By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    2 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    3 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    4 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    5 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત, નાગાલેન્ડ-ત્રિપુરામાં ભાજપની ત્રણેય બેઠકો પર જીત
    4 hours ago
    હિમંતાની હેટ્રિક: આસામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ… ભાજપ 91, કોંગ્રેસ 28!
    4 hours ago
    તમિલનાડુમાં વિજયની બ્લૉકબાસ્ટર એન્ટ્રી
    4 hours ago
    બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર
    4 hours ago
    મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    2 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    2 days ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    5 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    1 week ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ગાંધીગીરી કરવી હોય તો આવાં આંદોલન ન કરાય’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘ગાંધીગીરી કરવી હોય તો આવાં આંદોલન ન કરાય’
રાજકોટ

‘ગાંધીગીરી કરવી હોય તો આવાં આંદોલન ન કરાય’

Khaskhabar Editor
Last updated: 2024/04/16 at 5:17 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

અમને શું હાથા બનાવવાના છે?

ક્ષત્રિય આંદોલન વચ્ચે પદ્મિનીબાનો ઑડિયો વાયરલ

- Advertisement -

સંકલન સમિતિ સામે નારાજગી વ્યક્ત કરતાં સાંભળવા મળ્યાં

સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી

પરસોતમ રૂપાલા વિરુદ્ધ ગુજરાતના ક્ષત્રિય સમાજ દ્વારા ચાલતા આંદોલન વચ્ચે એક ઑડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઑડિયો ક્લિપ આંદોલનનો ચહેરો બની ગયેલાં મહિલા નેતા પદ્મિનીબા વાળાનો હોવાનું કહેવાય છે. આ વાયરલ ઑડિયો ક્લિપમાં પદ્મિનીબા તાજેતરમાં રાજકોટમાં યોજાઈ ગયેલા ક્ષત્રિય મહાસંમેલનની ચર્ચા કરતાં ને સંકલન સમિતિ પ્રત્યે પણ નારાજગી દર્શાવતાં સાંભળવા મળે છે.
સોશિયલ મીડિયા પર આ ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં પદ્મિનીબા રાજપૂત સંકલન સમિતિ પર સવાલ ઉઠાવતાં જોવા મળે છે કે આખરે તાજેતરમાં રાજકોટમાં યોજાઈ ગયેલા સંમેલનમાં કોઇ નિર્ણય શા માટે ન આવ્યો અને એમ પણ કહે છે કે સંકલન સમિતિ નેતૃત્વ કરી રહી છે પરંતુ દંડા તેમણે ખાવાના છે. સાથે એવો પણ આરોપ લગાવ્યો કે રાજકોટના સંમેલનમાં અન્ય નેતાઓ તેમને બોલવા દેવા માંગતા ન હતા.

- Advertisement -

વાયરલ ક્લિપમાં પદ્મિનીબા કહેતાં સાંભળવા મળે છે કે, કાલે આટલું પબ્લિક ભેગું થયું હતું તો તે આશાના કિરણ સાથે આવ્યું હતું કે કંઈકને કંઈક નિર્ણય આજે આવશે. પણ નિર્ણય તો એક પણ ન થયો, તો શું આ લોકો ભાષણો સાંભળવા માટે આવ્યા હતા? ભાષણો તો કેટલાં સંમેલનોમાં થયાં. એકનાં એક ભાષણો જ બધે થયાં છે. તો ખાલી સ્ટેજ ઉપર ચડીને ભાષણો જ કરવાનાં છે? લડત જીતવાની કઈ રીતે છે?
આગળ તેઓ કહે છે કે, પહેલી બાબત એ છે કે આપણે રૂપાલાભાઈને (પરસોતમ રૂપાલા, રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર) ફોર્મ (ચૂંટણી માટેનું નામાંકન પત્ર) જ શું કામ ભરવા દેવું જોઈએ? ફોર્મ ભરી દેશે તો ગેરેન્ટી કોણ લેશે કે રૂપાલાભાઈ ફોર્મ પરત ખેંચી લેશે, અથવા તો એવી ગેરેન્ટી છે કે રૂપાલાભાઈ હારી જ જશે? નોંધવું જોઈએ કે ભાજપ નેતા પરસોતમ રૂપાલા આગામી 16 એપ્રિલના રોજ (મંગળવાર) ફોર્મ ભરવા જઈ રહ્યા છે. જ્યારે રવિવારે (14 એપ્રિલ) યોજાયેલા મહાસંમેલનમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી કે રૂપાલા ફોર્મ ભર્યા બાદ પરત ન ખેંચી લે તો પાર્ટી સામે મોરચો ખોલવામાં આવશે.

ઓડિયો ક્લિપની વાત કરવામાં આવે તો, પદ્મિનીબાએ આગળ કહ્યું કે, હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી તો સંકલન સમિતિ રાજકોટ આવે અને રાજકોટ રહે.. અહીં રાજકોટમાં દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું, અટકાયત અમારી થાય, બહાર અમારે નીકળવાનું, તો પછી સંકલન સમિતિ કઈ રીતે જીત અપાવવાની છે? આ (આંદોલન) દિવસે-દિવસે ઠંડુ પડતું જાય છે એમ કહેતાં તેઓ આગળ કહે છે કે, હવે આટલું પબ્લિક ભેગું નહીં થાય, જેટલું કાલે (રાજકોટમાં થયેલા મહાસંમેલન વિશે) થયું હતું. આગળ કહે છે કે, આ બધું લોઢાના ચણા ચાવવા જેવું થઈ ગયું છે. હવે આમાં શું કરવાનું છે એ હું સમાજને પ્રશ્ન પૂછું છું. અમે તો સત્યની લડાઇ લઈને બેઠા છીએ. આમાં શું ગૂંચવાડો થયો છે એ ખબર નથી પડતી. ત્યારબાદ તેઓ કહેતાં સાંભળવા મળે છે કે, કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કરવાનું..અમે તો સામે પડવાના જ છીએ, લડવાના જ છીએ, પણ હાથા અમને બનાવવાના છે?

વાયરલ ક્લિપમાં પદ્મિનીબા રવિવારે (14 એપ્રિલ) રાજકોટમાં યોજાઇ ગયેલા મહાસંમેલનને લઈને પણ નારાજગી વ્યક્ત કરતાં સાંભળવા મળ્યાં. તેમણે કહ્યું, મારે તો કાલે વાત મૂકવાની જ હતી, મને તો એ લોકો સ્પીચ પણ આપવા દેવા માંગતા ન હતા. મેં પરાણે સ્પીચ આપી છે. મારું તો વક્તામાં નામ જ ન હતું કે પદ્મિનીબાની સ્પીચ જ નહીં.તો શું કામ મને આ લોકો રોકે છે? અહીં નોંધવું જોઈએ કે વાયરલ ક્લિપમાં તેઓ પોતાનું જ સંબોધન કરીને પદ્મિનીબા નામ લેતાં સાંભળવા મળે છે.

તેમણે કહ્યું કે, હું સંકલન સમિતિને પ્રશ્ર્ન કરું છું કે તમે બધા મને શું કામ રોકો છો? તમે બધા પાઘડીઓ અને સાફા બાંધીને ઉપર ચડી ગયા હતા, સ્પીચ આપી હતી. પણ હવે કાલે રૂપાલાભાઈને ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ? હવે લાંબું શું કામ કરો છો? હવે કહો છો કે 19 તારીખે અમારે પાર્ટ-2 ચાલુ થશે. હવે જો પાર્ટ-2 રોડ ઉપર ઉતરવાનું જ હોય તો અત્યારે જ કરો.હું એમ પૂછવા માંગું છું કે હવે રાહ શેની જોવામાં આવી રહી છે? પછી શું રૂપાલાભાઈને ઘરે કહેવા જશો કે ફોર્મ પરત ખેંચી જ લો. ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે? રૂપાલાભાઈ એક વખત ફોર્મ ભરી જ દે, પછી નક્કી કોણ કરશે કે તેઓ નહીં હારે કે જીતશે તેમ છે કે નહીં? એ બધું રાજકોટમાં છે અને અમારે જોવાનું છે.
આમાં શું ખીચડી પાકી રહી છે તે મને ખબર નથી પડતી તેમ કહીને ઉમેરે છે કે, કાલે સ્ટેજ પર જે ખેંચાખેંચી થતી હતી

તે બધા કાલે રાજકોટ આવો. ફોર્મ ભરાવું ન જોઈએ. ફોર્મ જ શું કામ ભરાવા દેવું જોઈએ? આવી ગાંધીગીરી કરવી હોય તો આવાં આંદોલન ન કરાય, ઘરે બેસી જવાય. આમાં અમારા જેવાને મરવા જેવું થઈ જશે. અમારે જીવ દેવા પડશે. તમને કોઇ ફેર નહીં પડે.ખાસ-ખબર આ વાયરલ ક્લિપની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શક્યું નથી, પરંતુ એક અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પદ્મિનીબાએ તેમની સાથે વાતચીતમાં ઑડિયો તેમનો જ હોવાની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત, ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં પણ પદ્મિનીબાએ વાયરલ ઑડિયો ક્લિપમાં પોતાનો જ અવાજ હોવાની પુષ્ટિ કરી હતી. વાચકોને જાણ થાય કે સંકલન સમિતિ એટલે રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની વાત થાય છે, જે આ આંદોલનનું નેતૃત્વ કરી રહી છે. જેમાં ક્ષત્રિય સમાજની તમામ નાની-મોટી સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ છે. હાલ ચાલતા આંદોલનના તમામ નિર્ણયો આ સમિતિ કરે છે.

You Might Also Like

રાજકોટમાં બે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાની બે ફરિયાદ નોંધાઈ

રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં પિતા અને બે પુત્રો સહિત 4 લોકોના કરુણ મોત

રાજકોટ ઝૂમાં ગરમીનો પ્રભાવ પ્રાણીઓના ખોરાકમાં 10% ઘટાડો કરાયો

શુક્લ પરિવાર સાથેનો નાતો અને સ્વ. મધુબેનનો આવકાર હંમેશા યાદ રહેશે : શંકરસિંહ વાઘેલા

જીભનો ચટકો મોંઘવારી પર ભારે! કોમર્શિયલ ગેસમાં તોતિંગ ભાવ વધારો છતાં ખાણી-પીણી બજારમાં તેજી

TAGGED: Gandhijiri, Padminiba
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બન્ને આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Next Article સરગમ કલબ અને રાજકોટ એકબીજાની ઓળખ બની ગયા છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટમાં બે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાની બે ફરિયાદ નોંધાઈ
પરિણીત પ્રેમિકાને ભગાડી જનાર યુવકની હત્યા: બાઢડામાં ઢોરમાર મારી વિડીયો બનાવ્યા બાદ મોતને ઘાટ ઉતાર્યો
અમરેલી ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત: 2ના મોત, પરિવારમાં શોકનું મોજું
રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં પિતા અને બે પુત્રો સહિત 4 લોકોના કરુણ મોત
રાજકોટ ઝૂમાં ગરમીનો પ્રભાવ પ્રાણીઓના ખોરાકમાં 10% ઘટાડો કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં બે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાની બે ફરિયાદ નોંધાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં પિતા અને બે પુત્રો સહિત 4 લોકોના કરુણ મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

રાજકોટ ઝૂમાં ગરમીનો પ્રભાવ પ્રાણીઓના ખોરાકમાં 10% ઘટાડો કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?