NRI હોસ્ટેલમાં પહેલા માળે ગર્લ્સ તો બીજા-ત્રીજા માળે બોયઝ રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની તથા તોડફોડની ઘટના બની હતી. જેને લઇને વિદેશી વિદ્યાર્થીઓને NRI હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રથમ વખત વિદેશી વિદ્યાર્થીઓને ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની ભેગી કરી એક જ હોસ્ટેલમાં રાખવામાં આવશે. જો કે, હોસ્ટેલમાં નીચેનો માળ ખાલી રાખવામાં આવશે.
- Advertisement -
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જ ગછઈં હોસ્ટેલ આવેલી છે. NRI હોસ્ટેલ ચાર માળની છે. હોસ્ટેલમાં 92 રૂમ તમામ સુવિધાઓથી સજજ છે. હોસ્ટેલમાં નીચેના માળે 12 રૂમ છે. જ્યારે ચાર માળમાં 20-20 રૂમ છે. એક રૂમમાં ચાર વિદ્યાર્થીઓ રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે જ્યારે તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે હોસ્ટેલ માટેની નવી ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે.
NRI હોસ્ટેલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 12 રૂમ ખાલી રાખવામાં આવશે. જ્યાં ક્યારેક વિદ્યાર્થીઓના વાલી કે પરિચિત આવે તો તેમને પરવાનગી સાથે રાખી શકાશે. હોસ્ટેલમાં પ્રથમ માળે આવેલા 20 રૂમમાં વિદેશી વિદ્યાર્થિનીઓ રહેશે. હોસ્ટેલમાં બીજા અને ત્રીજા માળે વિદેશી વિદ્યાર્થીઓ રહશે. અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સાથે રહશે.