મુખ્યમંત્રી દ્વારા આ પ્રસંગે સાત જેટલા યોગ કોચ -યોગ ટ્રેનરને પ્રતિકરૂપે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં રમત- ગમત યુવા અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ,રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂત, સભ્ય સચિવ ભાનુભાઈ ચૌહાણ, રમત -ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના ACS સી.વી.સોમ જયારે વિવિધ જિલ્લાઓમાંથી મંત્રી મંડળના સભ્ય, સાંસદ, ધારાસભ્યો, યોગ પ્રેમીઓ સહિત યોગ કોચ અને યોગ ટ્રેનર ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


