By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    22 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    23 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    22 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    22 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    6 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 day ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    7 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
Author

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

Khaskhabar Editor
Last updated: 2026/05/09 at 3:42 PM
Khaskhabar Editor 1 month ago
Share
5 Min Read
SHARE

મા માત્ર એક શબ્દ નહીં, પરંતુ લાગણી, ત્યાગ, પ્રેમ અને અડગ હિંમતનું જીવંત સ્વરૂપ. મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય છે, પરંતુ માતાનું મહત્ત્વ કોઈ એક દિવસમાં સમાઈ શકે તેમ નથી. દરેક માતા પોતાના બાળક માટે અનેક સપનાઓ જોતી હોય છે. બાળક ગર્ભમાં આવે ત્યારથી જ તેની ભવિષ્યની કલ્પનાઓ શરૂ થઈ જાય છે. પરંતુ જ્યારે બાળક દિવ્યાંગ જન્મે, ત્યારે માતા-પિતાના સપનાઓ સાથે મનમાં અનેક પ્રશ્નો અને પડકારો પણ ઊભા થાય છે. આજે વાત છે એવી જ એક હિંમતવાન માતાની – બીજલ હરખાણી, જેઓએ પોતાના દિવ્યાંગ દીકરા મંત્ર હરખાણીના ઉછેરને માત્ર જવાબદારી નહીં, પરંતુ જીવનનું ધ્યેય બનાવી દીધું.

બીજલબેન જ્યારે પહેલીવાર માતા બન્યાં ત્યારે તેમના જીવનમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ગર્ભાવસ્થા દરમિયાન તમામ રિપોર્ટ સામાન્ય હતા. પરંતુ બાળકના જન્મ પછી જાણવા મળ્યું કે તેમનો દીકરો ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે. જીનેટીકલ ડીસઓર્ડર (માનસિક દિવ્યાંગતા) ધરાવે છે. ચોવીસ વર્ષ પહેલા ડાઉન સિન્ડ્રોમ એટલે શું તેનો કોઈ જ ખ્યાલ નહીં. તે સમય એવો હતો જ્યારે સમાજમાં આ વિષય અંગે બહુ ઓછી સમજણ હતી. પરિણામે લોકોના સવાલો, ઉપેક્ષા અને ટિપ્પણીઓએ બીજલબેનને અંદરથી તોડી નાખ્યાં. બીજલબેન પણ વિચાર આવતો કે મેં ગયા જન્મમાં ક્યાં પાપ કર્યા હશે તો ઈશ્વરે મને આ જન્મમાં દિવ્યાંગ બાળક આપ્યું. પરિણામે તેઓ કહે છે કે એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેમણે બહાર જવાનું બંધ કરી દીધું હતું. સતત માનસિક દબાણ અને સમાજની અવગણનાના કારણે તેઓ ચાર પાંચ વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યા. પરંતુ પરિવારના પ્રેમ અને સહકારથી તેમણે હિંમત એકઠી કરી અને પોતાના દીકરા મંત્રને સંપૂર્ણ સ્વીકારી લીધો.

- Advertisement -

માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કરનાર બીજલબેન લેબોરેટરી શરૂ કરવા અને વિદેશમાં સ્થાયી થવાના સપના જોતા હતા. પરંતુ મંત્રના ઉછેર માટે તેમણે પોતાના બધા સપનાઓને પાછળ મૂકી દીધા. તેમણે નક્કી કર્યું કે હવે જીવનનો દરેક શ્વાસ પોતાના બાળકને સ્વાવલંબી બનાવવા માટે જ સમર્પિત કરવો. મંત્રના વિકાસ માટે શરૂઆતથી જ વિવિધ થેરાપી, સર્જરી અને તાલીમ આપવામાં આવી. જ્યારે શાળામાં પ્રવેશનો સમય આવ્યો ત્યારે સામાન્ય શાળાઓએ પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો. આ પડકાર સામે પણ બીજલબેન હાર્યાં નહીં. તેમણે સ્પેશિયલ એજ્યુકેશનમાં બી.એડ. તથા મલ્ટિપલ ડિસએબિલિટીનો અભ્યાસ કર્યો અને પોતાના દીકરાના નામ પરથી મંત્ર ફાઉન્ડેશનની સ્થાપના કરી.

આજે મંત્ર ફાઉન્ડેશન અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કેન્દ્ર બની ગયું છે. અહીં બાળકોને શિક્ષણ સાથે ડાન્સ, યોગા, આર્ટ એન્ડ ક્રાફ્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવી વિવિધ પ્રવૃત્તિઓની તાલીમ આપવામાં આવે છે. બીજલબેનનો મુખ્ય હેતુ એ છે કે દિવ્યાંગ બાળકો આત્મવિશ્વાસ સાથે સ્વતંત્ર જીવન જીવી શકે. ફક્ત પોતાના બાળક સુધી મર્યાદિત ન રહી, તેમણે હજારો માતા-પિતાને માર્ગદર્શન આપવાનું કાર્ય પણ શરૂ કર્યું. જીાયિ ખજ્ઞળ બુ ઇશષફહ ઇંફસિવફક્ષશ ઢજ્ઞીઝીબય ચેનલ અને ઈન્સ્ટાગ્રામ ળફક્ષિફિંરજ્ઞીક્ષમફશિંજ્ઞક્ષફિષસજ્ઞિં સોશિયલ મીડિયા દ્વારા તેઓ દિવ્યાંગ બાળકોના ઉછેર અને તાલીમ અંગે માર્ગદર્શન આપે છે.

બીજલબેનને બીજું સંતાન પણ દીકરો છે જેનું નામ જૈમિન છે તે નોર્મલ બાળક છે ભણવામાં પણ ખૂબ હોશિયાર છે. મંત્રના ઉછેર માટે તેના પિતાનો પણ મહત્વનું યોગદાન રહ્યું છે. મંત્રના માતા-પિતાના અવિરત સંઘર્ષ અને પરિશ્રમના પરિણામથી મંત્ર હરખાણીએ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક સિદ્ધિઓ મેળવી છે. વર્ષ 2021માં તેમને નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે વર્લ્ડ સમર સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારત માટે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. સ્કેટિંગ, યોગા, જિમ્નાસ્ટિક, ડાન્સ અને મ્યુઝિક જેવી અનેક પ્રવૃત્તિઓમાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે. હાલ ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું. મંત્રની શિક્ષણની સાથે અન્ય સ્કીલ ડેવલોપ કરવામાં માતા બીજલબેનનો મોટા ફાળો છે.

- Advertisement -

મધર્સ ડે નિમિત્તે બીજલબેન દરેક માતા-પિતાને એક સુંદર સંદેશ આપે છે: તમારા બાળકનો જેવો છે તેવો સ્વીકાર કરો. અન્ય બાળકો સાથે તેની સરખામણી ક્યારેય ન કરો. પ્રેમ, ધીરજ અને મહેનતથી દરેક બાળક કંઈક ખાસ કરી શકે છે. દિવ્યાંગ બાળકની માતા એ અન્ય દિવ્યાંગ બાળકની માતા સાથે સંપર્કમાં રહેવુ. સ્પેશિયલ ચાઇલ્ડ પાછળ પોતાનું સર્વસ્વ આપો. જરૂર તમારી મહેનતનું પરિણામ મળશે અને તમારું બાળક સફળ થશે. બીજલ બેનનું માનવું છે કે બાળકો માતા પિતાના નામે ઓળખાતા હોય છે પણ જ્યારે તમને તમારા બાળકથી ઓળખ મળે કે પ્રસિધ્ધિ થાય તે જ સાચી ઓળખ અને સફળતા છે. ખરેખર, માતૃત્વનો સાચો અર્થ એ જ છે – સંજોગો સામે હાર ન માનવી અને પોતાના બાળક માટે આખું જીવન સમર્પિત કરી દેવું. બીજલ હરખાણી જેવી માતાઓ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.

You Might Also Like

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
Next Article વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?