દિવાળીના તહેવારે જૂનાગઢ જિલ્લામાં 108 એમ્બ્યૂલન્સ સેવા સજ્જ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ જિલ્લામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ દિવાળીના તહેવારમાં આવનાર ઇમરજન્સીને પહોંચી વળવા સુસજ્જ થઇ ગઇ છે. ખાસ કરીને આ દિવાળીના તહેવારમાં સંભવિત આગ અને અકસ્માતની દુર્ઘટનામાં તુરત સારવાર મળી રહે તે માટે 108ની ટીમ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. દિવાળીના તહેવારમાં 108 ઇમરન્સી સેવામાં પ્રતિ વર્ષ ઇમરજન્સી કેસોના વધારો નોંધાતો હોય છે.
ત્યારે આવી આકસ્મિક દુર્ઘટનાને પહોંચી વળવા માટે ઇએમચારઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ અને જિલ્લાના પ્રોગ્રામ મેનેજર મહેન્દ્રસિંહના સુપરવાઇઝર યુવરાજસિંહ ઝાલા દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. આમાં જૂનાગઢ જિલ્લામાં ઉપલબ્ધ 4 એડવાન્સ લાઇફ સપોર્ટ 1 આઇસીયુ અને 12 બેઝિક લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ મળી કુલ 17 એમ્યબ્ુલન્સોને તૈનાત રખાઇ છે.
- Advertisement -
દિવાળીના સંભવિત તમામ ઇમરજન્સી કેસોને પહોંચી વળવા માટે તમામ સંસાધનો અને દવાઓના પૂરતા સ્ટોક સાથે રિલીવર સહિત 80ના સ્ટાફને સુસજ્જ રીતે તૈયારી કરવામાં આવ્યા છે. દિવાળીના આ તહેવારમાં જૂનાગઢ જિલ્લાની પ્રજાની આરોગ્યની સુખાકારી અને કાળજી માટે 108 એમ્બ્યુલન્સ 24 કલાક પુરતા સ્ટાફ સાથે લોક સેવામાં હાજર રહેશે.



