ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ જિલ્લાના ત્રણ તાલુકાને જોડતા ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તારોને ઘણા સમયથી ચોમાસાની સીઝનમાં ભારે નુકશાન થાય છે જેમાં ખેતીની જમીનોનું ધોવાણ સાથે ખેતી પાકને ભારે નુકશાન થવાના લીધે ખેડૂતો ભેર યાતના વેઠવી પડે છે તેની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોનું જનજીવન પ્રભાવિત થાય છે.ત્યારે ગુજરાત કોંગ્રેસ કિશાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયાએ ઘેડ વિસ્તારના અનેક ગામોની મુલાકાત સાથે ઘેડ વિસ્તાર વિકાસ સમિતિના માધ્યમથી લડત કરવાનો નીર્ધાર કર્યો છે.
કોંગ્રેસ કિશાન સેલના પ્રમુખ છેલ્લા બે દિવસથી ઘેડના ગામોની મુલાકાત કરી રહ્યા છે.ત્યારે ઘેડ વિસ્તાર વિકાસ સમિતિની રચના કરવામાં આવી છે.
અને જેમાં 50 થી વધુ ગામના ખેડૂતો અને જોડાશે અને ઘેડ પંથકની કાયમી સમસ્યાનો ઉકેલ આવે તેના માટે લડત ચાલવામાં આવશે અને સરકાર સુધી વાત પોહચે તેવા પ્રયાસો શરુ કર્યા છે.જેમાં આગામી તા.20 જુલાઈ શનિવારે ઘેડના અનેક ગામનો ખેડૂતો સાથે રહીને કલેકટરને એક આવેદન પત્ર આપવામાં આવશે અને સમગ્ર ઘેડ પંથકમાં થતી તારાજી બાબતે તંત્રને વાકેફ કરવામાં આવશે.