વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન 15મી જાન્યુઆરી સુધી ખુલ્લુ રહેશે
‘લોકલ’ કારીગરથી લઈ ‘ગ્લોબલ’ માર્કેટમાં ડંકો વગાડતી કંપનીની ક્ષમતા જોવા મળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’માં એક તરફ દેશ-વિદેશના પ્રતિનિધિઓ વચ્ચે બી-ટુ-બી ડીલ ચાલતી હશે, બીજી તરફ બિઝનેસ એક્ઝિબિશનમાં ‘લોકલ’ કારીગરથી લઈને ‘ગ્લોબલ’ માર્કેટમાં ડંકો વગાડતી ભારતીય કંપનીઓની ક્ષમતાથી મુલાકાતીઓ અવગત થતા હશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 11મી જાન્યુઆરીએ મારવાડી યુનિવર્સિટી ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ની સાથે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’નું પણ ઉદ્ઘાટન કરશે. ‘ટૠછ-કોન્ફરન્સ’ બે દિવસ ચાલશે જ્યારે ‘ટૠછ-એક્ઝિબિશન’ 15મી જાન્યુઆરી સુધી ખુલ્લું રહેશે. આ એક્ઝિબિશનમાં 18 હજાર ચોરસ મીટર જગ્યામાં વિશાળ ડોમમાં છ થીમ પેવેલિયન બનાવવામાં આવ્યા છે. જેમાં વિવિધ ક્ષેત્રોના ભવિષ્યની તકોને ઉજાગર કરતી વિવિધ બાબતો રજૂ કરવામાં આવશે. આ તમામ સ્ટોલમાં વિવિધ ક્ષેત્રો દ્વારા દેશની અર્થવ્યવસ્થામાં અપાતા યોગદાન સાથે ભવિષ્યની સંભાવનાઓની એક ઝાંખી પણ જોવા મળશે.
થીમ પેવેલિયન્સ દ્વારા વિવિધ ક્ષેત્રોને સમજવાનો નવો દૃષ્ટિકોણ મળશે
- Advertisement -
હોલ નં. 01 : ‘ગેટવે ટુ ગ્લોબલ ગ્રોથ’ની થીમ સાથે પ્રદર્શન
જાપાનની જેટ્રો (જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન), ઉદ્યોગ અને ખાણ વિભાગ-ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, ધોલેરા સર, ગુજરાત માઇન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એસ.બી.આઈ., ગુજરાત ટૂરિઝમ, મિનિસ્ટ્રી ઓફ ટૂરિઝમ-ભારત સરકાર વગેરેના આકર્ષક સ્ટોલમાં વિવિધ વિગતો જાણવા મળશે. અહીં બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ માટે રિવર્સ બાયર્સ-સેલર્સ મીટ પણ થશે.
હોલ નં. 02 : ‘ગ્રીન એનર્જી ઈકો સિસ્ટમ અને પેટ્રોકેમિકલ્સ’ની થીમ સાથે પ્રદર્શન
ટોરેન્ટ પાવર, પિક્સોન કંપની, પેરામાઉન્ટ, સનીફાઈ, રેડરેન સોલાર, કોસોલ વગેરેના સ્ટોલ્સમાં એનર્જી સેક્ટર અને ગ્રીન એનર્જી સંલગ્ન વિવિધ બાબતો રજૂ કરવામાં આવશે.
હોલ નં. 03 : ‘હસ્તકલા ગ્રામ્ય અને ખજખઈં’ થીમનું પ્રદર્શન
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર, ગૌ યોગ કેન્દ્ર, સિગ્નસ મોટર્સ વગેરેના સ્ટોલ રાખવામાં આવ્યા છે. ઉપરાંત ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા સ્વદેશી હાટ અંતર્ગત વિવિધ સ્ટોલ્સ, ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ, વિઝન એનર્જી વગેરેના સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાર્થક કરતાં સ્થાનિક ગ્રામીણ કારીગરોના ઉત્પાદનોથી લઈને અહીં એમ.એસ.એમ.ઈ.ની તાકાતનું નિદર્શન જોવા મળશે.
હોલ નં. 04 : ‘ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ની થીમ સાથે પ્રદર્શન
ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા એક મોટા જહાજમાં બંદર અને સમુદ્રી ક્ષેત્રના વિકાસની તકોનું નિદર્શન કરવામાં આવશે. ઉપરાંત અહીં રિલાયન્સ ન્યૂ એનર્જી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, વન્ય પ્રાણીઓના રાહત-બચાવ માટે કાર્યરત વનતારા, ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, શ્રી રામ એરોસ્પેસ, એસ.એલ.એસ., યુનિક ફોર્જ, વી.વી.પી. એન્જિનિયરિંગ વગેરેના સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે.
હોલ નં. 05 : ‘એન્ટરપ્રાઈઝ એક્સેલન્સ પેવેલિયન’ની થીમ સાથે પ્રદર્શન
ભારતની મહારત્ન કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એસ્સાર, ન્યારા એનર્જી, જ્યોતી સી.એન.સી., એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ભારતીય શેરબજાર અને સંલગ્ન ઓથોરિટી, નિરમા, બેન્ક ઓફ બરોડા, જે.કે. ટાયર્સ સહિતના મોટા સ્ટોલ્સ છે.
હોલ નં. 06 : ‘પબ્લિક સેક્ટર પાવર હાઉસ’ની થીમ
રાજ્યના શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાન (ગેમી), નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, વન વિભાગ-ગુજરાત રાજ્યના સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે.



