ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા અને ‘વિકાસની રાજનીતિ’ સાથે પાટીદાર સમાજ હરહંમેશ જોડાયેલો રહયો છે અને રહેશે : મનસુખભાઈ માંડવિયા
એક સ્વસ્થ અને સક્ષમ સમાજ મજબુત રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનો ફાળો ભજવે છે
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારમાં નવનિયુકત મંત્રીઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ‘જન આશિર્વાદ યાત્રા’ થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન જન સુધી સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે ત્યારે રાજકોટ મહાનગર ખાતે ‘જન આશિર્વાદ યાત્રા’ માં એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના આગમન સાથે એરપોર્ટથી શાનદાર પ્રારંભ થયો હતો અને વિવિધ રૂટ પર શહેર ભાજપ ધ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત થયા બાદ અટલબીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ધ્વારા સમસ્ત પટેલ સમાજ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને ઉપસ્થિત મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત ધારાસભ્ય અરવીદ રૈયાણીએ કર્યુ હતું.ફુટની ટોપલીથી સ્વાગત સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણીએ કર્યુ હતુ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલે કર્યુ હતું. આ તકે પટેલ સમાજના અગ્રણીઓ ધ્વારા મનસુખભાઈ માંડવિયાને માં ઉમા ખોડલના ફોટાવાળુ શીલ્ડ અર્પણ કરાયુ હતું.
આ બેઠકમાં બેડીપરા પટેલ સમાજના પ્રમુખ ધરમશીભાઈ નાથાણી, સંજયભાઈ ઢોલરીયા (વાણીયાવાડી પટેલ સમાજના પ્રમુખ), ચીમનભાઈ હપાણી (ખોડલધામ ટ્રસ્ટી), પરેશ ગજેરા (બીલ્ડર એશો. પ્રમુખ) વી.પી. વૈષ્ણવ(રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ), મૌલેશભાઈ ઉકાણી, જેરામભાઈ વાસજાળીયા, નંદલાલભાઈ માંડવિયા, રાજેશભાઈ ભાલોડીયા, વસંતભાઈ ભાલોડીયા તેમજ સીલ્વર એશો.,બીલ્ડર એશો., ઉદ્યોગકારો, ઈમીટેશન એશો. ગોલ્ડ એશો. તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
- Advertisement -
આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોતાના ઉદબોદનમાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓ ધ્વારા ભાવભર્યા સ્વાગત બદલ આભાર વ્યકત કરતા જણાવેલ કે સ્વસ્થ અને સક્ષમ સમાજ એક મજબુત રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનો ફાળો ભજવે છે ત્યારે દેશના વિકાસના મૂળમાં સામાજીક સમરસતા રહી છે ત્યારે પાટીદાર સમાજનો વેપાર ધંધા ઉદ્યોગ સામાજીક–રાજકીય ક્ષેત્રે સર્વક્ષેત્રે વિકાસમાં સિંહફાળો રહયો છે અને અમૂલ્ય યોગદાન રહયુ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા અને વિકાસની રાજનીતિ’ સાથે પાટીદાર સમાજ હરહંમેશ જોડાયેલો રહયો છે અને રહેશે. તેમ અંતમાં મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ. આ બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિતર રહયા હતા.


