નવનિયુત પ્રમુખ કાર્યક્રમોના તાયફા અને ફોટો સેશનમાં વ્યસ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
- Advertisement -
ધ્રાંગધ્રા નગરપાલિકાની સ્થિતિ આવતા અઢી વર્ષ માટે બદથી બદતર થાય તેવા એંધાણ અત્યારથી જ નજરે પડે છે. નવનિયુત પ્રમુખ નગરપાલિકા ખાતે પોતાનું સન્માન કાર્યકમોના તાયફા અને ફોટો સેશનમાં વ્યસ્ત દેખાય છે. તો બીજી તરફ સ્થાનિક પ્રજા સ્વછતા, પાણી અને પ્રાથમિક સુવિધાના લીધે વલખાં મારતી નજરે પડે છે. તેવામાં ધ્રાંગધ્રા શહેરના ચરમાળિયા ગ્રાઉન્ડ નજીક આવેલા મામલતદારના સરકારી રહેણાક મકાનની બહાર જ કચરાના ઢગલા જોવા મળે છે. અહીં મામલતદારના સરકારી રહેણાંકની સાથે સ્કૂલ, હોસ્પિટલ, ધાર્મિક મંદિર તથા તાલુકા પંચાયત તરફ જવા માટેનો મુખ્ય માર્ગ છે છતાં જાહેર રોડ પર કચરો અને ઉકરડાના ગંજ ખડકાયેલા જોવા મળે છે. જેને લઈ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સ્વછતાના માત્ર બણગા ફૂંક્યા હોવાની વાસ્તવિકતા અહીં છતી થાય છે.



