દારૂના જથ્થા સાથે રિક્ષાચાલકની ધરપકડ: અન્ય બે દરોડામાં ચાર બોટલ સાથે બે પકડાયા
શહેરના સાધુવાસવાણી રોડ પર આરએમસી ગાર્ડન પાસેથી પોલીસે રિક્ષા ચાલકને 24 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત અન્ય બે દરોડામાં ચાર બોટલ સાથે બે શખસો પકડાયા હતા.ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ બી.જે.કડછાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ દેવાભાઈ ધરજીયાને મળેલ બાતમીના આધારે સાધુવાસવાણી રોડ પર દર્શન પાર્ક પાસે ત્રીલોક આર.એમ.સી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા જયેશગીરી ચુનીગીરી ગોસ્વામી (ઉ.વ 30)નામના રિક્ષાચાલકને રૂપિયા 9600 ની કિંમતના 24 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે ચુનારાવાડ શેરી નંબર 2 ના ખૂણેથી વિશાલ મુકેશભાઈ ડાભી (ઉ.વ 26)ને દારૂની 1 બોટલ સાથે જ્યારે તાલુકા પોલીસે ઓમનગર સર્કલ દોઢસો ફૂટ રીંગ રોડ પાસેથી રૂપિયા 1800ની કિંમતની દારૂની ત્રણ બોટલ સાથે સંજય જીવરામભાઈ ઠાકરને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો : રાજકોટ ફરી બન્યું સ્યુસાઇડ કેપિટલ
https://khaskhabarrajkot.com/2022/03/23/rajkot-becomes-suicide-capital-again/
https://khaskhabarrajkot.com/2022/03/23/rajkot-becomes-suicide-capital-again/


