ભૂતપૂર્વ ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતા સામે ગંભીર આક્ષેપો
દાનપેટી, ચઢાવા તથા ધરમશાળાનું પત્રક પણ મેઇન્ટેન થતું નથી
- Advertisement -
નોટબંધીમાં પણ મહુડી મંદિરના નામે બેફામ ગેરરીતિ થઇ…
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.16
ગાંધીનગરના માણસામાં આવેલી મહુડી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરમાંથી 130 કિલો સોનાની ચોરી ઉપરાંત મંદિરના ટ્રસ્ટને મળેલા દાનમાંથી 14 કરોડ ગેરરીતિ કરીને લઈ લીધા હોવાનો જૂના બે ટ્રસ્ટીઓ પર નવા ટ્રસ્ટીએ આક્ષેપ કર્યા છે. મહુડી સંઘ-ટ્રસ્ટ દ્રારા સંચાલિત શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ મંદિરના નવા ટ્રસ્ટી અંકિત મહેતાએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટના સંઘ સભ્યોની નિમણૂક 4 પરિવારના વડીલો કરે છે, જેમાં મહેતા પરિવારના બે વડીલ, શાહ પરિવારના એક વડીલ અને વોરા પરિવારના એક વડીલને રાખી સંઘ બનાવવામાં આવ્યો છે. 2 નવા ટ્રસ્ટી અંકિત મહેતા અને જયેશ મહેતા દ્વારા જુના ટ્રસ્ટી પાસે હિસાબ માગવામાં આવ્યા હતા પરંતુ કોઈ હિસાબો ન મળતા આ અંગે જુના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા અને તેમના મળતિયાઓ સામે ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં 14 કરોડથી વધુની ઉચાપત કર્યાનો આક્ષેપ કરાયો છે. આ મામલે અગાઉ પણ સીઆઈડી ક્રાઇમને ફરિયાદ કરવામાં આવી હતી.
- Advertisement -
નવા ટ્રસ્ટીઓના મુખ્ય ત્રણ આક્ષેપો હતા જેમાં જૂના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા અને તેમના મળતીયાઓએ નોટબંધી વખતે 20 ટકા કમિશન લઈને સંઘના નામે નોટ બદલી કરોડોની ઉચાપત કરી હતી. તેમ જ આદર્શ કો.ઓ.બેન્કના ચેરમેન મુકેશ મોદીના નાણાંથી 65 કિલો સોનુ ખરીદીને પોતાની પાસે રાખ્યું છે. આ ઉપરાંત મહુડી મંદિરના રૂમમાંથી 65 કિલો સોનુ બહાર કાઢીને અંગત વપરાશ માટે ઉપયોગ કર્યો છે.
ટ્રસ્ટી જયેશ મહેતાએ જણાવ્યું હતું કે, મહુડી સંઘ-ટ્રસ્ટમાં શ્રદ્ધાળુંઓ નાણાં ટ્રસ્ટમાં જમા કરાવે છે. આ સાથે દાનપેટી, ચઢાવો, ધરમશાળાનું પણ પત્રક નિભાવમાં આવતું નથી. ગેરરીતિઓ છુપાવવા માટે કમલેશ મહેતા તથા ભૂપેન્દ્ર વોરાએ આ પત્રકો બદલીને કૌભાંડ આચર્યું છે. આ તમામ પત્રકો આ બંને ટ્રસ્ટીઓ પાસે રહેતા હતા. સંઘના વાર્ષિક હિસાબો છુપાવવા માટે સમાન્ય સભામાં પાસ કરાવ્યા વગર ઓડિટ કરાવ્યા હતા. શુક્રવારે ગાંધીનગરમાં મહેતા પરિવારની બેઠકશુક્રવારે મહેતા પરિવારના તમામ સભ્યોની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં લીગલ ડિપાર્ટમેન્ટના સેક્રટરી, તથા કાયદાવિભાગ અન્ય નિષ્ણાતો હાજર રહેશે. ટ્રસ્ટી મહેતા પરિવાર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ તપાસ કાયદાવિભાગના મુખ્ય સચિવને સોંપવામાં આવી છે.