રામ વન (અર્બન ફોરેસ્ટ) માટે સુવ્યવસ્થિત રસ્તો ડેવલપ થશે : સિવિલ હોસ્પિટલ ચોક ફ્લાયઓવર બ્રિજ ઝડપથી પૂર્ણ કરવા રાત્રે પણ કામ ચાલુ રાખવા રીસોર્સીઝ વધારાશે: ICCC સર્વેલન્સના કવરેજ એરીયામાં વધારો થશે
Ø રામ વનનાં મુલાકાતીઓને આવવા જવા માટે સુવ્યવસ્થિત રસ્તો ડેવલપ કરવા સૂચના
- Advertisement -
Ø રામ વનમાં વિવિધ સ્કલપ્ચર મુકવા માટેની ટેન્ડર પ્રક્રિયા ઝડપભેર પૂર્ણ કરવા સૂચના
Ø સિવિલ હોસ્પિટલ ચોક ફ્લાયઓવર બ્રિજનું કામ રાત્રે પણ ચાલુ રાખવા રીસોર્સીઝ અને મેનપાવર વધારવા સૂચના
Ø સિવિલ હોસ્પિટલ ફ્લાયઓવર બ્રિજ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)ની પણ મુલાકાત લઈ કમિશનરશ્રીએ માહિતી મેળવી.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં વિવિધ સ્થળોએ નાના મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે. આ તમામ પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે બાબત પર ભાર મુકી રહેલા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે તા. ૨૮-૦૬-૨૦૨૧ ના રોજ વરિષ્ઠ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી સિવિલ હોસ્પિટલ ચોક ખાતે નિર્માણાધીન થ્રી આર્મ ફ્લાયઓવર બ્રિજ સાઈટ અને રાજકોટ મહાનગરપાલિકાનાં “આઈ-વે પ્રોજેક્ટ” હેઠળ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા ચોક ખાતે કાર્યરત્ત ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)ની પણ મુલાકાત લીધી હતી. જ્યારે આજી ડેમ સાઈટ પાસે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બની રહેલા “રામ વન” (અર્બન ફોરેસ્ટ) પ્રોજેક્ટ્સ સાઈટ્સ ખાતે મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સાથે મુલાકાત કરી હતી.
આજે કમિશનરશ્રીએ સર્વપ્રથમ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ફ્લાયઓવર બ્રિજ સાઈટની મુલાકાત લીધી હતી. ત્રણેય રસ્તા પર બ્રિજની કામગીરી ક્યા તબક્કે પહોંચી છે તેની માહિતી મેળવી હતી. સાથોસાથ તેમણે આ બ્રિજનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય એ માટે રાત્રે પણ કામગીરી ચાલુ રાખવા રીસોર્સીઝ અને મેનપાવર વધારવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. કમિશનરએ આ સાઈટને પણ તાકીદે સીસીટીવી સર્વેલન્સ હેઠળ આવરી જણાવ્યું હતું.
મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજી ડેમ સાઈટ નજીક આવેલ “રામ વન” (અર્બન ફોરેસ્ટ)ની વિઝિટ કરી હતી. કુદરતી સુંદરતા ધરાવતા આ નયનરમ્ય સ્થળના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રામ વનમાં થયેલા આંતરિક રસ્તાઓ અને પાણીની લાઈનોના કામ સહિતની વિગતો મેળવી કમિશનરએ બાકીના અન્ય કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી આ ઉપરાંત “રામ વન”માં જુદાજુદા સ્થળોએ “રામ વન” ની થીમ આધારિત વિવિધ સ્કલપ્ચર પ્રસ્થાપિત કરવામાં આવનાર છે. આ માટેની ટેન્ડર પ્રક્રિયા ઝડપભેર પૂર્ણ કરી ક્વાલીફાય થનાર એજન્સીને કામ સોંપી દેવા પણ સૂચના આપી હતી.
ત્યારબાદ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા ચોક ખાતે રાજકોટ મહાનગરપાલિકાનાં “આઈ-વે પ્રોજેક્ટ” હેઠળ કાર્યરત્ત ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)ની પણ મુલાકાત લીધી હતી. શહેરભરમાં લગાવવામાં આવેલા ૯૫૦થી વધુ સીસીટીવી કેમેરા વડે સર્વેલન્સની જે કામગીરી કરવામાં આવી રહી છે તેની વિગતો મેળવ્યા બાદ કમિશનરએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા શહેર પરના સર્વેલન્સના વ્યાપમાં મહત્તમ વધારો થાય તે માટે આયોજન કરવા સૂચના આપી હતી.
આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનરઓ આશિષ કુમાર, એ. આર. સિંહ, અને ચેતન નંદાણી, એડિશનલ સિટી એન્જિનિયરઓ વાય. કે. ગૌસ્વામી, એચ. યુ. દોઢિયા અને બી.યુ.જોષી, ટી.પી.ઓ. એમ. ડી. સાગઠીયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, ડાઈરેક્ટરશ્રી, ગાર્ડન એન્ડ પાર્ક્સ ડો. કે.ડી. હાપલીયા, પી.એ. (ટેક.) ટુ રસિક રૈયાણી, DEE પરેશ પટેલ અને એજન્સીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.


