By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    15 hours ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    5 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    14 hours ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    15 hours ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    2 days ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    15 hours ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    15 hours ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    15 hours ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    16 hours ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
મનોરંજન

‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું

Khaskhabar Editor
Last updated: 2026/05/22 at 1:35 PM
Khaskhabar Editor 2 months ago
Share
5 Min Read
SHARE

ઘણી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરનાર ઉલ્કા ગુપ્તાનું કહેવું છે કે તેણે ઇન્ડસ્ટ્રીમાં રંગભેદનો સામનો કર્યો છે. 2006માં લોકપ્રિય સ્ટાર વનના શો ‘રેશમ ડંખ’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરતા પહેલાં ઉલ્કા ગુપ્તાને જરા પણ અંદાજ નહોતો કે આગળ જઈને તે ટેલિવિઝનની સૌથી જાણીતી યુવા અભિનેત્રીઓમાંની એક બનશે. જોકે, તેનો સફર સરળ નહોતો. હવે અભિનેત્રીએ પોતાની સ્ટ્રગલ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે પોતાને સાબિત કરવાનો અર્થ શું છે અને આજે જીવનમાં તે કયા મુકામ પર ઉભી છે. 29 વર્ષની આ અભિનેત્રીએ પોતાની જર્ની અને સ્ટ્રગલ વિશે ખુલાસો કર્યો છે અને તેણે રંગભેગનો પણ સામનો કર્યો હોવાનું જણાવ્યું છે.

નાની ઉંમરમાં રંગભેદનો સામનો કરવાથી લઈને પોતાની દમદાર એક્ટિંગથી ટેલેન્ટ સાબિત કરવા સુધી, અભિનેત્રીનું કહેવું છે કે તેણે પોતાની હિંમત, મહેનત અને મજબૂત ઇરાદાથી પોતાનો રસ્તો બનાવ્યો છે. બાળપણથી લઈને અત્યાર સુધી, ખાસ કરીને એવી ઇન્ડસ્ટ્રીમાં જ્યાં ‘ઇમેજ’ને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે ત્યાં તેણે જે કંઈ જોયું અને સહન કર્યું છે તે અંગે તે સંપૂર્ણ રીતે જાગૃત છે. આ જ સફરે તેને ટીવીના સૌથી જાણીતા ચહેરાઓમાંની એક બનાવી છે.

- Advertisement -

રંગભેદનો કર્યો સામનો

ઉલાક ગુપ્તાએ આ વિશે કહ્યું, ‘પહેલાં જ્યારે મેકર્સ બાળ કલાકારોને કાસ્ટ કરતા હતા અને હું અનેક પાત્રો માટે ઓડિશન આપવા જતી હતી, ત્યારે બહાર કલાકારો માટે એક નોટ લગાડેલી હોય હતી, જેમાં લખેલું હોતું- “માત્ર ગોરા બાળકો”. મારે એની સામે ખૂબ જ હિમ્મતથી લડવું પડ્યું. હું રડી પડતી હતી, કારણ કે હું એટલી દૂર અંધેરી અને વર્લી સુધી માત્ર રિજેક્ટ થવા જતી હતી. તેઓ કહેતા હતા કે “અમે માત્ર અપ-માર્કેટ બાળકોને જ કાસ્ટ કરી રહ્યા છીએ.” હું તેમને વિનંતી કરતી હતી કે પ્લીઝ, મને ઓછામાં ઓછું ઓડિશન તો આપવા દો અથવા મારું ઇન્ટ્રોડક્શન તો આપવા દો.’

2006માં પોતાના પ્રથમ શો પછી ઉલ્કા ગુપ્તા 2009માં Zee TVના શો ‘સાત ફેરે – સલોની કા સફર’માં સાવની સિંહના પાત્રમાં જોવા મળી હતી. આ શોએ રંગભેદના મુદ્દાને ખૂબ જ સંવેદનશીલતાથી રજૂ કર્યો હતો. આ શોએ તેને વિશ્વાસ આપ્યો કે શ્યામવર્ણી યુવતીઓ પણ સ્ક્રીન પર લીડ અભિનેત્રી બની શકે છે, તેમની પ્રશંસા થઈ શકે છે અને તેમને કેન્દ્રમાં રાખી શકાય છે.

- Advertisement -

જોકે, ઇન્ડસ્ટ્રીમાં ગોરા રંગને લઈને દિવાનગી હજુ પણ યથાવત છે. ઉલ્કાએ યાદ કરતાં કહ્યું, ‘ઘણી વખત એવું બનતું હતું કે હું એટલી મોટી સ્ટાર નહોતી, પણ મેકઅપ આર્ટિસ્ટ મારા ચહેરા પર એવો બેઝ લગાવતા હતા, જે મારા અસલી રંગ કરતાં 2-3 શેડ વધુ ગોરો હોતો હતો અને મને આથી ખૂબ જ અણગમો થતો હતો. મને લાગતું હતું કે “શું હું પૂરતી સારી નથી?” વસ્તુઓ આવી કેમ હોવી જોઈએ? હું જોતી હતી કે પેલેટમાં એવો શેડ હતો જે મારા રંગ સાથે મેળ ખાતો હતો. તો પછી બે શેડ વધુ ગોરો કેમ?’

ત્યાર બાદ ગ્લેમરસ દેખાવાનો મુદ્દો પણ હતો. ‘ધ કેરળ સ્ટોરી’ની અભિનેત્રીએ જણાવ્યું કે તેને ઘણીવાર ગ્લેમરસ પાત્રો માટે ઓછું યોગ્ય માનવામાં આવતી હતી, કારણ કે તે સમયે ભારતીય ટેલિવિઝન પર ગોરી ચામડીવાળી હિરોઈનની ટ્રેડિશનલ છબીમાં તે ફિટ બેસતી નહોતી.

ટીવીથી સિનેમા સુધીનો સફર

ઘણા ટીવી શોનો ભાગ બન્યા પછી, 29 વર્ષની આ અભિનેત્રીએ પોતાના કામનો વ્યાપ વધાર્યો અને હિન્દી, તેલુગુ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું, જેમ કે ‘સિમ્બા’ (2018), ‘આંધ્ર પોરી’ (2015) અને ‘ઓઢ – ધ એટ્રેક્શન’ (2018) વગેરે. આ રીતે તેણે ધીમે ધીમે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાને એક બહુમુખી કલાકાર તરીકે સ્થાપિત કરી.

તેને પ્રથમ વખત ખ્યાતિ ત્યારે મળી જ્યારે Zee TVનો શો ‘ઝાંસી કી રાની’ (2009) ખૂબ જ લોકપ્રિય થયો. આ શોમાં તેમણે નાની રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવ્યું હતું. આ ઐતિહાસિક ડ્રામા માત્ર સુપરહિટ જ નહીં રહ્યો, પણ ઉલ્કા ગુપ્તાને ઘરઘરમાં ઓળખ અપાવી હતી. યોદ્ધા રાણી તરીકે તેની દમદાર એક્ટિંગે દર્શકોના દિલ જીતી લીધા હતા.

ઇન્ડસ્ટ્રીમાં લગભગ બે દાયકાનો સમય પસાર કર્યા પછી ઉલ્કા હવે માને છે કે સુંદરતાના માપદંડો અને પ્રતિનિધિત્વ અંગેની ચર્ચા ધીમે ધીમે બદલાઈ રહી છે. રિજેકશન, આત્મસંદેહ અને એક ખાસ છબીમાં ફિટ થવાના સતત દબાણ છતાં, ઉલ્કાએ કહ્યું કે તે માત્ર પોતાની કાબેલિયત અને મજબૂત ઇરાદાના આધારે આગળ વધતી રહી હતી.  અંતમાં તેણે કહ્યું, ‘મેં આ ઇન્ડસ્ટ્રીને ખૂબ નજીકથી જોઈ છે; તમારે માત્ર સતત ઓડિશન આપતા રહેવું જોઈએ અને પોતાને યોગ્ય રીતે માર્કેટ કરવું છે.’  ઉલ્કા હવે ‘રજની કી બારાત’ની તૈયારી કરી રહી છે. આ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પછી તેની આગામી ફિલ્મ છે. ‘ધ કેરળ સ્ટોરી’ને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ‘રજની કી બારાત’ 29 મેના રોજ રિલીઝ થવાની છે.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

TAGGED: Ulka Gupta on her Struggle
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
Next Article IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બફારાથી લોકોને મળી મોટી રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજકોટ જિલ્લામાં વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સઘન સમીક્ષા હાથ ધરાઈ
મનપાના અધિકારીઓ અને એન્જિનિયરોને 24 ક્લાક શિફ્ટ મુજબ કામગીરી સોંપાઈ: ચોમાસાને લઈને ડિઝાસ્ટર પ્લાન તૈયાર
યાજ્ઞિક રોડ પર મહાપાલિકાનું મેગા ઓપરેશન: પાર્કિંગમાં નડતા પિલર્સ અને દબાણોનો સફાયો
યુનિ.રોડના ‘પિત્ઝા કન્ટ્રી કિચન’ માંથી વાસી પિત્ઝા બેઝ, ગ્રેવી, પાસ્તા,નુડલ્સનો નાશ કરાયો
રંગીલા રાજકોટનો આજે 414મો સ્થાપના દિવસ: વિરાસત અને વિકાસનો અદભુત સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?