સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી ખાતે આવેલ ભક્તુપ્રસાદ તબીબી રાહત મંડળ પાટડી સંચાલિત નાયન જ્યોત હોસ્પિટલ ખાતે માસિક 250થી વધુ આંખના દર્દીઓ આવી નજીવા દરે સેવાનો લાભ લઈ રહ્યા છે નયન જ્યોત હોસ્પિટલ આધુનિક મશીનોથી સજ્જ છે જે કનુભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ ડો.ચંદ્રકાંત પટેલ 1988થી સંસ્થા સાથે જોડાઈ અસંખ્ય દર્દીઓને સારવાર આપી ચુક્યા છે
નયન જ્યોત આંખની હોસ્પિટલ ખાતે અનેક આધુનિક મશીનો છે જેના થકી માસિક 250થી વધુ ઓપરેશન કરવામાં આવે છે નયનજ્યોત હોસ્પિટલ આંખની સારવાર માટે દસાડા તાલુકાનું ઉત્તમ સ્થાન છે જેમાં ડો.ગૌરવ મહેતા પણ સેવા આપે છે આ હોસ્પિટલ ખાતે દસાડા તાલુકા તથા સુરેન્દ્રનગર જિલ્લા સહિત અન્ય જિલ્લા અને તાલુકામાંથી પણ આંખના દર્દીઓ સારવાર અર્થે આવે છે હોસ્પિટલની કામગીરીની સૌ કોઈ સરાહના કરી રહ્યા છે અને ભક્તુપ્રસાદ તબીબી રાહત મંડળ તથા કનુભાઈ ગઢવીની કામગીરીને બિરદાવી રહ્યા છે