ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરપાલિકા દ્વારા સુરજમલજી હાઈસ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ અને દ્વિતીય નંબર આવેલ વિધ્યાર્થીઓને પેડ, કંપાસ બોક્સ,સ્કેચપેન કલર આપવામાં આવ્યા હતા યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન ચંદારાણા,ઉપપ્રમુખ હિતેશ રાવલ, કારોબારી ચેરમેન ગીતાબેન વરસાણી તથા ચીફ ઓફિસર મોસમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર સી.યુ.શાહ ખાતે સ્વચ્છતા કરી ગાંધી જયંતીની ઉજવણી કરી
- Advertisement -
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર સી.યુ.શાહ કોલેજ ખાતે એમ.એસ.ડબ્લ્યુના વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં સ્વચ્છતા હાથ ધરી ગાંધી જયંતીની ઉજવણી કરાઇ હતી આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશો પણ પાઠવ્યો હતો.