By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    24 minutes ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    49 minutes ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    12 minutes ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    29 minutes ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor
Last updated: 2026/09/12 at 2:02 PM
Khaskhabar Editor 1 hour ago
Share
8 Min Read
SHARE

રીના બ્રહ્મભટ્ટ

શું ડી-ડોલરાઇઝેશન શરૂ થઇ ચૂકયું છે ? અમેરિકાના વળતા પાણી થઇ શકે ?

- Advertisement -

અત્યારે દુનિયાભરની મીટ અમેરિકા-ઈરાન વોર વચ્ચે હાલમાં ભારતમાં યોજાનાર બ્રિક્સ સંમેલન પર છે.હાલના યુદ્ધના માહોલમાં ભારતમાં યોજાનારા બ્રિક્સ સંમેલનનું ખાસ મહત્વ છે.૨૦૨૬માં ભારત બ્રિક્સ મીન્સ હાલમાં તેનું
અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે અને ૧૨-૧૩ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં BRICSની ૧૮મી શિખર બેઠક યોજાવાની છે. ભારત માટે આ ખાસ મહત્વનું છે, કારણ કે ૨૦૨૬માં ભારત ચોથી વખત BRICSનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે
અને BRICSની સ્થાપનાને પણ ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.પરંતુ ભારતની યજમાની અને વિશેષ તો અમેરિકાના વિરોધી કે દુશમન તેવા રશિયા અને ચાઈના જેવા શક્તિશાળી દેશો પણ આમાં મુખ્ય ભાગીદારો છે ત્યારે
અમેરિકાની નજર તો અહીં રહેશે જ પણ સમગ્ર દુનિયાના રાજનીતિજ્ઞો પણ તેની પર વોચ રાખશે.

વેલ, બ્રિક્સની શરૂઆત ૨૦૦૯માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન (BRIC) સાથે થઈ હતી. ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકા જોડાતા બ્રિક્સ (BRICS) નામ બન્યું. ત્યારથી આ સંગઠન માત્ર બેઠકો કરતું જૂથ ન રહ્યું, પરંતુ વૈશ્વિક
અર્થતંત્રમાં વિકસતા દેશોનો એક મહત્વપૂર્ણ મંચ બની ગયું.જો,કે, ભારતમાં આ અગાઉ પણ બ્રિક્સ સમિટ યોજાઈ ચૂકી છે. ૨૦૧૨માં નવી દિલ્હીમાં ચોથી બ્રિક્સ સમિટ યોજાઈ હતી. ત્યારે પણ આંતરરાષ્ટ્રીય નાણાકીય
વ્યવસ્થામાં સુધારા, વિકાસશીલ દેશોને વધુ પ્રતિનિધિતુ અને નવી નાણાકીય સંસ્થા ઊભી કરવાની ચર્ચા થઈ હતી. વધુમાં એ જ પ્રક્રિયામાં આગળ જઈને ન્યુ ડેવલપમેન્ટ બેન્કની રચનાનો માર્ગ ખોલ્યો છે.

ત્યારે આજની સ્થિતિ સંદર્ભે બ્રિક્સ ની ચર્ચા વધુ મહત્વની બની છે, કારણ કે મુદ્દો માત્ર વેપારનો નથી વિશ્વની નાણાકીય વ્યવસ્થામાં અમેરિકન ડોલરનું પ્રભુતુ કેટલું ચાલુ રહેશે? કે બ્રિક્સ નવું ચલણ લાવશે એ પણ મોટો પ્રશ્ન
છે.ત્યારે આ સાથે અહીં એક પ્રશ્ન સદીઓથી મહત્વનો છે છે કે જેને લીધે અમેરિકા જગત જમાદારી કરે છે અને સેક્શન નું હથિયાર ગમે તે દેશ પર તેને વાંધો પડે એટલે ઉગામે છે.ત્યારે આ અંગે અહીં ખાસ ચર્ચા કરીયે તો,

- Advertisement -

ડોલરનું આટલું મહત્વ કેમ?
બીજા વિશ્વયુદ્ધ પછી બનેલી બ્રિટન વુડ્સ વ્યવસ્થામાં વિશ્વ લેવલે વેપાર વિનિમય માટે એક મજબૂત કરન્સીની જરૂર હતી.બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાની મજબૂત ભૂમિકાને લીધે અમેરિકાની કરન્સીને વૈશ્વિક વેપાર વિનિમય અને
રિઝર્વ ભંડોળ તરીકે માન્યતા મળી. ત્યારબાદના ગાળામાં આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકાની આર્થિક તાકાતને કારણે ડોલર વિશ્વની સૌથી મહત્વપૂર્ણ રિઝર્વ અને ટ્રેડ કરન્સી બની ગયો. આજે પણ વિશ્વના મોટા ભાગના
આંતરરાષ્ટ્રીય વેપાર, કોમોડિટી ટ્રેડ અને નાણાકીય વ્યવહારોમાં ડોલરની મોટી ભૂમિકા છે.પરંતુ ડોલર કે જે હજી સુધી વૈશ્વિક વ્યાપાર માટે વિનિમય કરન્સી છે જેથી અમેરિકા આખી દુનિયાનું અવાર-નવાર દબાવતું રહે છે એટલે
બ્રિક્સ દેશોનો સવાલ છે કે હવે બદલાતા જતા સમયમાં કોઈ એક દેશનું એકહથ્થું સાશન ક્યાં સુધી ચાલશે ? ત્યારે શું દરેક આંતરરાષ્ટ્રીય વેપાર માટે ડોલર પર જ નિર્ભર રહેવું જરૂરી છે?

વિશેષમાં ભારત માટે આ મુદ્દો શા માટે મહત્વનો?
ધારો કે ભારત અને કોઈ બ્રિક્સ દેશ વચ્ચે મોટો વેપાર થાય અને જો બંને દેશ પોતાની કરન્સીમાં સીધો વેપાર કરી શકે તો વચ્ચે ડોલર લેવાની જરૂરિયાત ઘટી શકે. ઉદાહરણ તરીકે ભારત -રૂપિયા, રશિયા -રૂબલ, ચીન –
યુઆન જેવા પોતાના ચલણ ધરાવે છે ત્યારે જો આવી સ્થાનિક કરન્સીમાં વ્યવહારની વ્યવસ્થા મજબૂત બને તો ડોલરની માંગમાં થોડો ઘટાડો થઈ શકે.પરંતુ અહીં એક મહત્વની વાત છે જે નજરઅંદાજ ન કરી શકાય કે, તમે
ઈચ્છો તો પણ ડોલરને એકાએક ખતમ કરી દેવાની વાત અને ડોલર પરની નિર્ભરતા ઘટાડવાની વાત એકદમ શક્ય નથી અને થોડી અલગ પણ છે.

તો આ સમિટમાં બ્રિક્સ શું કરવા માગે છે?
બ્રિક્સ (BRICS) દેશો વચ્ચે સ્થાનિક કરન્સીમાં વેપાર વધારવો, સરહદપાર ચુકવણીની વ્યવસ્થા મજબૂત કરવી અને ડોલર વગરના વ્યવહારો માટે વિકલ્પો વિકસાવવા અંગે લાંબા સમયથી ચર્ચા થવાની શક્યતા છે. ૨૦૨૬માં
ભારતે તો બ્રિક્સ દેશોની ડિજિટલ કરન્સી વચ્ચે જોડાણ વધારવાનો વિચાર પણ આગળ ધપાવ્યો છે, જેથી સરહદપાર ચુકવણી વધુ સરળ અને ઝડપી બની શકે. જોકે આ માટે રાજકીય અને ટેક્નિકલી પડકારો હજુ મોટા છે.
વેલ આ વિચારને આગળ વધારવા બ્રીકસે ઓલરેડી ન્યુ ડેવલપમેન્ટ બેન્ક પણ ઉભી કરી છે, જેનો હેતુ સભ્ય અને અન્ય વિકાસશીલ દેશોમાં માળખાકીય વિકાસ અને ટકાઉ વિકાસના પ્રોજેક્ટ્સને નાણાં પૂરાં પાડવાનો છે.જેથી
વર્લ્ડ બેન્ક પર નિર્ભરતા ઘટે.આનો અર્થ એ છે કે બ્રિક્સ માત્ર રાજકીય ચર્ચાનું મંચ નથી તે પોતાની નાણાકીય સંસ્થાઓ
અને વ્યવસ્થાઓ ઊભી કરવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે. જો કે, એક વાત પણ અહીં તે છે કે, અમેરિકાને પડકારવું શું એટલું સરળ છે?
ના.કેમ કે, ડોલરનું પ્રભુતુ માત્ર અમેરિકાની રાજકીય તાકાતને કારણે નથી. અમેરિકાની વિશાળ અર્થવ્યવસ્થા, વૈશ્વિક નાણાકીય બજારો, ડોલરમાં ઉપલબ્ધ નાણાંની સરળતા, આંતરરાષ્ટ્રીય બેન્કિંગ વ્યવસ્થા અને રોકાણકારોનો
વિશ્વાસ આ બધું મળીને ડોલરને મજબૂત બનાવે છે.એટલે બ્રિક્સ જો ડોલરનું પ્રભુતુ ઘટાડવા માગે છે તો માત્ર ડોલર નહીં વાપરીએ એટલું અહીં પૂરતું નથી.
તેના માટે હજી, વિશ્વસનીય વિકલ્પ મજબૂત ચુકવણી વ્યવસ્થા સ્થિર કરન્સી મોટું નાણાકીય બજાર અને સભ્ય દેશો વચ્ચે લાંબા ગાળાનો વિશ્વાસ.
ત્યારે ભારત માટે સૌથી મોટો પ્રશ્ન અહીં તે છે કે, ભારત માટે અહીં ખૂબ જ સંતુલિત અભિગમ જરૂરી છે.વગર વિચાર્યું પગલું મોટું નુકસાન કરાવી શકે છે. પરંતુ ભારતે પણ જો દુનિયામાં આવનારા સમયમાં મહાસત્તા બનવું હોય
તો, એક તરફ ભારતને પોતાના વેપારમાં રૂપિયાની ભૂમિકા વધારવી પડશે અને કોઈ એક દેશની કરન્સી પર અતિશય નિર્ભરતા ઘટાડવી પડશે.
બાય ધ વે, આપણા માટે ગર્વની બાબત તે છે કે, વેપાર વિનિમયમાં ભારતના રૂપિયા ને ૨૦૨૫ સુધીમાં લગભગ ૩૦ દેશોની બેંકો રૂપિયામાં વેપાર ચુકવણી કરવા માટે મંજૂરી મળી ગઈ છે. જો કે, બીજી તરફ ભારતનો
અમેરિકાથી વેપાર, રોકાણ અને ટેક્નોલોજી સંબંધ પણ અત્યંત મહત્વનો છે. એટલે ભારત માટે કદાચ સાચી નીતિ ડોલર વિરુદ્ધ ના નિર્ણયો નહીં, પરંતુ વિકલ્પો વધારવાની છે.
ખેર ત્યારે આગામી સમયમાં અહીં બ્રિક્સ ની સૌથી મોટી સંભાવના છે કે, જોબ્રિક્સ દેશો પોતાની વચ્ચે વધુ વેપાર સ્થાનિક કરન્સીમાં કરવા લાગે અને એક અસરકારક સરહદપાર ચુકવણી વ્યવસ્થા ઊભી કરે, તો વિશ્વની
નાણાકીય વ્યવસ્થામાં ધીમે ધીમે મોટો ફેરફાર આવી શકે છે.પરંતુ મોટો સવાલ તો અહીં મોં ફાડીને તકાયેલો જ છે કે, શું બ્રિક્સ ખરેખર ડોલરને દુનિયાની નંબર-૧ કરન્સી તરીકે હટાવી શકશે?
આજની તારીખે તેનો હાલ કોઈ જવાબ આપી શકાય નહીં. તે એક ઉતાવળ હશે.પરંતુ એક વાત ચોક્કસ છે, વિશ્વ હવે એક જ નાણાકીય શક્તિ પર નિર્ભર રહેવાને બદલે વિકલ્પો શોધી રહ્યું છે.અને જો આ પ્રક્રિયા સફળ થાય તો
આવનારા વર્ષોમાં વિશ્વનું અર્થતંત્ર કદાચ એકધ્રુવીય નહીં, પરંતુ બહુધ્રુવીય નાણાકીય વ્યવસ્થા તરફ આગળ વધે.અને તેની શરૂઆત યુક્રેન યુદ્ધ બાદ અને અમેરિકાની ટ્રેડ વોર બાદ થઇ જ ચુકી છે. તેવામાં સવાલ ડોલર આજે
જશે કે કાલે નહીં..
સવાલ એ છે કે ડોલર વગરની દુનિયા માટે વિકલ્પ તૈયાર કરવાની શરૂઆત થઈ ગઈ છે કે નહીં? અનેબ્રિક્સની વધતી સક્રિયતા જોતા તમે કહી શકો છો કે હા, આ શરૂઆત તો થઈ ગઈ છે.વળી અમેરિકાના ટેરિફ વોર બાદ
દુનિયાના દુનિયાના ઘણા શકિશાળી દેશો જેમ કે, ચાઈના, રશિયા, સાઉદી, ભારત અને અન્ય દેશો પોતાની કરન્સીમાં વેપાર કરી રહ્યા છે. તો શું આને તમે ડી-ડોલરરાઇઝશની શરૂઆત ન કહી શકો ?

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

થાલા થાલા થાલા…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક
Next Article લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Authorમનીષ આચાર્ય

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?