રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને તકેદારી સમિતિના સભ્ય ભુપતભાઇ બોદર વિડિઓ કોન્ફરન્સ માધ્યમથી જોડાયા વિવિધ યોજનાઓની સમીક્ષા અને સૂચનો કરાયા.
NFSA કાર્ડનો લાભ (૧) દિવ્યાંગો (૨) ગંગાસ્વરૂપ બહેનો (૩) વૃદ્ધા પેંશનરો તથા (૪) બાંધકામ શ્રમિકોને મળી શકે તે માટે સમીક્ષા કરવામાં આવી – પ્રમુખ ભુપતભાઇ બોદર
- Advertisement -
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને તકેદારી સમિતિના સભ્ય ભુપતભાઇ બોદરની અખબારી યાદી જણાવે છે કે માનનીય કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી “તકેદારી સમિતિની બેઠક”માં ભુપતભાઇ બોદરે I કાર્યોને ઝડપથી ઉકેલવા સબંધિત અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની “તકેદારી સમિતિની બેઠક” તારીખ ૧૬/૬/૨૦૨૧ ના રોજ માનનીય કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા (મંત્રી, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત, કુટિર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી)ની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેથી વિડિઓ કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવેલી હતી. આ બેઠકમાં સમિતિના સર્વે સભ્યઓ તેમજ સબંધિત અધિકારીઓ હાજર રહેલ હતા જેમાં રાજકોટથી તકેદારી સમિતિના સભ્યશ્રી ભુપતભાઇ બોદર (રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ પુરવઠા અધિકારી પૂજાબેન બાવળા કલેક્ટર કચેરીના વિડિઓ કોન્ફરન્સ માધ્યમથી જોડાયેલા હતા. આ બેઠકમાં ગત મિટિંગની કાર્યવાહી અંગે તેમજ બેઠકના એજન્ડા મુજબ વિડિઓ કોન્ફરન્સ ચોજાયેલી હતી.
બેઠકની કાર્યવાહી દરમ્યાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કરાયેલી વિતરણની કામગીરીની જાણકારી આપવામાં આવેલ હતી. એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓના વિતરણ અંતર્ગત મળેલ ફરિયાદોનું નિવારણ, બાકી ફરિયાદોની જિલ્લાવાર પરિસ્થિતિ તેમજ વાજબી ભાવની દુકાનોની તથા કુલ તપાસોના પત્રકોની સમીક્ષા કરવામાં આવેલ હતી. આ ઉપરાંત વાજબી ભાવની દુકાનના નવા પરવાના મંજુર તથા રીન્યુ કરવા, ચાર્જમાં ચાલતી દુકાનો માટે નવા જાહેરનામા બહાર પાડવા તેમજ જિલ્લાવાર બંધ પડેલ દુકાનોને પુનઃ ચાલુ કરવા બાબતોની પણ સમીક્ષા કરવામાં આવી.
- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની ક્રાંતિકારી યોજના “વન નેશન વન રેશનકાર્ડ યોગના અંતર્ગત કોઈ પણ રેશનકાર્ડ ધારક સમગ્ર રાજ્યમાં પોતાના અંગુઠાની છાપની ઓળખનો ઉપયોગ કરી રાશન મેળવી શકશે જેનો મુખ્ય ફાયદો શ્રમિક કામદારો (માઇગ્રન્ટ લેબર) અને જ્યાં લઘુ ઉદ્યોગો છે ત્યાં થશે તેની જાણકારી અને સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી. આ ઉપરાંત વાજબી ભાવની દુકાનો અંગે તેમજ અન્ય તમામ બાબતો જેવી કે રીન્યુઅલ વગેરે ઓનલાઈન જ કરવા અંગેની સમીક્ષા કરવામાં આવી જેથી પારદર્શકતા સાથે અરજદારને પણ પોતની અરજીના સ્ટેટસનો ખ્યાલ આવે.
કોરોના કાળમાં અવસાન પામેલ વાજબી ભાવના દુકાનદારના વારસાઇ નોંધણી કામગીરી તેમજ સરકાર દ્વારા કોરોના વૉરિયર અંગેની જાહેર કરેલ રપ લાખની સહાચ તાકિદથી પૂર્ણ કરવા માનનીય મંત્રી જયેશભાઇ રાદડિયાએ સૂચનાઓ આપેલ હતી અને પ્રમુખ ભુપતભાઇ બોદરે પણ કાર્યોને ઝડપથી આગળ વધારવા માટે સબંધિત આધિકારીઓને યોગ્ય કરવા કહ્યું હતું.