ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
રાજ્યમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અનેક કાર્યક્રમો હાથ ધરાય છે ત્યારે દેશના વાળા પ્રધાનનું પણ દેશને સ્વચ્છ બનાવવાનું સ્વપ્ન છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે “સ્વચ્છતા એ જ સેવા” અંતર્ગત એસ.એસ.પી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વચ્છતા અંગે કાર્યક્ર્મનું આયોજન કરાયું હતું જેમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ વાક્યને સાકાર કરવા કોલેજના તમામ ક્લાસ રૂમ, સ્ટાફ રૂમ અને કેમ્પસ આસપાસ રોડ રસ્તાની સફાઈ કરવામાં આવી હતી.
કોલેજના પ્રિન્સિપાલ ડો.પ્રતીકભાઈ દવેનાં માર્ગદર્શન હેઠળ સફાઈ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સફળ સંચાલન ગજજ યુનિટ-1ના પ્રોગ્રામ ઓફિસર ડો.પરાગભાઈ પરમાર અને યુનિટ -2ના પ્રોગ્રામ ઓફિસર ડો. રેહાનાબેન શેખ દ્વારા કર્યુ હતુ. અભિયાનમાં કોલેજના તમામ સ્ટાફ પરિવાર ,ગ.જ.જ.ના સ્વંયસેવકો અને કોલેજની તમામ વિધાર્થીનીઓના સાથ સહકારથી “સ્વચ્છતા એ જ સેવા” કાર્યક્ર્મ સફળ રહ્યો હતો. તેમજ કેમ્પસની આજુબાજુનો કચરની સફાઈ અને નિકાલ કરવામાં આવ્યો હતો.