સિક્કાઓના પ્રદર્શન સાથે ચિત્ર સ્પર્ધાનું આયોજન: સ્પર્ધામાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
આપણી ઓળખ એ આપણા સમાજ, સંસ્કૃતિ અને આપણા વારસા પ્રમાણે થતી હોય છે. જેનું આપણે ગૌરવ અનુભવતાં હોઈએ છીએ. આ ગૌરવને સાચવી રાખવા અને તેને પ્રોત્સાહિત કરવા તેમજ તેને અનુરૂપ ચીજ-વસ્તુઓનું સંરક્ષણ કરવા માટે સંગ્રહાલય પણ બને છે. અલગ-અલગ થીમ ઉપર આધારીત દેશ-દુનિયામાં અનેક સંગ્રહાલયો આવેલા છે. આ સંગ્રહાલયો સુધી લોકો પહોંચે અને તેને નજીક થી જાણી શકે તે હેતુથી દર વર્ષે 18 મે ના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝીયમ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આથી જૂનાગઢ શહેરમાં ઉપરકોટ કિલ્લો, મકબરા, સરદાર ગેટ ગેલેરી, એન્ટિક કોઈન મ્યુઝીયમ વગેરેનું સંચાલન કરતી સવાણી હેરીટેજ કંઝર્વેશન પ્રા. લી. દ્વારા આ દિવસ ને ખાસ બનાવવા માટે અલગ અલગ ધરોહરો પર ખાસ આયોજન કરવામાં આવ્યા છે.
જેમાં ગુજરાત રાજ્ય પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ અને ગુજરાત પ્રવાસન વિભાગનાં સહયોગથી ઉપરકોટ કિલ્લા ખાતે જાહેર જનતા પોતાનાં વિચારો લખીને શેર કરી શકે તેનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા અને ઈકો મુદ્રા કોઈન સોસાયટીના , જૂનાગઢના સહયોગથી એન્ટિક કોઈન મ્યુઝીયમ ખાતે ખાસ પ્રકારનાં માટીનાં ટોકન (સિક્કાઓ)નું પ્રદર્શન તારીખ 18/19 મે ના રોજ કરવામાં આવશે. તદ્દઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ ના કલાકારોના સહયોગથી 18મી મે ના રોજ સરદાર ગેટ ગેલેરી ખાતે એક પેઈટિંગ કોમ્પિટિશનનું આયોજન પણ કરવામાં આવેલ છે. જેની વધારે માહિતી અને રજીસ્ટ્રેશન +91 87350 47350 પરથી કરી શકાશે. આ સાથે સાથે સરદાર ગેટ ગેલેરી અને એન્ટિક કોઈન મ્યુઝીયમની તારીખ 18 અને 19 મેના રોજ 1 ટિકિટ ખરીદનારને 1 ટિકિટ ફ્રી આપવામાં આવશે.