જીમખાના ગ્રાઉન્ડમાં રાસના તાલે ઝૂમતું રાજકોટનું યુવાધન
શહેરના શ્રેષ્ઠ પ્રીમિયમ ક્રાઉડ વચ્ચે અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિ
- Advertisement -
રંગિલા અને મોજીલા રાજકોટમાં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિ નિમિત્તે ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ-૨૦ર૬’નો અત્યંત ભવ્ય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. શહેરના હૃદયસમા ડો. યાજ્ઞિક રોડ પર આર.કે.સી. કોલેજ સામે આવેલા જીમખાના ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ રાસોત્સવમાં પ્રથમ દિવસથી જ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.
પરંપરાગત પ્રાચીન અને અર્વાચીન ગરબાઓના સુમધુર સૂર-તાલ પર ખેલૈયાઓ સાથે પરિવારો પણ ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠયા છે. દરેક નોરતે અવનવાં આકર્ષણો અને ખેલૈયાઓનો અદભુત જોશ સમગ્ર ગ્રાઉન્ડમાં નવી ઊર્જાનો સંચાર કરી રહ્યો છે. જાણીતા સિંગર ધ્રુવીલ સાગઠિયા, તુષાર ચુડાસમા અને શ્રદ્ધા મારુના મધુર કંઠે ગવાયેલા ગરબા તથા અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમના તાલે સમગ્ર જીમખાના ગ્રાઉન્ડ ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયું છે.
સ્ટેજનું જબરદસ્ત સંચાલન એન્કર દર્શિકા સોની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આયોજક અંકિતસિંહ ચાવડા અને તેમની સમર્પિત ટીમની અથાક મહેનતથી રાજકોટના ગરબા રસિકો માટે શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ જાજરમાન આયોજનમાં રામભાઈ મોકરિયા (પૂર્વ સાંસદ રાજ્યસભા), મેયર નહેલ શુકલ, ડે. મેયર દક્ષાબેન વસાણી, રાજકોટ ભાજપ શહેર પ્રમુખ માધવ દવે, રાજાભાઈ વાવડી, તીર્થરાજસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા, હરદીપસિંહ-સિંધવ, જેકીભાઈ પરમાર (મહામંત્રી ગોંડલ શહેર),. વિશ્વરાજસિંહ જાડેજા (મહામંત્રી યુવા મોરચા ગોંડલ) સહિત શહેરના અનેક અગ્રણી મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓએ રૂબરૂ મુલાકાત લઈ બિરદાવી રહ્યા છે.



