By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 minutes ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    23 hours ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    33 minutes ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    40 minutes ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    23 hours ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    23 hours ago
    રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    1 day ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 minutes ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    1 day ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: VISA નકારાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > VISA નકારાયા
Author

VISA નકારાયા

Khaskhabar Editor
Last updated: 2024/08/24 at 4:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

આજથી શરૂ થતી આ ‘અમેરિકન ડ્રીમ’ લેખમાળામાં ખાસ ખબરના વાચકોના લાભાર્થે અમેરિકાના ઈમિગ્રેશનને લગતા કાયદાઓ અને વિવિધ પ્રકારના વિઝા વિશે જાણકારી આપવામાં આવશે, જેથી અમેરિકન સ્વપ્નું સેવતા ખાસ ખબરના વાચકો એમનાં સ્વપ્નાં સાકાર કરી શકે

અમેરિકન ડ્રીમ: ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ

- Advertisement -

નાનપણમાં ટોમ એન્ડ જેરી અને મિકી માઉસનાં કાર્ટૂનો જોયા બાદ આ કટારના લેખક, ડો. સુધીર શાહ, એડ્વોકેટને ચાર વર્ષની ઉંમરથી જ અમેરિકાનાં સ્વપ્નાં આવવાનાં શરૂ થઈ ગયાં. એમને ડિઝનીવર્લ્ડ જોવા જવાની પ્રબળ ઈચ્છા જાગી. જેમ જેમ તેઓની ઉંમર વધવા લાગી તેમ તેમ હોલીવૂડનાં અન્ય કાર્ટૂનો તેમ જ ચલચિત્રો જોતાં એમનું અમેરિકન ડ્રીમ એમને વધુ ને વધુ સતાવવા લાગ્યું. ‘ક્યારે હું મોટો થઉં અને ક્યારે ડિઝનીવર્લ્ડમાં જાઉં? મિકી માઉસ, ટોમ એન્ડ જેરી, ડોનાલ્ડ ડક, સિન્ડ્રેલા અને સેવન ડ્રાવ્ફ આ બધાને મળું? ક્યારે ગન, ઘોડા અને માઉન્ટન દર્શાવતાં ક્રાઉબોયના અભિનેતાઓને જોઉં? ક્યારે લોરેન હાર્ડી અને ચાર્લી ચેપ્લિનને સ્ટુડિયોમાં જઈને મળું? ક્યારે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને નજીકથી નિહાળું? આવા આવા વિચારો આ કટારના લેખકને રોજ સતાવવા લાગ્યા. એવો એક પણ દિવસ વીતતો નહોતો જ્યારે એમણે રાત્રિના સ્વપ્નામાં અમેેરિકા જોયું ન હોય. વર્ષ 1979માં એડ્વોકેટેના ડેલિગેશન જોડે સમગ્ર રશિયા તેમ જ ઈસ્ટ યુરોપિયન દેશો અને સાથે સાથે ઈંગ્લેન્ડ અને રોમ જઈ આવ્યા બાદ આ કટારના લેખકે બીજા વર્ષે અમેરિકા જવાનો પાક્કો નિર્ણય લીધો.

‘હું વ્યવસાયે એક એડ્વોકેટ છું, તો શા માટે જ્યારે અમેરિકા જઉં છું ત્યારે ત્યાંના ન્યાયાલયોની મુલાકાત ન લઉં? અમેરિકામાં એડ્વોકેટ, જેને તેઓ ‘એટર્ની’ કહે છે એમની ઓફિસો જબરજસ્ત મોટી હોય છે. એક એક ઓફિસમાં બસ્સો બસ્સો પાર્ટનર હોય છે. આવી ઓફિસો કેમ કરતાં એ લોકો ચલાવે છે મારે એ પણ જોવું જોઈએ’ આવું વિચારીને એમણે ન્યુ યોર્ક, વોશિંગ્ટન ડીસી, સાન ફ્રાન્સિસ્કો આ ત્રણ મુખ્ય શહેરોમાં આવેલ એટર્નીઓની ફર્મમાંની પચ્ચીસ-ત્રીસને કાગળો લખ્યા અને જણાવ્યું કે ‘હું મુંબઈ-ભારતમાં પ્રેક્ટિસ કરતો એક એડ્વોકેટ છું. તમારા શહેરમાં ફલાણી ફલાણી તારીખે આવવાનો છું. મને તમારી ઓફિસ, એ ચલાવવાની પદ્ધતિ તેમ જ કોર્ટ વિશે જાણકારી મેળવવી છે, એમને પ્રત્યક્ષ જોવી છે.’ બધી એટર્નીની ફર્મે એમના આ પત્રના ઉમળકાભેર જવાબો આપ્યા અને એમને આવકાર્યા. પણ એક એટર્નીની ફર્મે એવું માની લીધું કે તેઓ એમને ત્યાં નોકરીની અરજી કરી રહ્યા છે. આથી એમણે જવાબમાં લખ્યું, ‘સોરી, હમણાં અમારે ત્યાં કોઈ જગ્યા ખાલી નથી.’ ટૂરિસ્ટ વિઝાની અરજી કરવા આ કટારના લેખક જ્યારે એ સમયે મુંબઈમાં બ્રીચ કેન્ડી ઉપર આવેલ અમેેરિકન કોન્સ્યુલેટમાં ગયા ત્યારે કોન્સ્યુલર ઓફિસરે એમને સવાલ કર્યો,

‘તમે અમેરિકા શા માટે જવા ઈચ્છો છો? ત્યાં શું કરવાના છો?’
‘હું ફરવા જાઉં છું અને થોડા એટર્નીઓને મળવાનો છું.’
‘એમ? એના પુરાવાઓ શું છે?’
અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાથી એ સમયે સાવ અજાણ એવા આ કટારના લેખકે એમણે અમેેરિકન એટર્નીઓને જે કાગળો લખ્યા હતા અને એમના જે જવાબો આવ્યા હતા એ આખી ફાઈલ કોન્સ્યુલર ઓફિસરને આપી. એમણે એ ખોલી અને પહેલો જ પેલો પત્ર હતો, ‘સોરી, હમણાં અમારે ત્યાં કોઈ જગ્યા ખાલી નથી.’ કોન્સ્યુલર ઓફિસરે ધડ દઈને ફાઈલ બંધ કરી અને ગુસ્સાભેર આ કટારના લેખકને કહ્યું, ‘હું તમારા વિઝા નકારું છું.’ શા કારણે એમના વિઝા નકારવામાં આવ્યા છે એની આ કટારના લેખકને સમજ ન પડી. એમણે અમેરિકાથી ઈમિગ્રેશનના કાયદાઓનાં પુસ્તકો મગાવ્યાં, એનો અભ્યાસ કર્યો અને જાણ્યું કે, કોઈ પણ પરદેશી જ્યારે અમેરિકાના ટૂરિસ્ટ વિઝા, જેની સંજ્ઞા ‘બી-2’ છે, એની અરજી કરે છે ત્યારે કોન્સ્યુલર ઓફિસરે ધારી લેવું પડે છે કે એ અરજદાર ટૂરિસ્ટ નથી, પણ ટૂરિસ્ટ હોવાનું કહીને ‘બી-2’ વિઝા મેળવીને અમેરિકામાં ઘૂસવા માગે છે. એનો ઈરાદો અમેરિકામાં ગેરકાયદેસર કામ કરવાનો અને રહેવાનો છે. આથી એ અરજદારે દેખાડી આપવાનું રહે છે કે એ ખરા અર્થમાં એક પ્રવાસી છે. એનો અમેરિકા જવાનો ઈરાદો ફક્ત ને ફક્ત ફરવા માટેનો છે.

- Advertisement -

એ ત્યાં નોકરી યા ધંધો કરવા નથી ઈચ્છતો કે નથી ઈચ્છતો કાયમ રહેવા. એની પાસે અમેરિકા જવા-આવવાના, ત્યાં રહેવા-ખાવાના અને પરચૂરણ ખર્ચાની યોગ્ય જોગવાઈ છે. એના પોતાના દેશમાં કૌટુંબિક તેમ જ નાણાંકીય સંબંધો એટલા ગાઢ છે કે એ સંબંધો જ એને ટૂરિસ્ટ વિઝા ઉપર અમેરિકામાં રહેવા માટે જેટલો સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થતાં એના દેશમાં પાછા ખેંચી લાવશે. અમેરિકન એટર્નીએ આ કટારના લેખકને જે કાગળ લખ્યો હતો એના ઉપરથી કોન્સ્યુલર ઓફિસરને એવું લાગ્યું હતું કે તેઓ અમેરિકામાં નોકરી કરવા ઈચ્છે છે આથી એમના વિઝા નકારવામાં આવ્યા હતા. જો ભણેલા-ગણેલા એક એડ્વોકેટને આવી સામાન્ય બાબતની જાણ નહોતી તો સામાન્ય માનવીઓનું તો શું? આવું વિચારીને આ કટારના લેખકે ત્યાર બાદ ‘ઈકોનોમિક ટાઈમ્સ’માં અને પછી ‘વ્યાપાર’, ‘જન્મભૂમિ-પ્રવાસી’, ‘મુંબઈ સમાચાર’, ‘ગુજરાત મિત્ર’, ‘સંદેશ’, ‘ચિત્રલેખા’, ‘અભિયાન’ આમ જુદાં જુદાં અખબારો અને મેગેઝિનોમાં અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓ વિશે જાણકારી આપવાનું શરૂ કર્યું. ‘અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓની ભારતીયોની સ્થળાંતરની નીતિ ઉપર અસર’ આ વિષયમાં એમણે છ વર્ષ સંશોધન કર્યું અને સ્થળાંતરનો એક નવો નિયમ ‘ધ થિયેરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ પ્રસ્થાપિત કર્યો. મુંબઈ યુનિવર્સિટીએ એ માટે એમને ‘ડોક્ટરેટ’ની ડિગ્રીથી નવાજ્યા.

 

You Might Also Like

આઝાદીનો અર્થ

વૈભવ અને વૈરાગ્યનો સમન્વય…..

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

TAGGED: VISA rejected
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિલખા આશ્રમ: પૂજ્ય સદ્ગુરુએ કરેલા મંત્ર-જાપ વડે અહીં ઓરડો, દિવાલો અને ત્યાંની હવા સિદ્ધ થયેલી છે
Next Article ફક્ત પુરુષો માટેનો ધમાકેદાર પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
આઝાદીનો અર્થ
વૈભવ અને વૈરાગ્યનો સમન્વય…..
રાજકોટ મનપાએ 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 79 હજારનો દંડ વસૂલ્યો
રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

આઝાદીનો અર્થ

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
AuthorDr. Sharad Thakar

વૈભવ અને વૈરાગ્યનો સમન્વય…..

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?