હોતો નથી.એ ઘટનાની નિયતિ પહેલેથી નક્કી થયેલી જ હોય છે.જે સમયે મળીએ છીએ તે ક્ષણ થી જ કદાચ જુદા થવાની ક્ષણો શરૂ થઈ જતી હોય છે.જેવી રીતે જન્મદિવસે આયુષ્યનું એક વર્ષ ખર્ચાઈ જાય છે બસ કંઈક એવી જ રીતે..! તફાવત બસ એટલો છે કે,આપણે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ.પરંતુ કોઈ સ્વજનથી છુટા પડયા ની વેદના આજીવન આપણા દિલ ને દુ:ખી કરતી રહે છે.ઈશ્વર બહુ મોટો ગણિતજ્ઞ છે. તે હંમેશા દરેક વ્યક્તિના કર્મની ખાતાવહી બેલેન્સ કરે છે. ક્યારે, ક્યાં, કોણ, અને કેવી રીતે..? કેટલા સમય માટે..? મળશે અને કઈ ક્ષણથી જુદું પડશે..? એ પહેલે થી જ નિશ્ચિત થયેલું હોય છે. બસ આપણા માટે આ બધી ઘટનાઓ અનિશ્ચિત અને અણધારી હોય છે. એટલે જ તો ક્યારેક કોઈ અંગતનું ઓચિંતુ મળવું કે કોઈ સ્વજન નું અણધાર્યું છોડી જવું બંને પરિસ્થિતિનો સહજ સ્વિકાર કરવો સરળ હોતો નથી.સમય વીતી જાય છે અને સ્મરણો રહી જાય છે..કદાચ જીવન પર્યત..!

ગુજરાતી ભાષામાં એક શબ્દ છે ..વિખોટું પડવું..! આ શબ્દને સમજવો જરૂરી છે.કેમકે, એ એ શબ્દના અર્થને પચાવ્યા પછી જ આપણે કદાચ જુદા પડવાનો અર્થ સમજી શકીશું. જ્યારે બે વ્યક્તિ પરસ્પર મળે છે પછી એ સંબંધ લોહીનો હોય,લાગણી નો ,સામાજિક કે, વ્યવસાયિકકોઈપણ સંબંધ હોય,પરંતુ પરસ્પર મળનાર બે વ્યક્તિ ત્યારે જ એકબીજાને મળે છે જ્યારે પૂર્વાંતરનાં જન્મમાં કંઈક ઋણાનુબંધ બાકી હોય..! માતા-પિતા-સંતાનો, પતિ પત્ની કે વ્યવસાયિક સંબંધો થી મળનાર વ્યક્તિ ત્યાં સુધી જ સાથે રહી શકશે જ્યાં સુધી પરસ્પર એકબીજા સાથે કશિક લેણા દેણી બાકી હશે.જે ક્ષણ થી લેતી દેતી બરાબર થશે,એ સંપર્ક પણ પૂર્ણ થશે.બંને વચ્ચે જ્યારે કંઈક ખુંટી જશે ત્યારે બંને વ્યક્તિ વિખુટા પડી જશે..!
આજના આ રોબોટિક સમયમાં લોકો માટે પરસ્પર મળવું અને છૂટું પડવું એ એક સામાન્ય રોજીંદા જીવનમાં બનતી ઘટના છે. કારણ કે પ્રવર્તમાન સમયમાં જીવાતા સંબંધો સ્થાયી કે નિરંતર હોતા નથી. નિજ સ્વાર્થ કે કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય ને પરિપૂર્ણ કરવા માટે જોડાયેલા સંબંધોનું આયુષ્ય પરસ્પરની ધ્યેય પ્રાપ્તિ પૂરતું જ સીમિત બની જતું હોય છે. આવા સંબંધોમાં મળ્યા પહેલા જ છુટા થઈ જવાની શરતો પણ નક્કી થયેલી હોય છે. આથી આવા સંબંધો જીવતા લોકો માટે અલગ પડવું એ એક સહજ ઘટના કહી શકાય.
આમ છતાં એક સત્ય એ પણ છે કે ખરેખર આંતર મન ની લાગણી થી જોડાયેલ સ્વજન થી શું ખરેખર વિખૂટું પડી શકાય ખરું કે..? છેટુ પડવાથી છૂટું થઈ શકે ખરું કે..? સામાન્ય લાગણી કે સંબંધોની વાત અલગ છે.પરંતુ જ્યાં આત્મીક મિલનની ક્ષણોને માણી હોય એ મિલન ક્યારે ય વિરહમાં પરિણમી શકતું નથી. વ્યવહારો કે સામાજિક બંધનોથી બંધાયેલા સંબંધો સમયાંતરે અંતને પામે છે.પરંતુ આત્માના ઊંડાણથી મળેલા જીવ જન્માંત્તર સુધી છૂટા પડી શકતા નથી.કદાચ સમયનું ચક્ર ક્યારેક ઉલટુ ચાલે અને પ્રત્યક્ષ કે પરોક્ષ મુલાકાત ન થઈ શકે,પરંતુ શાશ્વત સાથેની મુલાકાત તો સતત અનુભૂતિ રૂપે પણ થતી જ રહેતી હોય છે.

- Advertisement -

You Might Also Like

દિવાળી-નવું વર્ષ : ગુજરાતીઓનો સ્વાદોત્સવ

નૂતન વર્ષ : લાગણી લિમિટેડ, શુભેચ્છાઓ અનલિમિટેડ!

કિડની સ્ટોનમાં ઉપકારક આમલી

મારી અમૂલ્ય મૂડી, મારો પરિવાર

ઉપનિષદોનું જ્ઞાન અમૃત

TAGGED: LOVE, RELETIONSHIP
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એક નવી પર્યાવરણિય સમસ્યા – ઈન્ટરનેટ પ્રદુષણ વિશે જાણો…
Next Article સુરજકરાડી ગામને મળ્યો નગરપાલિકાનો દરજ્જો છતાં સુવિધાના નામે મીંડું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજકોટ જિલ્લામાં 10 જાન્યુઆરીથી વસ્તી ગણતરીનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે સુવર્ણ તકઃ CCE-2ની જાહેરાત
રાજકોટમાં દિવાળી પૂર્વે રિયલ એસ્ટેટમાં તેજીઃ એક જ મહિનામાં 8954 દસ્તાવેજ નોંધાયા
કુબલિયાપરામાં ઉછીના આપેલા 60 હજાર માંગી ત્રણ ભાણેજોએ સગા મામાને રહેંસી નાખ્યા
ધનતેરસે રાજકોટમાં દિવાળી કાર્નિવલનો પ્રારંભ: 200 ફૂટનો નાયગ્રા ફોલ્સ અને મ્યુઝિકલ શોટ્સ મુખ્ય આકર્ષણ
દિવાળીના તહેવારમાં 108ની 1,500 એમ્બ્યુલન્સ અને 6,000 કર્મચારીઓ એલર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

દિવાળી-નવું વર્ષ : ગુજરાતીઓનો સ્વાદોત્સવ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
AuthorBhavy Raval

નૂતન વર્ષ : લાગણી લિમિટેડ, શુભેચ્છાઓ અનલિમિટેડ!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Authorમનીષ આચાર્ય

કિડની સ્ટોનમાં ઉપકારક આમલી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?