ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં છેલ્લા આઠેક માસમાં લગભગ બાવીસ જેટલી ચોરીના બનાવ બનવા પામ્યા છે અને સાતિર ચોર દર દોઢ માસ બાદ ચોરી કરી ગાયબ થઇ જાય છે. પોલીસની દિવસ રાતની શોધખોળ અને ડિજિટલ માધ્યમની તપાસમાં પણ સાતિર ચોર હાથમા નહિ આવતા પાનેલીના વેપારીઓ અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાયેલો હોય ત્યારે સાતિર તસ્કરો પહેલા રાત્રીના સમય દરમિયાન બન્ધ દુકાનોમાં જ હાથફેરો કરતા હતા પરંતુ છેલ્લા બનાવમાં બન્ધ દુકાન સાથે બંધ મકાન અને ખેડૂતના વાહનમાં પણ હાથફેરો કરતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હોય જેને લઈને પાનેલીની સહકારી દૂધમંડળી ખાતે પોલીસ સાથે ગામના વેપારી અગ્રણી અને ગામ આગેવાનોની એક મિટિંગ બોલાવેલ હતી જેમાં પોલીસ દ્વારા વેપારી તેમજ આગેવાનોનું સૂચન માંગવામાં આવેલ અને શાંતિ પૂર્વક બધા સાથે મળીને પાનેલીમાં બનતી ચોરીના બનાવને અટકાવવા અંગે વાત કરેલ જેમાં ગામમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા તેમજ રાત્રી દરમિયાન હોમગાર્ડ સાથે જી.આર.ડી. ના જવાનોને પણ બંદોબસ્ત કરવો સાથે જ ગામના રોડ ઉપર પડતા દુકાનદારોના કેમેરાને યોગ્ય એંગલમાં ગોઠવવા તેમજ ખેતરોમાં બહારથી જે મજૂરો આવે છે તે તમામની પૂરતી વિગત પોલીસને આપવી અને જે લોકોના મકાન બંધ હોય અથવા જે લોકો વધારે સમય માટે બહાર જવાનાં હોય તેમના બંધ મકાનની વિગત એડ્રેસ પોલીસને આપવી તેવી ચર્ચા કરવામાં આવેલ અને પોલીસે ખાત્રી આપેલ કે પોલીસ દરેકે દરેક પાસામાં તપાસ ચલાવી રહી છે જલ્દી ચોરોને પકડી અને પાનેલીમાં ચોરીના બનાવ અટકાવવા એ પોલીસની મોટી પ્રાથમિકતા છે તેવું જણાવેલ.
રિપોર્ટર:- આશિષ લાલકિયા – ઉપલેટા


