By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    14 hours ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    15 hours ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
    12 hours ago
    જૂન-જુલાઈમાં હીટવેવ રહેશે
    12 hours ago
    UPના હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટ્યો, 6નાં મોત
    12 hours ago
    પુણેમાં ઝેરી દારૂ પીવાથી 15નાં મોતથી ખળભળાટ
    12 hours ago
    રેલવેમાં મહત્વનો બદલાવ : વેઇટીંગ ટીકીટ ઇસ્યુ કરવા પર મર્યાદા લાગૂ થશે
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    15 hours ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    2 days ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    3 days ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિટામિન, પ્રોટીન અને એનો ધંધો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > વિટામિન, પ્રોટીન અને એનો ધંધો
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor
Last updated: 2026/05/09 at 3:43 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
8 Min Read
SHARE

હજુ માત્ર પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં ગામડામાં છાશ મફત મળતી. છાશ વેચવાની વાત એક અનૈતિક બાબત ગણાતી. ગામડાના માણસોને પૂછો તો કહે કે છાશ તે કાઇ વેચાતી હશે??
જેને ઘેર પશુઓ હોય તેની પાસે છાશનો લગભગ અખૂટ કહી શકાય એવો સ્ટોક પડ્યો હોય અને ઘેર જે આવે એને જોઈતા અનુસાર છાશ મળી પણ જાય — આવી વ્યવસ્થા ભારતના ગામડે ગામડે હતી.
પછી આવ્યો “કંપની યુગ”!! કંપનીઓ દૂધ લઈ જવા લાગી એટલે છાશ પણ વેચાવા લાગી. આજે મોંઘી રેસ્ટોરાંમાં બસ્સો રૂપિયામાં છાશનો એક ગ્લાસ મળે છે. આમેય સંસ્કૃતમાં એક સુભાષિત છે એમાં કહે છે કે ખ0 અ 8અ00। ।ખ2-.ખ અર્થાત્ છાશ તો દેવરાજ ઇન્દ્રને પણ દુર્લભ (એવું લાભપ્રદ) પીણું છે. પણ છાશનો મહિમા ફરી ક્યારેક. છાશ ઉપર જે પરાશ વળે તે જોઈ છે?સ્થિર થયેલી છાશ ની ઉપર પીળાશ પડતું એક પ્રવાહી રહે છે જેને મોટેભાગે આપણે ફેંકી દઇએ છીએ. એને આપણે પરાશ કહીએ છીએ.
આ પરાશ જ્યારે દૂધને ફાડવામાં કે મેળવવામાં આવે ત્યારે હમેશા બનતી હોય છે અને એને ફેંકી દેવામાં આવે છે. યુરોપમાં ચીઝનું ઉત્પાદન ઘણું મોટું પણ ચીઝ બનાવતી વખતે જ્યારે દૂધને રેનેટ નામનાં એક પદાર્થ દ્વારા (જે મૂળ તો ગાયના વાછરડા ની જઠરની આંતરત્વચાનો એક ટુકડો હોય છે પણ હવે એને કૃત્રિમ રીતે મેળવવામાં આવે છે) ફાડવામાં આવે ત્યારે એમાં પણ આવી પરાશ બને છે જેને પહેલાના સમયમાં ફેંકી દેવામાં આવતી અથવા તો પશુઓને આપી દેવામાં આવતી.
પરંતુ પરાશમાં ખૂબ પ્રોટીન અને અન્ય એન્ઝાઈમ રહેલા હોય છે. આથી પરાશ ને પાઉડર નું સ્વરૂપ આપવાની ટેકનોલોજી શોધાયા બાદ આ પરાશનો પાઉડર આજે બેફામ વેચાય છે. ભલભલા લોકો આજે આ પરાશનો પાઉડર ખાવાના આગ્રહી છે… આ પાઉડર એટલે બીજું કશું નહિ પણ વ્હે પ્રોટીન !! વ્હે પ્રોટીન ચીઝ બનાવતી વખતે ઉત્પન્ન થયેલ પ્રોટીન અને એનઝાઈમ યુક્ત પ્રવાહીનું પાઉડર સ્વરૂપ છે!! જે આજે અત્યંત ઊંચા ભાવે વેચાતું હોવા છતાં અત્યંત લોકપ્રિય છે.
વ્હે પ્રોટીનથી આજે ભાગ્યે જ કોઈ અજાણ હશે. જીમમાં જઇને શરીરને કસતા લોકો વ્હે પ્રોટીન સપ્લીમેન્ટ લેવાનો આગ્રહ રાખતા હોય છે જેનાથી એમના શરીરને આવશ્યક પ્રોટીન મળી રહે અને શરીરને અત્યાધિક વ્યાયામનો થાક પણ ના લાગે.
આ વ્હે પ્રોટીનનો કારોબાર આજે ભારતમાં ખૂબ જ ચાલે છે. ભારતીય કંપનીઓ પણ સારી ગુણવત્તાનું વ્હે પ્રોટીન બનાવે છે. વ્હે પ્રોટીન એક સપ્લિમેંટ છે. એ ખોરાક નથી. પણ આજે ફાસ્ટ યુગમાં સપ્લિમેંટ લોકોની જરૂરિયાત બનાવી દેવામાં આવ્યા છે.
ભારતમાં સપ્લીમેંટ તરીકે ઓળખાતી ચીજોનું બજાર છેલ્લા અમુક જ વર્ષોમાં હજારો ગણું વધ્યુ છે
વિટામિન ડી તરીકે ઓળખાતી અમુક ટેબ્લેટ કે સીરપ જાણે પિપરમેન્ટની ગોળીઓ હોય એમ વેચાય છે ભારતમાં!!
વિટામિન બી ની ગોળીઓ પણ એવી રીતે ચપોચપ ખવાય છે!
આ બેય વિટામિન ખરેખર તો હોર્મોન છે જે શરીર પોતે બનાવે છે. પણ આજે લોકોની સાવ ખાડે ગયેલી , ધન પશુ જેવી લાઇફ સ્ટાઇલને લીધે આ હોર્મોનની ખામી બાળકોને પણ આવે છે!! બાળકો થી લઈને વૃદ્ધો સુધીના લોકો આ સપ્લિમેંટ લેતા દેખાય છે.
વિટામિન ડી 3 તડકાની અને પછી ગરમીની હાજરીમાં કેલ્શિયમ અને કોલેસ્ટેરોલ ની મદદથી શરીર પોતે બનાવે છે એવો એક હોર્મોન છે. પણ આજે કોને તડકે રમવું છે કે ગરમીમાં બેસવું છે? બધાને એસી જોઈએ છે, બધાને ટીવી કે મોબાઈલ સામે બેસવું છે! એટલે આ હોર્મોન શરીરમાં ઘટતો જાય અને છેવટે ગોળીઓ ગળવાનો વારો આવે!
એવું વિટામિન બી 12 નું પણ ખરું. સૂક્ષ્મ જીવો જે આંતરડામાં વસતા હોય તે જ આપણા ખોરાકથી આ વિટામિનનું નિર્માણ કરે પણ આજે લોકોના આંતરડા તામસી , ભેળસેળીયો અને કેમિકલ યુક્ત ખોરાક ખાઈને પાયમાલ થઈ ગયા છે એટલે એની પણ ગોળીઓ!!
હવે તો થાઈરોઈડના હોર્મોનની પણ ગોળીઓ જાણે સામાન્ય દવાઓ હોય એમ ફાકવામાં આવે છે. આ ઉપરાંત અનેક રસાયણો સપ્લીમેન્ટ તરીકે વેચાય છે.આયુર્વેદમાં રસાયણ એટલે એવું ઔષધ કે જે માણસને યુવાન રાખે અને બુઢાપો અટકાવે! પણ આપણે જે સપ્લિમેંટ ની વાત માંડી છે તે રસાયણ આયુર્વેદ વાળા રસાયણ નથી તે તો કેમિકલ છે.
ક્રીએટીન નામનું એક સપ્લિમેંટ આજે યુવાનોમાં લોકપ્રિય છે જે શરીરને સુગઠિત રાખવા ઉપયોગી કહેવાય છે. કુકડા ની કલગી જોઈ છે ? એમાંથી એક હેલિયુરેનિક એસિડ નામનું સપ્લીમેંટ બનાવવામાં આવતું જે શરીરની ત્વચાને એકદમ કડક અને યંગ દેખાવામાં સહાય કરે છે. હવે આ સપ્લીમેન્ટ ને બેક્ટેરિયાની મદદથી મેળવવામાં આવે છે. કૂકડાની કલગી હવે કાપવામાં નથી આવતી. ગ્લૂટાથીયોન નામનું સપ્લિમેંટ શરીરનું એજીંગ (વૃદ્ધત્વ) ઓછું કરવા માટે લેવામાં આવે છે એનાથી ચામડી તેજસ્વી અને ટાઇટ બને છે એવું કહેવાય છે. તો વળી કોલોજન નામનાં અમુક સપ્લિમેંટ પણ આ રીતે શરીર યંગ દેખાય એની માટે લેવાય છે.
પગના કે સાંધાના દુખાવા જો હાડકાના સાંધાની વચ્ચે આવેલ એક ગાદી ના ઘસારાને લીધે હોય તો એની માટે પણ સપ્લિમેંટ આવી ગયા છે. કોન્ડ્રોઈટીન સલ્ફેટ નામનું સપ્લીમેંટ આ ગાદીના ઘસારામાં ઉપયોગી સાબિત થયું છે એવો દાવો કરવામાં આવે છે અને લોકો આ સપ્લીમેંટ પણ લેતા હોય છે.
વિટામિન સી (એસ્કોરબિક એસિડ) રોગ પ્રતિકારકતા અને યુવાની માટે ચાવીરૂપ ગણાય છે. આમ તો ફળ અને શાકભાજીમાં થી તે મળી જાય છે એમ છતાં એની ગોળીઓ લેવાની સલાહ કરવામાં આવે છે . એક નોબેલ પ્રાઇઝ વિજેતા કેમિસ્ટરી નો વિજ્ઞાની લાઇનસ પોલિંગ તો વિટામિન સી ને અમૃત કહેતો (આયુર્વેદ પણ એવું કહે છે) અને કોરોનાની સારવાર માટે વિટામિન સી અમૃત છે એવું જણાવતું પુસ્તક પણ લખતો ગયેલો.
આમ તો આથો નાખેલા દરેક પદાર્થ ખૂબ ઉપયોગી છે પણ આજે યુગ અલગ છે , આજે લોકોને ઝટપટ રિઝલ્ટ જોઈએ છે તો આવા લોકો માટે પ્રોબાયોટિક સપ્લીમેન્ટ પણ હાજર છે! અનેક કંપનીઓ હવે પ્રોબાયોતિક પીણા અને સેશે બનાવે છે ..ડોકટરો પણ અનેક રોગોમાં એની સલાહ કરે છે!
માછલીઓ માંથી મળતા ઓમેગા થ્રી ફેટી એસિડ પણ શરીરને ગુણકારી ગણાતા હોવાથી એના પણ સપ્લીમેન્ટ ડેવલપ થયા છે.
આવા તો અનેક સપ્લીમેન્ટ આજે અનેક લોકોના જીવનનો ભાગ બનતા જાય છે. ખોરાકની ગુણવતા દિન પ્રતિદિન બગડતી જાય છે સામે લોકોના જીવન અશાંત અને અજંપા નસંતોષ ભર્યા થતા જાય છે જેને પરિણામે લોકો સપ્લીમેંટ ને રવાડે ચડે છે.
સરકારો પણ અમુક દેશો (જેમકે કેનેડા)માં લોટ ,જ્યુસ વગેરેમાં સપ્લઇમેન્ટ ભેળે છે કે જે કાયદેસર છે. આદર્શ રીતે સપ્લીમેંટ લેવાની આવશ્યકતા પડે જ નહિ તે ઉત્તમ છે. પણ જો પડે તો ડોક્ટર ની સલાહ અનુસાર લેવા જ ઉત્તમ . સપ્લીમેન્ટ ખોરાક નથી પણ રસાયણો છે જે શરીરને નુકસાન પણ કરી શકે છે. અનેક લોકો આવા નુકસાનના ભોગ બનીને ખૂબ દુખી રોગી જીવન જીવતાં હોય છે.
સપ્લીમેંટ લેવા કરતા દેવોને દુર્લભ છાશ પીવી વધુ લાભપ્રદ છે. હા, છાશ ઉપરની પરાશ ફેંકવા જેવી નથી, એની કઢી બનાવી શકાય.. લોટ/આટામાં ભેળવી શકાય.
એક સમયે ગામડે મફત મળતી છાશ અને આજે ત્રણ હજાર રૂપિયે કિલો મળતું વે પ્રોટીન ! યે હમ આ ગયે હૈ કહા?!

You Might Also Like

કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
Next Article દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ઉનાળું વેકેશન ન લંબાવવા મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગ
એક્શન મોડમાં મેયર નેહલ શુક્લ: સિવિક સેન્ટરે પહોંચી જનતાના પ્રશ્ર્નો સાંભળ્યા
પોલીસનું વજન ઘટશે તો જ ગુનેગારોમાં ‘ખૌફ’ વધશે!
કોકરોચ જનતા પાર્ટીને ઝટકો દિલ્હી હાઈકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી
ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?