ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરમાં બેખોફ થઈને બે નરાધમ શખ્સોએ સફાઈ કામ કરતી મહિલાનું અપહરણ કરીને ગાડીમાં ધારિયાની નોક પર દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ બંને શખ્સોએ મહિલા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે તો આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબીના રવાપર ગામના તળાવ પાસે રાત્રીના 2:30 થી 2:45 વાગ્યા દરમિયાન એક મહિલા સફાઈ કામ કરતી હોય તે દરમિયાન આરોપી આશિષ અને પંકજ નામના બે હવસખોરોએ કબુતરી કલરની સ્વીફટ કારમાં આવીને મહિલાને ધારીયું દેખાડી કારમાં બેસી જવા માટે કહ્યું હતું તે દરમિયાન મયુરભાઈ નામના એક વ્યક્તિ આવી જતા બંને નાલાયક શખ્સોએ મયુરભાઈ પર ધારિયાનો ધા કરીને તેને ભગાડી દીઈને સ્વીફટ કારમાં મહિલાને બેસાડી અપહરણ કરીને અવાવરું જગ્યાએ લઈ ગયા હતા ત્યારબાદ મહિલાએ અવાજ કરતા આરોપી આશિષે તેના હાથથી મહિલાના મોઢામાં હાથ નાખીને મોઢું બંધ કરી દીધું હતું અને બાદમાં બંને હવસખોરોએ હદ વટાવીને મહિલાની મરજી વિરુદ્ધમાં શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ધારીયા વડે મહિલાને હાથમાં અને પગમાં ઈજા કરી તેમજ શરીરે મુંઢ માર મારી ઈજા કરી ગાળો આપી હતી અને આ વાત કોઈને કહીશ તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ધટના અંગે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ મથકે ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવી છે જેથી મોરબી એ ડીવીઝન પોલીસે આઈપીસી કલમ 378 (ઉ), 365, 323, 504, 506 (2), 114, જીપીએક્ટ 135 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.