By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    1 day ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    1 day ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    1 day ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    2 hours ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    1 day ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    1 day ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    1 day ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 hours ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ સિવિલમાં કેલ્કર દવા, ડેસ્કરાલ ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ અને બ્લડની અછત છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ સિવિલમાં કેલ્કર દવા, ડેસ્કરાલ ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ અને બ્લડની અછત છે
રાજકોટ

રાજકોટ સિવિલમાં કેલ્કર દવા, ડેસ્કરાલ ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ અને બ્લડની અછત છે

Khaskhabar Editor
Last updated: 2026/08/06 at 2:52 PM
Khaskhabar Editor 1 hour ago
Share
3 Min Read
SHARE

બડા બજરંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત

થેલેસેમિયા મેજર બાળકોની મુશ્કેલીઓ વધતી જાય છે

- Advertisement -

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા થેલેસેમિયા મેજર બાળકોને છેલ્લા ઘણા સમયથી આવશ્યક દવાઓ, ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ અને પૂરતા પ્રમાણમાં રક્ત ઉપલબ્ધ ન હોવાને કારણે ગંભીર મુશ્કેલીઓનો
સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે થેલેસેમિયા મેજર બાળકો વતી બડા બજરંગ ફાઉન્ડેશનના પ્રમુખ કલ્પેશ ગમારા સહિતની ટીમ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને
તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. થેલેસેમિયા મેજરથી પીડાતા બાળકોને નિયમિત સારવાર માટે અનેક પ્રકારની દવાઓ અને વિશેષ સુવિધાઓની જરૂર પડે છે. જોકે છેલ્લા કેટલાક મહિનાઓથી સિવિલ
હોસ્પિટલમાં જરૂરી સારવાર સંબંધિત સાધનો અને દવાઓ ઉપલબ્ધ ન હોવાથી બાળકોના સ્વાસ્થ્ય પર સીધી અસર પડી રહી છે.

થેલેસેમિયા મેજર બાળકોને શરીરમાં વધતા આયર્ન જેવા વધારાના તત્વોને ઘટાડવા માટે આપવામાં આવતી ‘કેલ્કર’ નામની દવા ઘણા મહિનાઓથી સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. આ દવા બાળકો માટે અત્યંત આવશ્યક
હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉપરાંત, બાળકોને જરૂરી પડતું ડેસ્કરાલ ઇન્જેક્શન પણ વર્ષોથી હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. થેલેસેમિયા મેજર બાળકોને દર 15 દિવસે નિયમિત રક્ત
ચઢાવવું પડે છે. જો સામાન્ય આર.સી.સી. બ્લડ ચઢાવવામાં આવે તો અનેક બાળકોમાં ગંભીર પ્રકારની એલર્જીક પ્રતિક્રિયાઓ જોવા મળે છે. જેમાં તાવ આવવો, ધ્રુજારી, ભારે માથાનો દુખાવો, શરીરે ખંજવાળ આવવી તેમજ
નાના-મોટા ફોલ્લા નીકળવા જેવી સમસ્યાઓ સર્જાય છે. આવી સ્થિતિમાં બાળકની તબિયત વધુ બગડી જતી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

આ સમસ્યાના નિરાકરણ માટે દાતાઓ દ્વારા સિવિલ હોસ્પિટલને બ્લડ ફિલ્ટરિંગ માટે એલ.આર. (લ્યુકો રિડક્શન) મશીન આપવામાં આવ્યું હોવા છતાં છેલ્લા ઘણા સમયથી તે ઉપયોગમાં લેવાતું નથી. કારણ કે ફિલ્ટર બ્લડ
એકત્રિત કરવા માટે જરૂરી એલ.આર. બ્લડ બેગ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. જો એલ.આર. બેગ ઉપલબ્ધ ન હોય તો વિકલ્પરૂપે ઉપયોગમાં લેવાતા ફિલ્ટર સેટ પણ મહિનાઓથી ઉપલબ્ધ ન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
જેના કારણે બાળકોને ફિલ્ટર કરેલું સુરક્ષિત રક્ત મળી શકતું નથી.

- Advertisement -

સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે જરૂરી પ્રમાણમાં બ્લડ પણ ઉપલબ્ધ રહેતું નથી. પરિણામે પરિવારજનોને બહારથી રક્તદાતાઓ શોધવા માટે દોડધામ કરવી પડે છે. જીવનભર ચાલતી ગંભીર બીમારી સામે સંઘર્ષ કરી રહેલા
બાળકો અને તેમના માતા-પિતાને સારવાર ઉપરાંત આવી વહીવટી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે, જેના કારણે તેમની સ્થિતિ વધુ કફોડી બની રહી છે. થેલેસેમિયા મેજર બાળકોના વાલીઓએ જિલ્લા કલેક્ટરને વિનંતી
કરી છે કે આ જીવનભરની ગંભીર બીમારીથી પીડાતા બાળકોને આવશ્યક દવાઓ, ઇન્જેક્શન, ફિલ્ટર બ્લડ બેગ, ફિલ્ટર સેટ અને પૂરતા પ્રમાણમાં રક્તની તાત્કાલિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે, જેથી બાળકોને
સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તેમજ તેમના જીવનની ગુણવત્તામાં સુધારો આવી શકે. બાળકો અને તેમના પરિવારજનોએ જિલ્લા કલેક્ટર પાસે માનવતાના ધોરણે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને સમસ્યાનું વહેલી તકે
નિરાકરણ લાવવાની માંગ કરી છે.

You Might Also Like

રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી

17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો

બોલો ! બહાર સીલ અને અંદર નકલી પનીરની ફેક્ટરી ધમધમતી હતી

RTO કચેરીનું જૂનું બિલ્ડિંગ બન્યું દારૂડિયાઓનો અડ્ડો?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી આગ લગાવી સળગાવી દેવાનો પ્રયાસ !
Next Article 17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?