રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામો ચાલી રહેલ છે. આ વિકાસકામો સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય અને પ્રોગ્રેસ રીપોર્ટની જાણકારી મળી રહે તે માટે સ્થળ મુલાકાત લેવામાં આવે છે. જે અનુસંધાને આજ તા.૦૭/૦૭/૨૦૨૧ના રોજ વોર્ડ નં.૦૯માં પેરેડાઈઝ હોલ પાસે, ગોપાલ ચોક નજીક, રૈયા રોડ પાસે રૂ.૮.૫૧ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ અદ્યતન કોમ્યુનિટી હોલની સ્થળ મુલાકાતે મેયર ડૉ.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, રાજકોટ શહેર ભાજપ મંત્રી રક્ષાબેન વાયડા, વોર્ડ નં.૦૯ કોર્પોરેટર દક્ષાબેન વસાણી, જીતુભાઈ કોટડીયા, વોર્ડ નં.૦૯ પ્રમુખ પ્રદિપભાઈ નિર્મળ, વોર્ડ નં.૦૯ મહામંત્રી હિરેનભાઈ સાપરીયા, વિરેન્દ્રભાઈ ભટ્ટ, શિક્ષણ સમિતિના સભ્ય જાગૃતિબેન ભાણવડીયા, સિટી એન્જીનીયર ગોહિલ વિગેરે ઉપસ્થિત રહેલ.
- ગ્રાઉન્ડ ફ્લોરમાં ૧૪૪૦.૦૦ ચોરસ મીટરમાં વિશાળ પાર્કીંગની સુવિધાનો સમાવેશ કરવામાં આવેલ છે.
- ફર્સ્ટ ફ્લોર તથા સેકન્ડ ફ્લોરમાં અંદાજીત ૭૦૦-૭૦૦ લોકોની ક્ષમતા ધરાવતો કોમ્યુનિટી હોલ જેમાં વર-વધુ માટે એટેચ ટોયલેટ સાથે અલગ-અલગ રૂમની વ્યવસ્થા તેમજ ડાઈનીંગ હોલ, સ્ટોર અને વોશિંગની સુવિધા રાખવામાં આવેલ છે.
- એનર્જી ઇન્ફ્રીસીયન્સી માટે એલ.ઈ.ડી. લાઈટસ, સંપૂર્ણ હવા-ઉજાશ મળી રહે, તે મુજબનું સુવ્યવસ્થિત આયોજન
- એક હોલ સેન્ટ્રલી એરકન્ડીશન (એ.સી.)
- મોર્ડન એલીવેશન
- ડીઝલ જનરેટરની વ્યવસ્થા
- પેસેન્જર લીફ્ટ ૨-નંગ તથા કિચન માટે સર્વિસ લીફ્ટ–૧ નંગ
- ડબલ પ્લમ્બીંગ સિસ્ટમ
- ફાયર સેફ્ટી સિસ્ટમ
સદરહુ કોમ્યુનિટી હોલ જુલાઈ-૨૦૨૧ના અંતમાં પૂર્ણ થઇ જશે. નાના મોટા સુધારા માટે પદાધિકારીઓએ સંબંધિત અધિકારીઓને સુચના આપેલ છે.


