વડતાલ સ્વામિનારાયણ પંથની શરમજનક ઘટના, મોટાં સમઢિયાળા ગુરુકુળનો મામલો
બ્રેઇન વૉશ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયનાં ભગવાધારી કટ્ટરવાદીઓથી ચેતવા જેવું !
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
સુરતમાં પરિવારે તેમની મંજૂરી વગર 17 વર્ષ અને 10 મહિનાના પુત્રને સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુ બનાવી દીધાનો આક્ષેપ કર્યો છે. દીકરાને ભણાવવાને બદલે સાધુ બનાવી દીધાનું તેમના કાકા મનસુખભાઈ સોજીત્રા કહી રહ્યા છે. તેઓએ જણાવ્યું છે કે, અમારી મંજૂરી વગર અમારા છોકરાનો ટકો કરાવી સફેદ કપડા પહેરાવી દીધા છે. હવે પાછો આપતા નથી. છોકરાને પાછો મેળવવા માટે એક મહિનાથી દોડાવી રહ્યા છે. તો બીજી તરફ ગીરગઢડાના વડલી ગામના એક ખેડૂતે મોટા સમઢિયાળાના સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી બાળકોનો બ્રેઈનવોશ કરાતો હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. ખેડૂતે પુત્રને ગુરુકુળમાં ધો. 8માં મુક્યો હતો. પિતાનો આક્ષેપ છે કે ગુરુકુળમાં બ્રેઈનવોશને કારણે પુત્રએ ઘરની માયા મૂકી દીધી હતી.
આ અંગે ભક્તિસંભવ સ્વામીએ જણાવ્યું હતું કે, અમે નિર્દોષ છીએ, એમને તો આમાં કોઈ પ્રશ્ર્ન જ નથી. અમે તો કઈ કર્યું જ નથી તો તે ગમે તે આક્ષેપ કર્યા હોય. અમે કઈ કર્યું જ નથી તો કોઈ કઈ સાબિત કરી શકે નહિ. એ ખોટા છે. તેમને હાર પહેરાવીને તેમનો દીકરો આપ્યો છે. તેના ફોટો પણ છે. એ ફર્યા કરે છે. પહેલાં આપી ગયા હતા. હવે અમદાવાદવાળાએ ચડાવ્યા છે તો એ પાછા આવ્યા છે. એ આવ્યા તો અમે તો તેના દીકરાને સોંપી દીધો હતો. અમે ક્યાં એમને કઈ કહ્યું છે. જો તમારા હૃદયમાં ભગવાન વસ્યા હોય તો તમારે કરવું હોય તો કરો.
- Advertisement -
અમે તો સંત મૂળદાસના ગામ અમરેલીના છીએ. મૂળદાસને ગધેડા પર બેસાડ્યા હતા. એ નિર્દોષ હતા અને ખુશ હતા. પછી ખબર પડી કે તે નિર્દોષ હતા. અત્યારે અમે તેના દીકરાને સોંપી દીધો છે તે લઈ ગયા છે.
ગત 14 એપ્રિલ, 2024ના રોજ સુરતના સરથાણા પોલીસમાં પરિવારે ગુમ થયાની ફરિયાદ લખાવી હતી. પિતા પોતાના દીકરાને લેવા જાય છે પણ આપતા નથી તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. બ્રેનવોશ કરી દીધાનો પણ આરોપ લગાવ્યો છે. એક વર્ષ પહેલા પરિવાર સાથે તેનો દીકરો સ્વામિનારાયણના સંતોના સંપર્કમાં આવ્યો હતો. મંદિરના સાધુ આ બાબતે કઈ બોલવા તૈયાર નથી. મામલો ઉગ્ર બનતા મંદિર ખાતે પોલીસ પહોંચી છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
કાકા મનસુખભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, અમારા છોકરાને ફસાવ્યો છે, એક મહિનાથી અમને દોડાવે છે. મારા 80 વર્ષના માએ ખાવાનું બંધ કરી દીધું છે. આજે તેઓ પથારીવશ છે. તેને કાંઈ થશે તો તેની જવાબદારી સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરની રહેશે. અમારા છોકરાને એક મહિનાથી તે લોકોએ ગુમ કરી દીધો હતો. એક મંદિરેથી બીજા મંદિરે એમ ચાર મંદિરે ફેરવ્યો હતો અને અમને મળવા દેતા નહોતા. તેને મમ્મી નથી અને એકનો એક છોકરો છે. આ લોકો અમારા છોકરાને દેવા માગતા નથી.
વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ તો કહે છે કે, તમારા છોકરાને કસ્ટડીમાં રાખવો પડે. અમારી સાથે છેતરપિંડી કરી છે. હાર પહેરાવીને તમને રજા આપીએ છીએ તેવા ફોટા પાડ્યા. અમારી મંજૂરી વિના અમારા છોકરાનો ટકો કરાવીને સફેદ કપડા પહેરાવી દીધા છે. તે લોકોએ અમારા છોકરાનું બ્રેનવોશ કરાવ્યું છે. એવું કહ્યું છે કે, આ તારા પિતા નથી અને એમ કહેજે કે, મારે તમારા ઘરે આવવું નથી. તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. ભક્તિસંભવ સ્વામી અને તેના ચેલા દ્વારા આવું કરવામાં આવ્યું છે.
સ્વામીઓની મોડસ ઓપરેન્ડી
એક વર્ષથી અમારા છોકરા પાછળ પડી ગયા છે અને કોઈ લોભ લાલચ આપી ભરમાવ્યો છે અને લઈ ગયા છે. ધો.12ની પરીક્ષા આપી પછી તરત ઉઠાવી લીધો છે. અમારો છોકરો મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે આ લોકોના સંપર્કમાં આવ્યો હતો. છોકરાને ભણવા પણ દીધો નથી. છોકરાના પિતાના હાલ બેહાલ કરી દીધા છે. અમારી માગ છે કે, અમારા વારસદાર તરીકે છોકરાને લઈ જવાનો છે અને સાધુ બનાવવો નથી.
દીકરાને સ્વામીને સોંપી દેવાયો !
આ સગીરે ધોરણ 12 સાયન્સમાં 70 ટકા પણ મેળવ્યા હતા. ત્યાર બાદ એક મહિના પહેલાં સ્વામી દ્વારા તેને લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેના પિતા પણ હાજર હતા અને તેને પણ કંઈ કરી દેવામાં આવ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. પિતાની હાજરીમાં પોતાના દીકરાને સ્વામીને સોંપી દેવામાં આવતો હોય તેવી ઘટના બની હતી. સ્વામી દ્વારા પહેરાવવામાં આવેલા હાર કાઢતાની સાથે જ તેના પિતા ભાનમાં આવી ગયા હતા. ત્યારથી તેને શોધખોળ ચાલુ કરી હતી. ગત 14 એપ્રિલના રોજ પરિવાર દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં સગીર પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ અને પરિવાર બંને દ્વારા દીકરાને શોધવાની કામગીરી ચાલી રહી હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ તેમનો દીકરો ક્યાં છે તેની જાણ થતી તેઓ પહોંચે તે પહેલાં તેને અલગ અલગ જગ્યાએ ફરેવવામાં આવતો હતો.
પિતાનો આક્ષેપ જનાર્દન સ્વામી બ્રેઈશવોશ કરે છે
ગીરગઢડાના વડલી ગામના એક ખેડૂતે મોટા સમઢિયાળાના સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી બાળકોનો બ્રેઈનવોશ કરાતો હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. ખેડૂતે પુત્રને ગુરુકુળમાં ધો. 8માં મુક્યો હતો. પિતાનો આક્ષેપ છે કે ગુરુકુળમાં બ્રેઈનવોશને કારણે પુત્રએ ઘરની માયા મૂકી દીધી હતી અને કોઈ પ્રસંગમાં પણ માંડ આવતો હતો. તેમણે જ મારા પુત્રને સાધુ બનવાની પ્રેરણા આપી હતી. પુત્ર હંમેશા ગુરુકુળ પાછા જવાની જ જીદ પકડતો હતો. તેને ના પાડવામાં આવે તો ઘરમાં ખાવા-પીવાનું બંધ કરી દેતો હતો અને એકરૂમમાં પુરાઈ જતો હતો. તે સતત સ્વામીજી સાથે ફોન પર વાત કરતો હતો અને પુત્રની વાતચીતનું રેકોર્ડિંગ સાંભળવા એક એપનો ઉપયોગ કર્યા પછી બધા સંવાદો મળતા ભાંડો ફૂટ્યો. ગીરગઢડા તાલુકામાં આવેલા વડલી ગામમાં રહીને ખેતી કામ કરું છું. મારે સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. મારો પુત્ર શિક્ષણ સાથે ધર્મનું જ્ઞાન મેળવે તે માટે મોટા સમઢિયાળાના સ્વામિનારાયણ ગુરુકુળમાં ધો.8માં મુક્યો હતો. પુત્રએ ધો.10 પૂરું કર્યા પછી હું તેને લેવા ગયો તો તેણે ઘરે આવવાની ના પાડી હતી. જ્યારે પણ ઘરે લઈ જવાની વાત આવે ત્યારે બહાના બતાવતો હતો. જો તેને રોકવામાં આવે તો ખાવા-પીવાનું છોડી દેતો હતો અને એકરૂમમાં પુરાઈ જતો હતો. એક દિવસ જનાર્દન સ્વામીનો ફોન આવ્યો કે, પઆખી વાત કોઈને કહેશો તો તમારી અને ગુરુકુળની બદનામી થશે’. આખરે મને શંકા ગઈ કે પુત્ર આવું વર્તન શા માટે કરે છે. તપાસ કરતા ખબર પડી કે, જનાર્દન સ્વામીએ તેનું બ્રેઇનવોશ કર્યું હતું.