પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી સગીરાને શોધી આરોપીને દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
જેતપુરના ભોજાધાર વિસ્તારમાંથી ગઇકાલે એક તાજું જન્મેલ નવજાત બાળક મળી આવ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે સગીર માતાને શોધી પોકસો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો છે
જેતપુરના ભોજાધાર વિસ્તારમાં સવારના પાંચેક વાગ્યે એક બાળક રડવાનો અવાજ આવતા સ્થાનિક રહેવાસી શિવમ પાંડે નામના યુવાન અને તેની પત્નીને એક તાજું જન્મેલ બાળક મળી આવતા આજુબાજુ પડોશમાં જાણ કરતા લોકો ત્યાં ઉમટી પડયા હતાં.બાદમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ બંને સાથે પહોંચ્યા હતાં. અને બાળકને ત્યાંથી લઈ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતાં બીજી બાજુ જેતપુર સિટી પોલીસે તરછોડાયેલ બાળકની માતાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બાજુમાં જ રહેતી એક 15 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપ્યો હોવાની પોલીસને વિગત મળતા સગીરા તેમજ તેના પરિવારજનોને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા અને ત્યાં સગીરાની પૂછપરછ હાથ ધરી હતી.
- Advertisement -
તાજું જન્મેલ બાળક ત્યજી દીધેલના બનાવમાં સિટી પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ ફરીયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે ભોગ બનનાર સગીરા પંદર વર્ષની ઉંમર ધરાવે છે અને તેણીને ભોજાધાર વિસ્તારમાં રહેતા અજય પોપટભાઈ ગોહેલ ઉ.23નામના યુવાને લલચાવી બે વર્ષથી પ્રેમ સંબંધ બાંધ્યો હતો જેથી સગીરાના ઘરે રાતના સમયે ઘરની વંડી ટપીને આરોપી ઘરમાં આવતો અને તેણીને ભોળવી તેણી સગીર હોવાની જાણ હોવા છતાં તેણી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી ગત રાતે પણ આરોપી શખ્સ અજય સગીરાના ઘરે વંડી ટપીને આવ્યો હતો ત્યારે તેણીને પ્રસવ પીડા ઉપડતા બાથરૂમમાં જતા તેણીને સુવાવડ થઈ ગઈ અને બાળકને જન્મ આપ્યો હતો. બાથરૂમમાંથી બાળક લઈને આવી સગીરાએ અજયને બતાવતા આરોપી અજયે પોતાનું પાપ છુપાવવા બાળકને નવેરામાં તરછોડી દીધું હતું. પોલીસ તરછોડાયેલ બાળકને સારવાર માટે હોસ્પિટલે લઈ જતા ડોકટરે બાળક તંદુરસ્ત હોવાનું જણાવેલ હતું પોલીસે આરોપી શખ્સ અજય સામે બીએનએસ 65(1), 93 અને પોકસો 6 સગીર હોવાની જાણ હોવા છતાં દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી બનાવી, જન્મેલ બાળકને ત્યજી દેવાની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.



