ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ બ્રહ્મસમાજના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી પરશુરામ જયંતીની વંથલી તાલુકાના બ્રહ્મસમાજ દ્વારા શાપૂરના ચૈતન્યધામ ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવેલ જેમાં સાંજે 5 કલાકે પૂજા અર્ચના કરવામાં આવેલ તેમજ સાંજે 7 કલાકે ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી આ તકે બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાંજે 7.30 કલાકે યોજાયેલ બ્રહ્મ સમાજના જ્ઞાતિ ભોજનમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
- Advertisement -
આ તકે બ્રહ્મ સમાજ સિવાયના અન્ય જ્ઞાતિના લોકો પણ આ પ્રસંગે હાજર રહી કોમી એકતા તેમજ ભાઇચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પરશુરામ જયંતીના ધર્મોત્સવને સફળ બનાવવા સૌરાષ્ટ્ર કચ્છ જૂનાગઢ પ્રાંતના બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, વંથલી બ્રહ્મ સમાજના પ્રમુખ વિનુભાઈ ભટ્ટ ,શાપુરના કથાકાર મનોજભાઈ ભટ્ટ,જોગેશભાઈ પુરોહિત,તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના કારોબારી સમિતિના સભ્યો, તેમજ યુવાનોએ જહેમત ઉઠાવી હતી.



