‘આવું ન કરાય’ : નેપાળી સેન્ટ્રલ બેંકના પૂર્વ ગવર્નર
પૂર્વ PM કે.પી. શર્મા ઓલીના સમયમાં આવી વિવાદાસ્પદ નોટ છાપવામાં આવી હતી: તેણે ચિરંજીવી નેપાળની ટીકાનો વિરોધ કર્યો
- Advertisement -
નેપાળના પ્રમુખ રામચંદ્ર પૌડેલના આર્થિક બાબતોના સલાહકાર ચિરંજીવી નેપાળે ત્યાગપત્ર આપી દીધું છે. નેપાળ સરકારે તેની રૂ. ૧૦૦ની નવી નોટો પર છાપેલા નેપાળના નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયા ધુરા પ્રદેશો પોતાના દર્શાવ્યા હોવાના વિરોધમાં ચિરંજીવીએ તેમનું ત્યાગ પત્ર આપ્યું હતું. પ્રમુખે રવિવારે તે ત્યાગપત્ર સ્વીકાર્યું પણ હતું. ઉલ્લેખનીય છે કે, ચિરંજીવી નેપાળની સેન્ટ્રલ બેંકના ગવર્નર પદે પણ હતા.
ગત સપ્તાહે મળેલી કેબિનેટ મિટીંગમાં ૧૦૦ની જૂની નોટ બદલી નવી નોટ છાપવા નિર્ણય લેવાયો હતો. જેમાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયા ધુરા વિસ્તારને નેપાળના દર્શાવાયા હતા.
વાસ્તવમાં નેપાળના પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીના શાસનકાળમાં જ આ નિર્ણય લેવાયો હતો. તેઓ કટ્ટર સામ્યવાદી છે. અને પૂરેપૂરા ચીન તરફી પણ છે. તેઓ પછી વડાપ્રધાન પદે આવેલા પુષ્પકુમાર દરિયા પ્રચંડ – પણ પૂરેપૂરા સામ્યવાદી છે. તે પણ ચીન તરફી છે. તેથી તેઓ ભારત વિરુદ્ધ આવી રમત રમી રહ્યા છે. સહજ છે કે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે નેપાળ સામે ભારતનો વિરોધ જાહેર કર્યો હતો.
- Advertisement -
નેપાળની ચીન પરસ્તી અંગે વિશ્લેષકો કહે છે કે, નેપાળને ભારત સાથે બગાડયું પોષાય તેમ જ નથી. નેપાળ હિમાલયના ઘાટોમાંથી તિબેટ સાથે કેટલો વ્યાપાર કરી શકે ? તેને ભારત ખટમંડુથી કલકત્તા જતો માલ અટકાવી દે કે કલકત્તાથી ખટમંડુ જતો માલ અટકાવી દે તો નેપાળનું અર્થતંત્ર જ ભાંગી પડે તેમ છે. નેપાળને ભારત સાથે બગાડવું પોસાય તેમ જ નથી. જો કે નકશો છાપવાથી તે પ્રદેશ તેમનો નથી થતો તે સર્વવિદિત છે.