2018માં નિવૃત્ત શિક્ષિકાની, 2023માં લાલપરીમાંથી યુવતીની હાથ-પગ કાપેલી અને મારુતિનગરમાંથી વૃદ્ધાની મળી હતી હત્યા કરેલી લાશ
બી ડિવિઝન અને ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓમાં ગુનેગારો પોલીસ પકડથી દૂર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં 2018માં અને 2023માં નોંધાયેલા હત્યાના ત્રણ ચકચારી મર્ડરના ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને હજુ સુધી કોઈ સફળતા મળી નથી જેમાં 2018માં માસ્તર સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષિકાની તેમના જ ઘરમાંથી લાશ મળી હતી પીએમ રિપોર્ટ બાદ તેમની હત્યા થયાનું ખુલ્યું હતું જે અંગે ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો આ ઉપરાંત 2023માં લાલપરીમાંથી એક યુવતીની હાથ-પગ-માથું-ધડ કાપેલી હાથ બે થેલામાંથી મળી હતી આ હત્યાનો ભેદ ઉકેલવો તો દૂર મૃતકની યુવતી ઓળખ મેળવવામાં પણ પોલીસ નિષ્ફ્ળ નીવડી છે આ ઉપરાંત મારુતિનગરમાં એક વૃદ્ધાની લાશ મળી હતી તેમનું પીએમ કરાવતા તેમની પણ હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું પરંતુ આ ભેદ પણ હજુ સુધી અકબંધ છે ભક્તિનગરમાં નોંધાયેલા બે અને બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલા એક એમ હત્યાના ત્રણ બનાવો હજુ પણ પોલીસ માટે પડકારરૂપ સાબિત થઇ રહ્યા છે પોલીસની ભાષામાં વાત કરીએ તો પરફેક્ટ ક્રાઇમ સમાન આ ત્રણેય ગુનાઓમાં ગુનેગારો હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપી હજુ પણ ખુલ્લેઆમ રખડી રહ્યા છે.
1 : માસ્તર સોસાયટીમાં નિવૃત શિક્ષિકાની 10-05-2018માં હત્યા
- Advertisement -
રાજકોટની માસ્તર સોસાયટીમાં 13/અ માં એકલવાયું જીવન જીવતા 73 વર્ષીય નિવૃત શિક્ષિકા જયશ્રીબેન દયાશંકરભાઈ શુક્લની 10-05-2018ના રોજ તેમાં જ ઘરમાંથી લોહીભીની લાશ મળી આવી હતી ચાર દિવસથી બંધ મકાનમાંથી બદબુ આવતી હોય પાડોશીઓએ ડોકિયું કરતા વૃધ્ધાની લાશ જોવા મળતા પોલીસ કાફલો અને પરિવારજનો દોડી ગયા હતા આ વૃધ્ધાની હત્યા તેમની મિલકત પચાવી પાડવા કરવામાં આવી હોવાની શંકાએ પોલીસે તપાસ શરુ કરી હતી તેમની મિલકતના ખોટા દસ્તાવેજો ઉભા કરનાર ટોળકીને પણ દબોચી લીધી હતી તેમ છતાં હત્યા કરનાર કોણ તે જાણવા મળ્યું ન હતું કમનશીબે આ સોસાયટીના સીસીટીવી કેમેરા પણ બંધ હોવાથી તેમના ઘરે કોણ આવ્યું હતું તે જાણી શકાયું નથી. પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે તેઓ એકલવાયું જીવન જીવતા હોય નજીકમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારના બહેન તેઓને જમવાનું આપી જતા તો તેઓ જામી લેતા હતા ઘરમાં લાઈટ પણ નહિ હોવાનું જાણવા મળ્યું હતું હત્યાના 8 વર્ષ પછી પણ આ બનાવ હજુ અકબંધ રહેવા પામ્યો છે જયશ્રીબેન નિવૃત શિક્ષિકા હતા તેઓના લગ્ન થયાના છ મહિના બાદ જ પોતે છુટ્ટાછેડા લઇ લીધા બાદ આ ઘરે એકલા જ રહેતા હતા.
2 : લાલપરીમાંથી 13-04-2023ના રોજ યુવતીના
હાથ-પગ કાપેલી બે થેલામાં ભરેલી લાશ મળી હતી રાજકોટના મોરબી રોડથી અમદાવાદ હાઇવેને જોડતા રોડ ઉપર લાલપરી તળાવની ખાણમાંથી 13 એપ્રિલ 2023ના રોજ બે બેગમાં યુવતીની હત્યા કર્યા બાદ કટકા કરેલી લાશ મળી આવી હતી ખાણમાંથી લાશ મળી આવતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પટિયાલે ખસેડી હત્યાંનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ મેળવવા અથાગ પ્રયત્નો કર્યા હતા પરંતુ હજુ કોઈ કડી મળી નથી ત્યાર બાદ પોલીસે આજુબાજુના ખેતરોમાં તપાસ કરી હતી પરંતુ યુવતીની ઓળખ થાય કે હત્યાનો ભેદ ઉકેલી શકાય તેવી કોઈ મહત્વની કડી પોલીસને આજદિન સુધી મળી ન હતી પરફેક્ટ ક્રાઇમ સમાન આ ગુનાને અંજામ આપી પોલીસે ત્રણ વર્ષ પછી પણ ખુલ્લેઆમ રખડી રહ્યો છે.
3 : મારુતિનગરમાંથી વૃદ્ધાની 22-04-2023ના રોજ સુનીતાબેનની લાશ મળી હતી
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મારુતિનગર વિસ્તારમાં રહેતા સુનીતાબેન ઈશ્વરભાઈ છંછરિયા નામના 63 વર્ષીય વૃદ્ધાની 22 એપ્રિલ 2023ના રોજ તેમના જ ઘરમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી બનાવને પગલે પરિવારજનો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી ભક્તિનગર પોલીસે બનાવ શંકાસ્પદ જણાતા મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો ફોરેન્સિક પીએમ કરાવતા શરીર ઉપર ઉઝરડાના નિશાન હોય તેમ વાળ પણ ખેંચ્યા હોય હત્યા થઇ હોવાનું પ્રકાશમાં આવતા પરિવારજનોએ હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધાની આ હત્યાના કેસમાં પણ 3 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી ઉકેલવામાં પોલીસને કોઈ સફળતા મળી નથી તમામ કેસો પોલીસ ચોપડે નોંધાઈ છે, તપાસ પણ થાય છે થાણા અમલદારો બદલાઈ છે અને વર્ષ પૂરું થતા જ પેન્ડિંગ ફાઈલ ફાઇલોના ઢગલામાં મૂકી દેવામાં આવે છે બંગાળનો એ પરિવાર નશીબદાર તો ન જ ગણી શકાય કારણકે તેણે પોતાનો વહાલસોયો પુત્ર ગુમાવ્યો છે અને તેની હત્યાની ખબર પણ 8 વર્ષ પછી પડી છે દીકરાના અંતિમ દર્શન તો દૂરની વાત છે અંતિમવિધિ પણ પરિવાર નહિ કરી શકે તે નિશ્ચિત છે.



