By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    12 hours ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    10 hours ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    10 hours ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    11 hours ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    12 hours ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    11 hours ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 day ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    12 hours ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 day ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    1 day ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    1 day ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
TALK OF THE TOWNરાજકોટ

ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી

Khaskhabar Editor
Last updated: 2026/06/06 at 1:26 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
6 Min Read
SHARE

બાગેશ્વર ધામ સરકારના શ્રીમુખેથી હનુમાન કથાનું પાવન રસપાન કરવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

હિન્દુ એકતા, સનાતન સંસ્કૃતિ અને ભક્તિના સંદેશ સાથે પ્રથમ દિવસે ગૂંજી ઉઠ્યું રેસકોર્સ મેદાન

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત “સનાતન સેતુ હનુમંત કથા”ના પ્રથમ દિવસે આધ્યાત્મિકતા, ભક્તિ અને રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. બાગેશ્વર ધામ સરકાર તરીકે જાણીતા ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના મુખેથી હનુમંત કથાનું પાવન રસપાન કરવા રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર કથા સ્થળ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

ત્રણ વર્ષ બાદ ફરી રાજકોટ પધારેલા ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીનું આગમન સમયે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રેમ અને સન્માન બદલ તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. કથાના આરંભ પૂર્વે સી.સી.ધ રોકસ્ટાર બેન્ડ તથા જાણીતા બોલિવૂડ પ્લેબેક સિંગર અને લાઇવ પરફોર્મર ચૈતાલી છાયાએ ભજન અને સંગીતની મનમોહક રજૂઆત કરી હતી. “રામ સિયારામ સિયારામ જય જય રામ”ની ધૂન પર ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભક્તિરસમાં તરબોળ થઈ ગયા હતા. કાર્યક્રમ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ દાદાની આરતી અને પૂજા-અર્ચના કરી હતી તેમજ સંત-મહંતો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

કથાની શરૂઆતમાં ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીએ ગુજરાતની ધરતીને સંતો અને મહંતોની ભૂમિ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે એક બાજુ સોમનાથ મહાદેવ અને બીજી બાજુ ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે, જ્યારે નરસિંહ મહેતા અને જલારામ બાપા જેવા મહાન સંતોએ આ ધરતીને પવિત્ર બનાવી છે. આવી પવિત્ર ભૂમિ પર આવવાનો આનંદ વ્યક્ત કરતાં તેમણે રાજકોટના શ્રદ્ધાળુઓના પ્રેમની પ્રશંસા કરી હતી. કથા દરમિયાન તેમણે હનુમાનજીના આદર્શો, સનાતન સંસ્કૃતિના મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હનુમંત કથા હિન્દુઓને જોડવા માટેનું માધ્યમ છે અને સમાજમાં એકતા તથા આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પરમાત્મા જાણવાનો નહીં પરંતુ અનુભવવાનો વિષય છે અને જીવનમાં જગત કરતાં ભગવાન પર વધુ ભરોસો રાખવો જોઈએ. “જેની સાથે પરમાત્મા છે તેનો વિજય નિશ્ચિત છે,” તેમ તેમણે જણાવ્યું હતું.
પ્રથમ દિવસે તેમણે ભક્તિ, ધર્મ અને સંસ્કૃતિ અંગે અનેક ઉદાહરણો આપી શ્રદ્ધાળુઓને સંદેશ આપ્યો હતો. સીતા માતા, દ્રૌપદી અને શબરીના જીવનપ્રસંગોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ભગવાન પર અડગ વિશ્વાસ રાખનારની લાજ ભગવાન જ બચાવે છે. રાવણને બુરાઈનું અને ભગવાન શ્રીરામને સારાઈનું પ્રતીક ગણાવતા તેમણે દરેક વ્યક્તિએ પોતાના અંતરમાં રહેલા રામને જાગૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ધર્માંતરણના મુદ્દે પણ તેમણે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સમાજના સમૃદ્ધ વર્ગે ગરીબ અને જરૂરિયાતમંદ હિન્દુ પરિવારોને સહાય કરવી જોઈએ. તેમણે આધુનિક ટેકનોલોજીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે “AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જ્યારે HI એટલે હિન્દુત્વ ઇન્ટેલિજન્સ.” ભક્તિ અને શ્રદ્ધાના મહત્વ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે. તેમણે રસાળ શૈલીમાં કહ્યું હતું કે જો હનુમાનજી લંકા સુધી પહોંચી શકે તો તેઓ રાજકોટ કેમ ન આવી શકે? જીવનમાં સંસાર વિશે વિચારવું જરૂરી છે, પરંતુ અંતિમ ભરોસો ભગવાન પર જ રાખવો જોઈએ. પૂજા માત્ર દેખાડા માટે નહીં પરંતુ મનથી અને ભાવથી થવી જોઈએ, ત્યારે જ તેનું સાચું ફળ પ્રાપ્ત થાય છે.
આ કાર્યક્રમ અંતર્ગત બે દિવસ હનુમંત કથા અને એક દિવસ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. કથા સ્થળે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જાહેર પરિવહનના પ્રોત્સાહનને ધ્યાનમાં રાખી અનેક શ્રદ્ધાળુઓએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેના કારણે પર્યાવરણ સંરક્ષણ અને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થામાં પણ સહભાગીતા નોંધાઈ હતી.પ્રથમ દિવસની કથામાં ભક્તિ, આધ્યાત્મિકતા અને સનાતન સંસ્કૃતિના સંદેશ સાથે શ્રદ્ધાળુઓએ હનુમાનજીના આદર્શોને આત્મસાત કર્યા હતા. સમગ્ર રેસકોર્સ મેદાન “જય શ્રી રામ” અને “બજરંગબલી કી જય”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે રાજકોટમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

બોકસ : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી મહારાજના મુખેથી હનુમંત કથા
ગુજરાત સંતો-મહંતોની ભૂમિ છે, એક બાજુ સોમનાથ મહાદેવ બીજી બાજુ ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે
ભક્ત નરસિંહ મહેતા અને જલારામ બાપા જેવા મહાન સંતોએ આ સૌરાષ્ટ્રની ધરતીને પવિત્ર બનાવી છે
હનુમંત કથા હિન્દુઓને જોડવાનું માધ્યમ છે સમાજમાં એકતા અને આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો પ્રયાસ છે
પરમાત્મા જાણવાનો નહીં અનુભવવાનો વિષય છે, જગત કરતાં ભગવાન પર વધુ ભરોસો રાખવો જોઈએ
ભગવાન પર અડગ વિશ્વાસ રાખનારની લાજ ખૂદ ભગવાન જ બચાવે છે આ વાત પર વિશ્વાસ રાખવો
રાવણ બુરાઈનું શ્રીરામ સારાઈનું પ્રતીક છે, દરેક વ્યક્તિએ પોતાના અંતરમાં રહેલા રામને જાગૃત કરવો જોઇએ
સમાજના સમૃદ્ધ વર્ગે ગરીબ અને જરૂરિયાતમંદ હિન્દુ પરિવારોની શક્ય તેટલી સહાય કરવી જોઈએ
આધુનિક ટેકનોલોજી વિશે કહ્યું કે “AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જ્યારે HI એટલે હિન્દુત્વ ઇન્ટેલિજન્સ છે
પૂજા માત્ર દેખાડા માટે નહીં પરંતુ મનથી અને ભાવથી થવી જોઈએ, ત્યારે જ તેનું સાચું ફળ પ્રાપ્ત થાય છે.
જો હનુમાનજી લંકા સુધી પહોંચી શકે છે તો તેઓ રાજકોટ શહેરમાં કેમ ન આવી શકે?

You Might Also Like

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

રાજકોટ મનપાના દરોડાઃ શ્રી રામ ડેરીમાંથી 1.75 લાખની 500 કિલો ફૂગવાળી મલાઈ જપ્ત

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી

TAGGED: Dhirendra Krishna Shastri arrives in Rajkot after three years
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
Next Article સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રોહિદાસપરામાં ઘર પાસે રમતી બાળકીનું કારની ઠોકરે મોત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
મવડીમાં રહેતા યુવકની રાવકી ગામે નોકરીએ ગયા બાદ ભેદી સંજોગોમાં ખાણમાંથી લાશ મળી
ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા
ભીમ અગિયારસે રાજકોટ જિલ્લામાં જુગાર રમતા 4 મહિલા સહીત 42 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટ મનપાના દરોડાઃ શ્રી રામ ડેરીમાંથી 1.75 લાખની 500 કિલો ફૂગવાળી મલાઈ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?