સિબિલ સ્કોર કે ક્રેડિટ સ્કોર જ એ જરૂરી વસ્તુ છે જે સારો હોવા પર ફટાફટ બેંક લોન અપ્રૂવ કરી દે છે પરંતુ જો આ ખરાબ હોય તો પછી લોન મળવી મુશ્કેલ થઈ જાય છે. જો તમને પણ લોન આપવામાં બેંક આનાકાની કરી રહી છે તો એક વખત પોતાના સિબિલ સ્કોરને જરૂર ચેક કરી લો.
બેન્ક લોન પ્રોસેસમાં સિબિલ સ્કોર કે ક્રેડિટ સ્કોર મહત્વનો રોલ નિભાવે છે અને આ આંકડો જ તમારી લોન પાસ કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જો આ બરાબર હોય તો પછી બેંક તમને લોન આપવામાં ટાઈમ નહીં બગાડે. અમે તમને જણાવી રહ્યા છીએ કે કેટલો સિબિલ સ્કોર યોગ્ય હોય છે અને તેને વધારે સારો કઈ રીતે બનાવી શકાય?
- Advertisement -
આટલો સિબિલ સ્કોર હોય તો ચિંતા નહીં
સિબિલ સ્કોર કે ક્રેડિટ સ્કોર જ એ જરૂરી વસ્તુ છે જે સારો હોવા પર ફટાફટ બેંક લોન અપ્રૂવ કરી દે છે પરંતુ જો આ ખરાબ હોય તો પછી લોન મળવી મુશ્કેલ થઈ જાય છે. જો તમને પણ લોન આપવામાં બેંક આનાકાની કરી રહી છે તો એક વખત પોતાના સિબિલ સ્કોરને જરૂર ચેક કરી લો. તમારો સિબિલ જેટલો વધારે હશે તેટલું જ સરળતાથી બેંક તમને લોન આપશે. 700થી ઉપર સિબિલ સ્કોર સારી કેટેગરીમાં આવે છે.
શું દર્શાવે છે સિબિલ સ્કોનો આંકડો?
- Advertisement -

હવે વાત કરીએ કે આખરે સિબિલ સ્કોર કેમ જરૂરી છે અને તેના દ્વારા બેંક લોન કેવી રીતે પ્રભાવિત થાય છે. તો જણાવી દઈએ કે હકીકતે આ આંકડા દ્વારા બેંક એ જાણકારી મેળવે છે કે લીધેલું દેવું ચુકવવામાં તમે સક્ષમ છો અને તેને પરત કરવામાં મોડુ નહીં કરો.
એટલે કે તમને દેવું આપવા માટે બેંકને ભરોસો આપનાર ફેક્ટર હોય છે. સામાન્ય રીતે બેંકની તરફથી નક્કી કરવામાં આવેલા માપદંડોને જોઈએ તો કોઈ પણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર 300થી 900 પોઈન્ટસની વચ્ચે હોય છે અને 700થી ઉપર સિબિલ સ્કોરને સારો માનવામાં આવે છે.

ખરાબ સ્કોરના કારણે લોન મળવામાં મુશ્કેલી
જો તમારો ક્રિડેટ સ્કોર ખરાબ છે કે 700ના ખૂબ જ નીચે છે તો તમને લોન મળવામાં મુશ્કેલી થઈ શકે છે. એવામાં ક્રિડેટ સ્કોર સારો રાખવો જરૂરી છે. તેની અમુક ટિપ્સ છે. જેને અપનાવીને તમે સરળતાથી લોન મેળવી શકો છો અને તેમાં પહેલું છે સમય પર પોતાની EMI કે બાકી લોન ચુકવવી.
જો તમે પહેલાથી કોઈ લોન, જેમકે હોમ લોન, પર્સનલ લોન કે ઓટો લોન લીધેલી હોવી જોઈએ. ક્રેડિટ કાર્ડ પણ જો લોન લીધી હોય તો તેની ચુકવણી સમયસર કરવી જરૂરી છે. તમને સિબિલ સ્કોરને બગડવા ન દેવો જોઈએ. તેના માટે પોતાના સિબિલને બરાબર રાખવો સૌથી સારી રીત છે કે લોનની ઈએમઆઈનું પેમેન્ટ મોડુ ન કરો અને નક્કી સમય પર તેને ભરી દો.
ક્રેડિટ કાર્ડ યુઝ કરવામાં રાખો સાવધાની
ક્રેડિટ કાર્ડનો ક્રેઝ ખાસ વધ્યો છે અને લોકો માટે પોતાની જરૂરિયાત પુરી કરવા માટે આ એક મોટુ સાધન બની ગયું છે. જોકે તેના ફાયદાની સાથે સાઈડઈફેક્ટ પણ ખૂબ વધારે છે. સિબિલ સ્કોરને ધ્યાનમાં રાખીને તેની વાત કરીએ તો તમને પોતાની ક્રેડિટ લિમિટનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ. બેંક દ્વારા આરવામાં આવતી ક્રેડિટ લિમિટનો પુરો ઉપયોગ ન કરો. પરંતુ ખૂબ મોટી જરૂર ન હોય તો લિમિટના 30-40 ટકાનો જ ઉપયોગ કરો.
એક સાથે વધારે લોન લેવાથી બચો
પોતાનો સિબિલ સ્કોર સંભાળવા માટે સૌથી જરૂરી છે કે તમે એક સાથે વધારે લોન લેવાથી બચો. આ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને તેની અસર સીધી તમારા સિવિલ સ્કોર પર પડે છે.
મોટાભાગે જોવામાં આવ્યું છે કે લોકો એક સાથે વધારે લોન લઈ લે છે અને પછી તેમના પેમેન્ટમાં મુશ્કેલી આવે છે. પરંતુ આમ કરવું તમારી ફાઈનાન્શિયલ હેલ્થ માટે યોગ્ય નથી. એવામાં પ્રયત્ન કરો કે જો કોઈ નવી લોન લેવા માંગો છો તો પહેલા જુની લોનની EMI સંપૂર્ણ રીતે ચુકવ્યા બાદ જ એપ્લાય કરો.
જરૂરિયાત અનુસાર લો લોન
તમારો ક્રેડિટ રેટિંગ સુધારવા માટે તમે કોઈ બેન્ક કે નાણાકીય સંસ્થાન પાસેથી તેટલી જ લોન લઈ શકો છો જેટલી તમે ચુકવી શકો. કારણ કે વધારે લોન લેવા પર EMI વધારે આવશે અને તમને લોન ચુકવવામાં કોઈ મુશ્કેલી આવે તો તેની સીધી અસર તમારા સિબિલ સ્કોર પર થશે.
સિબિલ સ્કોર ખરાબ થાય તો નવી લોનમાં મુશ્કેલી આવશે. તેના ઉપરાંત નિયમિત રીતે પોતાના ક્રેડિટ રિપોર્ટની દેખરેખ પણ જરૂરી છે. તેનાથી તમને કોઈ પણ પ્રકારની કમીની ઓળખ કરવામાં મદદ મળી શકે છે. જેનાથી તમે યોગ્ય સમય પર ઉપયુક્ત સુધાર કરી શકો છો.




